અમરેલી-બાબરા રોડ પર ચક્કાજામ, ધારાસભ્ય વીરજી ઠુમ્મર તથા કાર્યકર્તાઓની અટકાયત

| Edited By: | Updated on: Nov 29, 2021 | 2:19 PM

ધારાસભ્યનો આક્ષેપ છે કે, આ રસ્તો 2 વર્ષ પહેલા મંજૂર થયો હતો. આસપાસના ગામના લોકો અને સરપંચ દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા રસ્તાનું કામ શરૂ કરવામાં આવતું નથી.

અમરેલી-બાબરા રોડ પર હોબાળો જોવા મળ્યો હતો. ધારાસભ્ય વીરજી ઠુમ્મર અને તેના કાર્યકરતાઓ દ્વારા હાઈવે ચક્કાજામ કરવામાં આવ્યો હતો. આ મામલે વીરજી ઠુમ્મર અને તેના કાર્યકર્તાઓની બાબરા પોલીસે અટકાયત કરી છે. ધારાસભ્યનો આક્ષેપ છે કે, આ રસ્તો 2 વર્ષ પહેલા મંજૂર થયો હતો. આસપાસના ગામના લોકો અને સરપંચ દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા રસ્તાનું કામ શરૂ કરવામાં આવતું નથી. જેના પગલે મોટી સંખ્યામાં લોકો હાજર રહી હાઈવેને ચક્કાજામ કર્યો હતો. ચક્કાજામના પગલે હાઈવે પર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. ધારાસભ્ય વીરજી ઠુમ્મરે ચિમકી ઉચ્ચારી છે કે, જો રસ્તાઓનું કામ વહેલી તકે શરૂ કરવામાં નહીં આવે તો આમરણાંત ઉપવાસ પર ઉતરશે.

અમરેલી બાબરા રોડને ચક્કાજામ કરતા ધારાસભ્ય વીરજી ઠુમ્મર.અમરેલી હાઇવેથી ગોંડલ રોડ ને જોડતો માર્ગ બે વર્ષ પહેલાં મંજૂર થયો હોવા છતાં કામ શરૂ ન કરતાં હાઇવે પર ચક્કાજામ કરવામાં આવ્યો હતો. જેમાં ભીલડીથી ચમારડી જતો માર્ગ બે વર્ષથી બિસ્માર હાલતમાં છે. આ મામલે અવારનવાર રજુઆત કરવામાં આવી છે. આ માર્ગ વચ્ચે આવતાં તમામ ગામનાં સરપંચ અને જીલ્લા પંચાયતનાં સભ્ય દ્વારા અનેકવાર આ મામલે રજૂઆત કરવામાં આવી છે. આમ છતાં તંત્ર દ્વારા રોડનું કામકાજ શરૂ કરવામાં આવ્યું નથી. આખરે આ મામલે બાબરાનાં ધારાસભ્ય વીરજી ઠુમ્મર અને મોટી સંખ્યામાં ગામલોકોએ હાઇવે પર ચક્કાજામ કર્યો હતો. અમરેલી બાબરા હાઇવે જામ થતાં વાહનોની લાંબી લાઇનો અને કતારો લાગી હતી.

Published on: Nov 29, 2021 02:17 PM