ખેલ મહાકુંભ(Khel Mahakumbh)માં વનવિસ્તાર ડાંગ(Dang)જિલ્લાના રમતવીરોએ ખુબ સારું પ્રદર્શન કરી પ્રશંસા મેળવી છે. તાજેતરમા આયોજિત થયેલી રાજય કક્ષાની ખેલ મહાકુંભ ની જુદી જુદી સ્પર્ધામા ડાંગ જિલ્લાની 3 શાળાઓનું પ્રદર્શન ખુબ સારું રહ્યું હતું. ઉત્કૃસ્ટ દેખાવ કરીને આ રમતવીરોએ ડાંગ જિલ્લાને ગૌરવ અપાવ્યુ છે. બીલીઆંબા, ગોંડલવિહીર અને જામનવિહિર પ્રાથમિક શાળા તથા સ.મા.શાળાના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ અનુક્રમે Under-14, Under-17, Under-14 ટીમમા ગોલ્ડ અને સિલ્વર મેડલ મેળવ્યા છે. બીલીઆંબા પ્રાથમિક શાળા અને સ.મા.શાળાના બાળકોએ અમરેલી ખાતે યોજાયેલી ખો-ખો ( ભાઇઓ અને બહેનો ) સ્પર્ધામા ભાગ લીધો હતો. આ સ્પર્ધાઓમાં ડાંગ જિલ્લાની વિદ્યાર્થીઓની ટીમે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.
સમગ્ર ગુજરાત રાજ્યના ચાર ઝોનમાં ક્ષેત્ર અનુસાર વિજેતા થયેલી બે ટીમો સહીત કુલ આઠ ટીમોએ રાજ્યકક્ષાની આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. ડાંગ જિલ્લાની ખો-ખો રમતમા ભાઈઓએ સતત ચોથા વર્ષે રાજ્ય કક્ષાએ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવી શાળાનુ નામ રોશન કર્યું હતું. કોચ રસિક પટેલ તથા વિમલ ગાવિત અને શાળા પરિવારે બાળકોને અભિનંદન પાઠવી બિરદાવ્યા હતા. બીલીઆંબા સરકારી માધ્યમિક શાળા અને ગાઢવી સરકારી માધ્યમિક શાળાના બાળકોએ Under-17 ખો-ખો કે જે રમત ગમત સંકુલ લિંમડી જી. સુરેન્દ્રનગર ખાતે યોજવામાં આવી હતી તેમાં ડાંગ જિલ્લાની વિદ્યાર્થીઓની ટીમે ફાઇનલ મેચમાં વિજય મેળવી ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે.
ડાંગ જિલ્લાની ટીમમાં સરકારી માધ્યમિક શાળા બીલીઆંબાના 8 ખેલાડીઓ જ્યારે સરકારી માધ્યમિક શાળા ગઢવી ના 4 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી. આ ટીમે ફાઇનલમા સુરત ગ્રામ્ય ની ટીમને પરાજય આપી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. બાળકોની આ સિદ્ધિ બદલ સરકારી માધ્યમિક શાળા બીલીઆંબાના બાળકોને અભિનંદન પાઠવ્યા હતા. ડાંગ જિલ્લાની બહેનોની ટીમમા પ્રાથમિક શાળાના 5 ખેલાડી, બીલીઆંબાના પ્રાથમિક શાળાના 4 ખેલાડી, અને જામનવિહીર પ્રાથમિક શાળાના 3 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી.
આ ટીમોએ સિલ્વર મેડલ અપાવી જિલ્લાનુ નામ રોશન કર્યું છે. પ્રાથમિક શાળાની ભાઈઓ અને બહેનોની ટીમને ગોલ્ડ તથા સિલ્વર મેડલ જીત્યા છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એમ.સી.ભુસારા તથા નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નરેન્દ્રભાઈ ઠાકરે શિક્ષણ સમિતિના અધ્યક્ષ નીલમબેને તથા રમતગમત અધિકારીએ બાળકોની આ સિદ્ધિ બદલ પ્રોત્સાહિત કરી અભિનંદન પાઠવ્યા હતા.
Published On - 10:42 am, Fri, 3 June 22