સુરતમાં આગની ગોજારી ઘટનામાં 20 માસુમોએ જીવ ગુમાવ્યાં બાદ રાજ્યભરમાં તંત્ર કડક બનતા NOCના અરજદારોની સંખ્યામાં વધારો થયો છે. રાજયમાં ચાલતા કલાસીસને કડકાઈથી આદેશ કરાયા બાદ અમદાવાદમાંથી 350 જેટલા કલાસીસે ફાયર NOC માટે અરજી કરી છે.
જેમાં 10થી 5 વાગ્યા સુધી ઈન્સ્પેકશન કરવામાં આવશે. ઈન્સ્પેકશન દરમિયાન જરૂરી લાગે તો NOC માટે ભલામણ પણ કરવામાં આવશે. સાથે જ અરજી પર ફાયર બ્રિગેડની અલગ અલગ ટિમ ઈન્સ્પેકશન કરી કાર્યવાહી કરશે.
જે માટે સિનીયર અને જુનિયર અધિકારીની 12 ટીમો બનાવી છે. આ ટીમોને અલગ અલગ ઝોન સોંપવામાં આવ્યા છે. આ ઉપરાંત ગેરકાયદેસર બિલ્ડીંગ અને બિનઅધિકૃત બિલ્ડીંગ ફાયબર શેડ મારીને ચાલતા ક્લાસીસ બંધ કરાવવામાં આવશે.
આ પણ વાંચો: એસ.જયશંકરને પહેલી વખત ચીનમાં મળ્યા હતા નરેન્દ્ર મોદી, હવે બનાવ્યા કેબિનેટ મંત્રી