Dang: હવે દુર્ગમ વિસ્તારોમાં પણ ફોનની ઘંટડી રણકશે, કનેક્ટિવિટીની સમસ્યાઓ દૂર કરવા ભાર મુકાયો

|

Oct 14, 2023 | 7:22 AM

Dang  : ડાંગ જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમા વલસાડ-ડાંગના સાંસદ ડો.કે.સી.પટેલ, ગુજરાત વિધાનસભા(Gujarat Assembly)ના નાયબ મુખ્ય દંડક અને ડાંગના ધારાસભ્ય  વિજયભાઈ પટેલ તેમજ ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ નિર્મળાબેન ગાઈન સહિતના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં ડીસ્ટ્રીકટ ડેવલોપમેન્ટ કો ઓર્ડીનેશન અને મોનીટરીંગ કમિટી (District Development Co-ordination and Monitoring Committee) જે દિશા તરીકે ઓળખાય છે તેની અગત્યની બેઠક મળી હતી.

Dang:  હવે દુર્ગમ વિસ્તારોમાં પણ ફોનની ઘંટડી રણકશે, કનેક્ટિવિટીની સમસ્યાઓ દૂર કરવા ભાર મુકાયો

Follow us on

Dang  : ડાંગ જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમા વલસાડ-ડાંગના સાંસદ ડો.કે.સી.પટેલ, ગુજરાત વિધાનસભા(Gujarat Assembly)ના નાયબ મુખ્ય દંડક અને ડાંગના ધારાસભ્ય  વિજયભાઈ પટેલ તેમજ ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ નિર્મળાબેન ગાઈન સહિતના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં ડીસ્ટ્રીકટ ડેવલોપમેન્ટ કો ઓર્ડીનેશન અને મોનીટરીંગ કમિટી (District Development Co-ordination and Monitoring Committee) જે દિશા તરીકે ઓળખાય છે તેની અગત્યની બેઠક મળી હતી.

આહવા(Ahwa) ખાતે ડાંગ જિલ્લાની ડીસ્ટ્રીકટ ડેવલોપમેન્ટ કો ઓર્ડીનેશન અને મોનીટરીંગ કમિટી (દિશા)ની બેઠકને સંબોધતા સંસદ ડો.પટેલે ડાંગ જિલ્લાના પ્રજાજનો સુધી સરકારી યોજનાઓના લાભ પહોચાડવા અપીલ કરી હતી. સાંસદે ઉમેર્યું હતું કે  સરકારી કામો પુર્ણ થયા બાદ જેતે વિભાગના અમલિકરણ અધિકારીને પદાધિકારીઓ સાથે સંકલનમા રહીને પ્રજાજનો સુધી તેના લાભો સુપેરે પહોંચાડવા માટે મહત્તમ પ્રયત્નો કરવા જોઈએ.

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

આ પણ વાંચો : Dang : ડાંગ જિલ્લામાં ઉગતા કુમળા વાંસનું અથાણું ભોજનનો સ્વાદ બમણો કરી દે છે, ડાંગની વિશેષતા અંગે જાણો વિગતવાર

ડાંગની સંદેશા વ્યવહારની સ્થિતિની સમીક્ષા કરતા સાંસદએ વિશિષ્ટ ભૂપૃષ્ઠ ધરાવતા ડાંગ જેવા દુર્ગમ વિસ્તારમાં કનેક્ટિવિટીના પ્રશ્ને સુચારુ આયોજન કરી સમય મર્યાદામાં કામો પૂર્ણ કરવાની સૂચના BSNL ના અધિકારીઓને આપી હતી.

બેઠકમા ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલે પ્રજાના પ્રશ્નોને ધ્યાને લઇને લાભાર્થીઓને સમયસર યોજનાકીય લાભો પહોંચાડવાની વિવિધ અમલીકરણ અધિકારીઓને અપીલ કરી હતી. પટેલે સંદેશ વ્યવહાર, વન વિસ્તારના અંતરિયાળ માર્ગો, ડુબાણમાં જતા કોઝ વે ના વિસ્તાર જેવા પ્રશ્ને પણ સુચારુ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

જિલ્લા કલેકટર મહેશ પટેલે પ્રજા કલ્યાણની યોજનાઓ અને વ્યક્તિગત તથા સામૂહિક વિકાસ કામોમા ગતિ લાવવા સાથે આગામી લોકસભાની સામાન્ય ચુંટણીને અનુલક્ષીને જિલ્લાના વિકાસ કાર્યો સમય મર્યાદામાં પૂર્ણ કરવા અંગેનું સુચારુ આયોજન હાથ ધરવાની સૂચના આપી હતી.

આ પણ વાંચો : Dang : કુદરતી સૌંદર્ય જ નહીં હવે તો Strawberry સાપુતારાની ઓળખ બનશે, જાણો કઈ રીતે?

જિલ્લા વિકાસ અધિકારી આર.એમ.ડામોરે નાણાં પંચ સહિતના જુદા જુદા સદર હેઠળના વિકાસકાર્યો સમય મર્યાદામાં પૂર્ણ કરવાનો અનુરોધ કર્યો હતો.

જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી આ બેઠકમા જિલ્લા વિકાસ અધિકારી આર.એમ.ડામોર, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ ભરત ભોયે, તાલુકા પંચાયતોના નવનિયુક્ત પ્રમુખ, પદાધિકારીઓ, અધિક નિવાસી કલેકટ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શિવાજી તબિયાર, જિલ્લા પોલીસ અધિક્ષક જશપાલ જગાણીયા, નાયબ વન સંરક્ષક રવિ પ્રસાદ, વન અધિકારી કેયુર પટેલ અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી  હિરલ પટેલ સાથે  જુદા જુદા વિભાગોના અમલીકરણ અધિકારીઓએ ઉપસ્થિત રહી ચર્ચામા ભાગ લીધો હતો.

ડાંગ સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article