Saputara : અકસ્માત નિવારણ માટે ગુજરાતનો પ્રથમ પાઇલોટ પ્રોજેક્ટ ‘રોલર ક્રશ બેરીયર’

ડાંગ જિલ્લાના વધઇ-સાપુતારા રાજ્યધોરી માર્ગ ઉપર પ્રથમ પાઇલોટ પ્રોજેક્ટ શરૂ કારાયો છે. રોલર ક્રશ બેરીયર ટેકનોલોજીથી માર્ગ અકસ્માતથી થતા માનવ મૃત્યુ તથા ખીણમા જતા વાહનોને અટકાવી શકાશે તેમ છે.

Saputara : અકસ્માત નિવારણ માટે ગુજરાતનો પ્રથમ પાઇલોટ પ્રોજેક્ટ રોલર ક્રશ બેરીયર
| Edited By: | Updated on: May 01, 2023 | 1:05 PM

ઘાટ માર્ગમા અકસ્માત નિવારણ માટે રાજ્ય સરકાર દ્વારા રોલર ક્રશ બેરીયરનો ગુજરાતમા સંભવત સૌ પ્રથમ પાઇલોટ પ્રોજેક્ટ ડાંગ જિલ્લામા અમલી કરાયો છે. રૂપિયા 1015.01 લાખની માતબર રકમથી શરૂ કરાયેલ આ પ્રોજેક્ટના કારણે ગંભીર અકસ્માતો અને તેમાં મૃત્યુ પામતા લોકોની સંખ્યામા નોધપાત્ર ઘટાડો થાય તેમ છે.

રસ્તાના કુલ 11 ભયજનક વળાંકોમા પાઇલોટ પ્રોજેક્ટ તરીકે રોલર ક્રશ બેરીયર

ગુજરાત રાજ્યના ગિરિમથક સાપુતારાને જોડતો વઘઇ-સાપુતારા રોડ અગત્યનો રાજ્યધોરી માર્ગ છે. આ રોડ પર્વતીય વિસ્તારમાંથી પસાર થતો હોવાથી ઘણી જગ્યાએ ઉંડી ખીણ તેમજ ભયજનક વંળાક વિસ્તાર આવે છે. આ રસ્તા ઉપર અકસ્માત નિવારવા માટે મુખ્યમંત્રી તેમજ માર્ગ મકાન મંત્રી દ્વારા રસ્તાના કુલ 11 ભયજનક વળાંકોમા પાઇલોટ પ્રોજેક્ટ તરીકે રોલર ક્રશ બેરીયરનો ઉપયોગ કરવામા આવ્યો છે. આ કામગીરી અગ્રતાના ધોરણે પુર્ણ કરાઈ છે.

હાલ અકસ્માતોના કેસોમાં 50 ટકા જેટલો ધટાડો

ડાંગ જિલ્લા કલેક્ટર મહેશ પટેલ તેમજ જિલ્લા પોલીસ વડા રવિરાજસિંહજી જાડેજા રાજ્ય સરકારની અકસ્માત નિવારણની કામગીરીને ધ્યાને લેતા જિલ્લામા અકસ્માત નિવારણ માટે સતત પ્રયત્નશીલ છે. અકસ્માતથી બચવા માટે મુસાફરોમા જાગૃકતા આવે તે માટે વિવધ કાર્યોક્રમો પણ કરવામા આવી રહ્યા છે. ડાંગ જિલ્લામા ગત દિવસો કરતા હાલ અકસ્માતોના કેસોમાં 50 ટકા જેટલો ધટાડો નોંધાયો છે. હાલ 11 ભયજનક વળાંકની સ્થિતીએ રોલર લગાવવામા આવ્યા છે. આ રોલર લગાડવાના કારણે સત્વરે એક ખાનગી બસનો આબાદ બચાવ થયો હોવાનું પણ સામે આવ્યું હતું.

રોલર સિસ્ટમના કારણે બસના 28 મુસાફરોનો આબાદ બચાવ

દેવીપાડા–બારખાધ્યા ફાટક પાસેની અંબિકા નદી નજીકના વળાંકમા ગત દિવસોમા રાત્રી દરમિયાન એક બસનો ગંભીર અકસ્માત થયો હતો. પરંતુ અહિં રોલર સિસ્ટમના કારણે બસના 28 મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. રોલર ક્રશ બેરીયરના કારણે બસ વળાંક પાસે રોલરને અથડાઉ પરત આવી, અને બસ ખાઇમા જતી બચી ગઇ હતી. જો રોલર ક્રશ બેરીયર નહીં હોત તો બસ નદીના ખીણમા જવાની પૂરેપૂરી સંભાવના હતી.

શું છે રોલર ક્રશ બેરીયર્સ ?

રોલર ક્રશ બેરીયર્સ સૌ પ્રથમ વર્ષ 2006મા કોરીયામા નાંખવામા આવી હતી. ત્યારબાદ આજદિન સુધીમા કુલ 33 દેશમા રોલર બેરીયર્સ અકસ્માત સ્થળ પર નાંખવામા આવેલ છે. જેમા ભારત દેશમા સૌ પ્રથમ હિમાચલ પ્રદેશ રાજ્યમા નેશનલ હાઇવે પર રોલર ક્રશ બેરીયર લગાડવામા આવ્યા હતા. જે બાદ ગુજરાત રાજ્યના એકમાત્ર ગિરિમથક સાપુતારા રોડ પર આ પાયલોટ પ્રોજેક્ટ તરીકેની કામગીરી કરવામા આવી છે.

આ પણ વાંચો : પૂર્વપટ્ટીની ‘પોળસમાળ જુથ પાણી પુરવઠા યોજના’ 18 ગામની તરસ છિપાવશે

આ રોલર બેરીયર્સ કોરીયાની ઇ.ટી.આઇ. કંપની દ્વારા બનવવામા આવે છે. જે કંપનીમાંથી દરેક કોમ્પોનેન્ટ ઇમ્પોર્ટ કરવામા આવે છે. 20 વર્ષ પહેલા એટ્લે 2006મા કોરીયા દેશમા સૌ પ્રથમ નાંખવામા આવેલ રોલર બેરીયર્સ હજીપણ અકબંધ છે. રોલર બેરીયર્સની ક્રેશ ટેસ્ટીંગ આસ્ટો (AASHTO) દ્વારા કરવામા આવેલ છે. આ રોલર બેરીયર્સ ઇમ્પેક્ટ એનર્જીને રોટેશનલ એનર્જીમા ફેરવે છે. જેથી વાહન અથડાયને ફરીથી મુળ લેનમા આવી જાય છે. જેનાથી પ્રાણઘાતક અકસ્માત નિવારી શકાય છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

દેશ ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…