Devbhumi Dwarka: પાકિસ્તાનના ફરાર માછીમારોને પગલે જિલ્લા પોલીસ દ્વારા સમુદ્રમાં સઘન ચેકીંગ, ભારતીય માછીમારોને સતર્ક રહેવા સૂચના

|

Feb 13, 2022 | 10:00 AM

પાકિસ્તાનના ફરાર માછીમારોના પગલે વાડીનાર મરીન પોલીસના જવાનો દ્વારા અરબી સમુદ્રમાં બોટ પેટ્રોલિંગ કરી માછીમારોને ચેતવવામાં આવી રહ્યા છે. મરીન પોલીસ દ્વારા માછીમારોને IMBL નજીક માછીમારી કરવા ન જવાની સલાહ અપાઇ છે.

Devbhumi Dwarka: પાકિસ્તાનના ફરાર માછીમારોને પગલે જિલ્લા પોલીસ દ્વારા સમુદ્રમાં સઘન ચેકીંગ, ભારતીય માછીમારોને સતર્ક રહેવા સૂચના
Dwarka Sea (File Image)

Follow us on

દેવભૂમિ દ્વારકા (Devbhumi Dwarka) જિલ્લામાં પોલીસ દ્વારા સમુદ્રમાં સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ છે. તાજેતરમાં જ પાકિસ્તાન મરીન સિક્યોરિટી એજન્સી દ્વારા પકડવામાં આવેલી ભારતીય બોટ અને કચ્છ નજીક પકડાયેલા પાકિસ્તાની માછીમારોને (Pakistani Fishermen)લઈને જિલ્લા પોલીસ એલર્ટ પર છે.

દેવભૂમિ દ્વારકાના માછીમારોના બોટનું ચેકીંગ

બે દિવસ પહેલા કચ્છની સરહદેથી 11 પાકિસ્તાની બોટ ઝડપાઇ હતી. જો કે તેમા સવાર માછીમારો ફરાર થઇ ગયા હતા. BSF, આર્મી અને એરફોર્સે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને છ માછીમારોને ઝડપી તો લીધા છે. જો કે હજુ પણ કેટલાક માછીમારો ફરાર છે. જેથી મરીન સિક્યોરિટી એલર્ટ પર છે. જિલ્લાના મરીન પોલીસના જવાનો તેમની બોટ દ્વારા દેવભૂમિ દ્વારકાના માછીમારોના બોટ પર ચેકીંગ કરી રહ્યા છે. પોલીસ દ્વારા બોટના તમામ દસ્તાવેજો તપાસવામાં આવી રહ્યા છે.

સમુદ્રમાં બોટ પેટ્રોલિંગ કરી માછીમારોને ચેતવવામાં આવ્યા

પાકિસ્તાનના ફરાર માછીમારોના પગલે વાડીનાર મરીન પોલીસના જવાનો દ્વારા અરબી સમુદ્રમાં બોટ પેટ્રોલિંગ કરી માછીમારોને ચેતવવામાં આવી રહ્યા છે. મરીન પોલીસ દ્વારા માછીમારોને IMBL નજીક માછીમારી કરવા ન જવાની સલાહ અપાઇ છે. માછીમારોને ફક્ત ભારતીય જળસીમામાં માછીમારી કરવાની સલાહ આપવામાં આવી છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

નોંધનીય છે કે બે-ત્રણ દિવસ પહેલા કચ્છની સરહદે પાકિસ્તાનની 20 જેટલી બોટની શંકાસ્પદ અવર-જવર જોવા મળી. UAVની મદદથી પાકિસ્તાન તરફની શંકાસ્પદ હરકત જોવા મળતા જ સરહદી સુરક્ષામાં તૈનાત એજન્સીઓ સક્રિય બની હતી અને 11 જેટલી પાકિસ્તાની બોટને ઝડપી પાડી હતી, પરંતુ બોટમાં સવાર પાકિસ્તાની નાગરિકો ભારતની જમીન પર ઉતરીને અંધારાનો લાભ લઈ ફરાર થવામાં સફળ રહ્યાં હતા. જો કે BSFના સતર્ક જવાનોએ એક LMG બસ્ટ ફાયર કરી અંધારામાં છૂપાયેલા પાકિસ્તાની નાગરિકોનું સ્થળ શોધી કાઢ્યું હતુ. પાકિસ્તાનના 6 માછીમારોને પકડી લીધા હતા. જો કે હજુ પણ કેટલાક માછીમારો ફરાર છે. જેના પગલે દેવભૂમિ દ્વારકા મરીન પોલીસ દ્વારા ગુજરાતના માછીમારોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો-

Junagadh: કુંજ પક્ષીઓને પગમાં સોલાર સંચાલિત GPS ટ્રાન્સમીટર લગાવાયા, તેમની રોજની ગતિવિધીનો હવે સર્વે થશે

આ પણ વાંચો-

Bhavnagar: માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની મબલખ આવક, ભાવ સારા મળતા જગતનો તાત ખુશખુશાલ

Published On - 9:59 am, Sun, 13 February 22

Next Article