Weather Update : આજે દક્ષિણ ગુજરાતમાં જામશે વરસાદી માહોલ, જાણો તમારા શહેરમાં કેવુ રહેશે હવામાન

|

Sep 20, 2022 | 7:12 AM

હવામાન વિભાગની (IMD) આગાહી મુજબ આજે દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ પડી શકે છે.તો સાથે જ આગામી 2 દિવસોમાં રાજ્યના તાપમાનમાં 2 ડિગ્રીનો વધારો થઇ શકે છે.

Weather Update : આજે દક્ષિણ ગુજરાતમાં જામશે વરસાદી માહોલ, જાણો તમારા શહેરમાં કેવુ રહેશે હવામાન
Gujarat Weather

Follow us on

રાજ્યમાં આગામી 3 દિવસ છૂટોછવાયો વરસાદ(Rain forecast) વરસી શકે છે.હવામાન વિભાગે આગાહી કરી છે કે સામાન્ય વરસાદી સિસ્ટમના પગલે આગામી 3 દિવસમાં રાજ્યમાં (gujarat) છૂટોછવાયો વરસાદ વરસી શકે છે.અને અમદાવાદ તથા ગાંધીનગરમાં વરસાદી ઝાપટા પડી શકે છે.સાથે જ આગામી 2 દિવસોમાં રાજ્યના તાપમાનમાં 2 ડિગ્રીનો વધારો થઇ શકે છે.હવામાન વિભાગની (IMD) આગાહી મુજબ આજે દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ પડી શકે છે.

અમદાવાદમાં વરસાદની કોઈ સંભાવના નથી

જો આજના હવામાનની વિગતવાર વાત કરીએ તો 20 સપ્ટેમ્બર એ અમદાવાદમાં (Ahmedabad) ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 34 રહેશે. તેમજ દિવસ દરમિયાન વરસાદની કોઈ સંભાવના નથી.અમરેલીમાં ન્યૂનતમ તાપમાન 24 અને મહતમ તાપમાન 32 રહેશે.તેમજ વરસાદ થવાની શક્યતા કોઈ શક્યતા નથી. તો આણંદમાં (Anand)વરસાદના કોઈ એંધાણ નથી.જ્યાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 34 રહેશે.જો ઉતર ગુજરાતમાં અરવલ્લીની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 24 અને મહતમ તાપમાન 33 રહેશે.તો વરસાદની શક્યતા નહિવત છે.બનાસકાંઠામાં ન્યૂનતમ તાપમાન 24 અને મહતમ તાપમાન 34 રહેશે.તેમજ મધ્યમ વરસાદ પડશે.ઉપરાંત ભરૂચમાં (Bharuch) ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 32 રહેશે.તેમજ દિવસ દરમિયાન વરસાદની કોઈ શકયતા નથી.

ભાવનગરની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 33 રહેશે. તેમજ દિવસ દરમિયાન વરસાદની કોઈ શક્યતા નથી.તો બોટાદમાં (Botad) ન્યૂનતમ તાપમાન 24 અને મહતમ તાપમાન 33 રહેશે. બીજી તરફ છોટાઉદેપુરમાં ન્યૂનતમ તાપમાન 24 અને મહતમ તાપમાન 32 રહેશે. તો દિવસ દરમિયાન વાદળછાયુ વાતવારણ રહેશે. દાહોદમાં ન્યૂનતમ તાપમાન 23 અને મહતમ તાપમાન 31 રહેશે.તેમજ મધ્યમ વરસાદની સંભાવના છે. તો દક્ષિણ ગુજરાતમાં ડાંગની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 23 અને મહતમ તાપમાન 31 રહેશે.તેમજ વરસાદ થવાની કોઈ સંભાવના નથી. જો દેવભૂમિ દ્વારકાની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 21 અને મહતમ તાપમાન 27 રહેશે, તેમજ ભારે વરસાદ થવાની શક્યતા છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

મધ્ય ગુજરાતમાં આજે વધશે ગરમીનો પારો

ગાંધીનગરની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 35 રહેશે. તેમજ દિવસ દરમિયાન વરસાદની કોઈ શક્યતા નથી. તો ગીર સોમનાથમાં (Gir somnath) ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 29 રહેશે.જો સૌરાષ્ટ્રમાં જામનગરના (jamnagar) હવામાનની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 31 રહેશે.તેમજ દિવસ દરમિયાન વરસાદના કોઈ એંધાણ નથી. જ્યારે જુનાગઢમાં ન્યૂનતમ તાપમાન 23 અને મહતમ તાપમાન 32 રહેશે તેમજ વાદળછાુ વાતાવરણ રહેશે. જ્યારે કચ્છમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 34 રહેશે, તેમજ દિવસ દરમિયાન વરસાદની કોઈ શક્યતા નથી.

ખેડાની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 35 રહેશે.તો દિવસ દરમિયાન વરસાદના કોઈ એંધાણ નથી. બીજી તરફ મહીસાગરમાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 34 રહેશે.જ્યાં બફારાનો અનુભવ થશે.મધ્ય ગુજરાતમાં મહેસાણામાં(Mehsana) ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 35 રહેશે.અને વરસાદની કોઈ સંભાવના નથી.તો મોરબીમાં પણ ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 33 રહેશે.જ્યારે દિવસ દરમિયાન વરસાદની કોઈ સંભાવના નથી.તો નર્મદામાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 32 નોંધાશે.તેમજ દિવસ દરમિયાન વાદળછાયુ વાતાવરણ રહેશે.

સૌરાષ્ટ્રવાસીઓ આજે બફારાનો અનુભવ કરશે

નવસારીની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 30 નોંધાશે.તેમજ દિવસ દરમિયાન હળવા વરસાદની સંભાવના છે.તો પંચમહાલમાં ન્યૂનતમ તાપમાન 24 અને મહતમ તાપમાન 33 રહેશે,તેમજ વરસાદની શક્યતા નહિવત છે.પાટણમાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 34 નોંધાશે, તો દિવસ દરમિયાન બફારાનો અનુભવ થશે. પોરબંદરમાં (Porbandar) ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 30 નોંધાશે.તેમજ દિવસ દરમિયાન વરસાદ થવાની શકયતા ઓછી છે.

જો સૌરાષ્ટ્રમાં રાજકોટની વાત કરીએ તો ન્યૂનમત તાપમાન 23 અને મહતમ તાપમાન 33 નોંધાશે.ઉપરાંત દિવસ દરમિયાન વરસાદની કોઈ શક્યતા નથી.તો સાબરકાંઠામાં ન્યૂનમત તાપમાન 24 અને મહતમ તાપમાન 34 નોંધાશે.તેમજ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં સુરતમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરેન્દ્રનગરમાં (Surendranagar) ન્યૂનમત તાપમાન 25 અને મહતમ તાપમાન 35 નોંધાશે.તો તાપીમાં ન્યૂનમત તાપમાન 24 અને મહતમ તાપમાન 30 નોંધાશે.તેમજ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.જો વડોદરાની વાત કરીએ તો શહેરમાં ન્યૂનમત તાપમાન 25 અને મહતમ તાપમાન 34 નોંધાશે,તો વરસાદ થવાની સંભાવના નથી. વલસાડમાં ન્યૂનમત તાપમાન 25 અને મહતમ તાપમાન 29 નોંધાશે,તેમજ દિવસ દરમિયાન હળવા વરસાદ થવાની સંભાવના છે.

(નોંધ : આ માત્ર પ્રાથમિક અનુમાન છે,તેમાં ફેરફાર આવી શકે છે.)

Published On - 6:45 am, Tue, 20 September 22

Next Article