ડાંગ : આદિવાસી વિસ્તારના યુવાનોને રોજગારલક્ષી તાલીમ આપવામાં આવશે

ડાંગ જિલ્લાના 15 વિદ્યાર્થીઓ માટે સરકારના આદિજાતી વિકાસ વિભાગના અનુદાનમાંથી રક્ષા શક્તિ યુનિવર્સિટી ગુજરાત રાજ્યના કન્સલટન્ટ નિવૃત્ત IPS અધિકારી સિદ્ધાર્થ ખત્રીના માર્ગદર્શન હેઠળ તાલીમનુ આયોજન કરવામા આવ્યુ છે.

ડાંગ : આદિવાસી વિસ્તારના યુવાનોને રોજગારલક્ષી તાલીમ આપવામાં આવશે
| Edited By: | Updated on: Dec 05, 2023 | 7:34 AM

ડાંગ જિલ્લાના બેરોજગાર યુવાનો માટે રોજગારલક્ષી તાલીમ મળી રહે તે માટે સુરત રેંજ આઇ.જી. વી. ચંદ્રશેખર તથા ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક યશપાલ જગણીયાના માર્ગદર્શન હેઠળ જિલ્લાના 15 વિદ્યાર્થીઓ માટે સરકારના આદિજાતી વિકાસ વિભાગના અનુદાનમાંથી રક્ષા શક્તિ યુનિવર્સિટી ગુજરાત રાજ્યના કન્સલટન્ટ નિવૃત્ત IPS અધિકારી સિદ્ધાર્થ ખત્રીના માર્ગદર્શન હેઠળ તાલીમનુ આયોજન કરવામા આવ્યુ છે.

ડાંગ જિલ્લાના 15 યુવાનો પોતાની તાલીમ સફળતાપૂર્વક પાસ કરી સ્વરોજગાર મેળવે તે માટે જિલ્લા પોલીલ વડા યશપાલ જગાણીયા તેમજ નાયબ પોલીસ અધિક્ષક  એસ.જી.પાટીલે શુભેચ્છાઓ પાઠવી હતી. આ સાથે જ આગામી વર્ષોમા જિલ્લાના 50 યુવાનો માટે રક્ષા શક્તિ યુનિવર્સિટીમા બેઠકો મળે તેવા પ્રયાસો હાથ ધરાશે તેવી ખાતરી સિદ્ધાર્થ ખત્રીએ આપી હતી.

આ પણ વાંચો : તાપી નદીમાં મરવા પડેલા યુવકનું તેના મિત્ર અને ફાયર બ્રિગેડે જીવ જોખમમાં મુકી કર્યુ રેસક્યુ- જુઓ દિલધડક વીડિયો

ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લામા બેરોજગાર યુવાનો માટે સ્વરોજગારની તકો અન્ય જિલ્લાની સરખામણીમા ઘણી સીમિત છે. આ સાથે જ ડાંગ જિલ્લો પ્રાકૃતિક જિલ્લો હોવાથી અહીં કોઈ પણ ઔદ્યોગિક એકમો સ્થાપી શકાતા નથી. આ જિલ્લાના લોકો માત્ર ખેતી અને પશુપાલન તેમજ પ્રવાસન ક્ષેત્ર ઉપર જ નિર્ભર છે. ત્યારે યુવાનો માટે રોજગારલક્ષી તાલીમનુ આયોજન કરવામા આવ્યુ છે જે ખુબ જ સરાહનીય છે.

આ પણ વાંચો : સુરતમાં બગડેલા શાકભાજીમાંથી ગેસ બનાવી લાખો રૂપિયાની કમાણી કરાય છે, જાણો અનોખા પ્રોજેક્ટ વિશે વિડીયો દ્વારા

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 7:31 am, Tue, 5 December 23