મેઘમલ્હાર મહોત્સવ ડાંગની પ્રાચીન સંસ્કૃતિને ઉજાગર કરી રહ્યો છે : પૂર્ણેશ મોદી

રાજયના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડા પ્રધાન નરેદ્ર મોદીએ પ્રવાસન ઉદ્યોગને વેગ મળે અને સ્થાનિક લોકોને રોજગારી મળી રહે તે માટે સાપુતારા ખાતે મોનસૂન ફેસ્ટિવલ ની શરૂઆત કરી હતી.

મેઘમલ્હાર મહોત્સવ ડાંગની પ્રાચીન સંસ્કૃતિને ઉજાગર કરી રહ્યો છે : પૂર્ણેશ મોદી
Inauguration of Monsoon Festival by Purnesh Modi
| Edited By: | Updated on: Jul 30, 2022 | 1:00 PM

ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારા(Saputara) ખાતે રાજ્યના પ્રવાસનમંત્રી પૂર્ણેશ મોદીના હસ્તે એક માસ માટે મોન્સૂન ફેસ્ટિવલનો પ્રારંભ કરાવ્યો હતો. ચાલુ વર્ષે મોન્સૂન ફેસ્ટિવલ 2022 ને મેઘમલ્હાર નામ આપવામાં આવ્યું છે. એક માસ માટે પ્રવાસીઓ  માટે  રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે એડવેન્ચર એક્ટિવિટીનું આયોજન આ મહોત્સવ દરમ્યાન કરવામાં આવશે. આ અવસરે પ્રવાસનમંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે આપનો દેશ સંસ્કૃતિને વરેલો છે. મેઘમલ્હાર મહોત્સવ ડાંગની પ્રાચીન સંસ્કૃતિને ઉજાગર કરી રહ્યો છે.

રાજયના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડા પ્રધાન નરેદ્ર મોદીએ પ્રવાસન ઉદ્યોગને વેગ મળે અને સ્થાનિક લોકોને રોજગારી મળી રહે તે માટે સાપુતારા ખાતે મોનસૂન ફેસ્ટિવલ ની શરૂઆત કરી હતી. આ ફેસ્ટિવલ નું દર વર્ષે ઉત્સાહ સાથે આયોજન કરવામાં આવે છે. ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા વર્ષ 2022 માં આયોજિત મોનસૂન ફેસ્ટીલવ ને મેઘમલ્હાર પર્વ નું નામ આપવામાં આવ્યું છે જેનું ઉદ્ઘાટન રાજ્યના પ્રવાસન મંત્રી પૂર્ણેશ મોદી ના હસ્તે કરવામાં આવ્યું છે.

એક માસ સુધી ચાલનારા આ પર્વનું ઉદ્ઘાટન સ્વાગત સર્કલ ખાતેથી એક પરેડ રૂપે કરવામાં  આવ્યું હતું જેમાં ડાંગી નૃત્ય, પંજાબી નૃત્ય, અને મહારાષ્ટ્રના લોક નૃત્ય સાથે સિદી કલાકારો એ લોક નૃત્ય રજૂ કર્યું હતું. ફેસ્ટિવલના ઉદ્ઘાટન સાથે સાપુતારા ખાતે નવા મ્યૂઝિકલ ફાઉન્ટેન, એમ્ફિ થિયેટર બોટિંગ જેટી જેવા અનેક પ્રકલ્પો નું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ વર્ષે મેઘ મલ્હાર મોન્સૂન ફેસ્ટિવલ માં ખાસ ડાંગી ફૂડ કોર્ટ નું આયોજન હાથ ધરવામાં આવ્યું છે જેમાં ડાંગ જિલ્લા ની પ્રખ્યાત નાગલી ધાન્ય સહિતની વિવિધ વાનગીઓ નો રસથાળ પીરસવામાં આવશે. કોરોનાકાળના 2 વર્ષ બાદ ફરી એકવાર મોનસૂન ફેસ્ટિવલ ના આયોજન ને લઈને પ્રવાસીઓ અને સ્થાનિક વેપારીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે.

ઉલ્લેખનીય છે કે ચોમાસામા નવપલ્લવિત થઈ ઉઠતી ડાંગ જિલ્લાની પ્રકૃતિને માણવા આવતા પર્યટકોને મેઘમલ્હાર પર્વ દરમિયાન સાપુતારાના મુખ્ય ડોમ ખાતે શનિ, રવિની રજાઓ સહિત જાહેર રજાઓના દિવસે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.  જન્માષ્ટમી પર્વે દહીં હાંડી સ્પર્ધા, રેઇન રન મેરેથોન, બોટ રેસિંગ, તથા નેચર ટ્રેઝર હન્ટ ના વિશેષ કાર્યક્રમોનુ પણ આયોજન કરવામાં આવશે. મહોત્સવને ચોમાસા દરમ્યાન પર્યટકોનું વિશેષ આકર્ષણ બનાવવા પ્રયત્ન કરાઈ રહ્યો છે.

Published On - 1:00 pm, Sat, 30 July 22