Gujarat માં ઘેરું બનતું જળસંકટ, ઉત્તર ગુજરાત અને કચ્છના ડેમોમાં જળસંગ્રહમાં ઘટાડો

ઉત્તર ગુજરાતના( North Gujarat) 15 જળાશયોમાં 13.19 ટકા, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 38.95 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 52.06 અને કચ્છના 20 જળાશયોમાં 15.36 ટકા પાણી છે. જ્યારે સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 30.03 ટકા પાણી રહ્યું છે.

Gujarat માં ઘેરું બનતું જળસંકટ, ઉત્તર ગુજરાત અને કચ્છના ડેમોમાં જળસંગ્રહમાં ઘટાડો
Gujarat Sardar Sarovar Dam (File Image)
| Edited By: | Updated on: May 22, 2022 | 6:28 PM

ગુજરાતમાં(Gujarat)ઉનાળાના અંતિમ તબક્કામાં જળાશયો (Dam)તળિયા ઝાટક થતા જળસંકટ ઘેરું બન્યું છે. જેમાં જળસંકટ(Water Crisis)વધુ ઘેરું બનશે તો પરિણામે રાજ્યમાં આગામી સમયમાં પીવાના પાણીની અછત સર્જાય તેવી શક્યતા.જયારે ઉત્તર ગુજરાત અને કચ્છના ડેમોમાં પણ જળસંગ્રહમાં ઘટાડો થયો છે..જેને લઈને રાજયમાં ચોમાસું મોડું બેસે તો જળસંકટ ગંભીર બની શકે છે..ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 13.19 ટકા, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 38.95 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 52.06 અને કચ્છના 20 જળાશયોમાં 15.36 ટકા પાણી છે.

જ્યારે સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 30.03 ટકા પાણી રહ્યું છે.અને ગુજરાતના જળાશયોમાં પાંચ એપ્રિલ સુધીમાં 52.93 ટકા જળસંગ્રહ હતો. જેમાં દોઢ મહિનામાં 7 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે…આમ, ઘટતા જળસ્તરથી ચિંતાના વાદળો ઘેરાયા છે.વાત કરીએ તો ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 51 ટકા કરતા પણ ઓછું પાણી રહેવા પામ્યું છે.

કચ્છમાં ઉનાળાની શરૂઆતમાં ખેડુતો અને પશુપાલકો સહિત નાગરીકો પાણી માટે વલખા મારી રહ્યા હતા. કચ્છમાં મધ્યમ કક્ષામાં 20 ડેમમાં 20 ટકા કરતા પણ ઓછુ પાણી છે. જેમાંથી 3 મોટો ડેમ તો તળીયા જાટક બનતા ખેતી અને પશુપાલકો ચિંતીત બની યોગ્ય આયોજનની માંગ કરી રહ્યા છે.ગુજરાતમાં આકરા ઉનાળા દરમિયાન લોકોને પીવાના પાણીની તકલીફ ન પડે તે માટે 71 નાના-મોટા ડેમમાંથી પીવાનું પાણી આપવામાં આવશે. રાજ્ય સરકારે નર્મદા ડેમમાંથી સિંચાઈ માટે પાણી આપવાનું બંધ કર્યું છે. જે વિસ્તારોમાં પીવાના પાણીના તળ નીચા હશે કે તકલીફ હશે ત્યાં ડેમમાંથી જુલાઈ સુધી પાણી આપવાનું આયોજન કરાયું છે.

બનાસકાંઠાના સીપુ ડેમમાં 15 એપ્રિલ, જૂનાગઢના બાંટવો-ખારો ડેમમાં 15મી જૂન અને અમરેલીના રૈડી ડેમમાં 1 જુલાઈ સુધી ચાલે તેટલો પાણીનો જથ્થો છે. કચ્છના ટપ્પર સહિત 11 ડેમાં પાણીનો જથ્થો છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના 43 ડેમમાં પણ લોકોને પીવાના પાણી જથ્થો આપી શકાશે.

Published On - 6:13 pm, Sun, 22 May 22