Banaskantha: ડીસા રતનપુર પાસે ગમખ્વાર અકસ્માત, રોંગસાઈડ કારે ટ્રકને ટક્કર મારતા વેપારીનું મોત

| Edited By: | Updated on: Oct 18, 2021 | 8:54 AM

ડીસાના રતનપુર પાટિયા નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. રોંગસાઈડ કારે ટ્રકને ટક્કર મારતા અકસ્માતમાં વેપારીનું મોત નીપજ્યું છે.

બનાસકાંઠાના ડીસામાંથી મોટા અકસ્માતની ઘટના સામે આવી છે. ડીસાના રતનપુર પાસે ગંભીર અકસ્માત સર્જાયો હતો. માહિતી પ્રમાણે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં કારચાલક રોંગસાઈડ વાહન ચલાવી રહ્યો હતો. રોંગસાઈડ કારે ટ્રકને ટક્કર મારતા અકસ્માત સર્જાતા ચકચાર મચી જવા પામ્યો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું હોવાની માહિતી સામે આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે મરનાર વ્યક્તિ એક વેપારી છે.

 

આ પણ વાંચો: સારંગપુર મંદિર ખાતે CR પાટીલની “રક્તતુલા”, ભાજપ પ્રદેશ પ્રમુખે દિલ્હી અક્ષરધામ અને તાજમહેલ વિશે કહી આ વાત

આ અપન વાંચો: Stock Market ની Top – 10 કંપનીઓ પૈકી આઠના માર્કેટ કેપ 1.52 લાખનો ઉછાળો, Reliance નું માર્કેટ કેપ સૌથી વધુ

Published on: Oct 18, 2021 08:34 AM