Ahmedabad: મેલેરિયા, ડેન્ગ્યૂ અને ચિકનગુનિયાના સકંજામાં શહેર, જાણો ઓક્ટોબર મહિનામાં કેટલા આવ્યા કેસ

Ahmedabad: મલેરિયા, ડેન્ગ્યૂ અને ચિકનગુનિયાના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે. આંકડાઓ પર નજર કરીએ તો ઓક્ટોબર મહિનામાં શહેરમાં રોગચારો વધ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 03, 2021 | 6:30 AM

Ahmedabad: જિલ્લામાં હાલ મચ્છરજન્ય રોગોમાં વધારો નોંધાયો છે. ભારે ચોમાસા બાદ મચ્છરજન્ય રોગ ફાટી નીકળ્યા છે. ડેન્ગ્યૂ અને ચીકનગુનિયા જ્યારે રાજ્ય અને દેશના ઘણા વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં પણ તેની અસર જોવા મળી. ડેન્ગ્યૂ અને ચિકનગુનિયાના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે. આંકડાઓ પર નજર કરીએ તો ઓક્ટોબર મહિનામાં શહેરમાં સાદા મેલેરિયાના 95 કેસ નોંધાયા છે. જ્યારે ડેન્ગ્યૂના 775 અને ચિકનગુનિયાના 399 કેસ નોંધાયા છે. વધતા રોગચાળાને જોતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. આરોગ્ય વિભાગની ટીમે વિવિધ વિસ્તારોમાં ફોગિંગ સહિતની કામગીરીઓ હાથ ધરી છે. ત્યારે જણાવી દઈએ કે આ રોગથી બચવા શું સાવધાની રાખવી.

ડેન્ગ્યુથી બચવા માટેના ઉપાય

1. ઘરની અંદર અને આસપાસ પાણી એકઠું થવા ન દો.
2. લીમડાના પાનનો ધુમાડો ઘરમાં ફેલાવો.
3. પાણીના વાસણો ખુલ્લા ન રાખો.
4. રસોડું અને વોશરૂમ સુકા રાખો.
5. દરરોજ કુલર અને વાસણનું પાણી બદલો.
6. બારીઓ અને દરવાજા બંધ રાખો.
7. શરીર પર મચ્છરથી બચવાની ક્રીમ લગાવો.
8. ફુલ સ્લીવના કપડાં પહેરો.
9. સૂતી વખતે મચ્છરદાનીનો ઉપયોગ કરો.
10. ઘરની આસપાસ મચ્છર દવાનો છંટકાવ કરો.

ચિકનગુનિયાથી બચવાના ઉપાયો

1. મચ્છર કરડવાથી બચો.
2. ઘરની અંદર અથવા નજીક પાણી ભરાવા ન દો.
3. મચ્છરદાનીનો ઉપયોગ કરો.
4. દિવસ દરમિયાન પણ મચ્છર ભગાડવાની કોઇલ પ્રગટાવતા રહો.
5. બહાર જતી વખતે મચ્છર વિરોધી ક્રીમનો ઉપયોગ કરો.
6. સંપૂર્ણ સ્લીવ્ઝ સાથે કપડાં પહેરો.
7. પાણીની ટાંકીના ઢાંકણા બંધ રાખો
8. અઠવાડિયામાં એકવાર ટાંકી ખાલી કરો અને સૂકાયા બાદ તેનો ઉપયોગ કરો. જો તમને આવા કોઈ લક્ષણ જણાય તો તાત્કાલી ડોક્ટરનો સંપર્ક સાધો.

 

આ પણ વાંચો: By Election Result:મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ કહ્યું, પેટાચૂંટણીના પરિણામો મોંઘવારી, બેરોજગારી અને ભાજપની તાનાશાહી સામે જનતાનો જવાબ

આ પણ વાંચો: થિયેટર ખુલતાની સાથે જ સેલેબ્સના ચહેરા પર આવ્યું સ્મિત, આમિર ખાને કહ્યું- આની જોઈ રહ્યા હતા આતુરતાથી રાહ

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">