
Dang : ગુજરાતના આદિવાસી જિલ્લાઓમાંકેટલાક કુરિવાજોને લઈને સમાજમાં મહિલાઓ અત્યાચારનો સામનો કરવા મજબુર બને છે જેમાં ડાકણ પ્રથા એ મુખ્ય દુષણ માનવામાં આવે છે. જે ડાકણ પ્રથા નાબૂદ કરવા નવરાત્રીમાં આયોજનમાં ડાંગ જિલ્લા પોલીસે(Dang Police) વિશેષ જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કર્યું હતું.
આદિવાસી જિલ્લાઓમાં વર્ષોથી કેટલીક અંધશ્રદ્ધાઓ(Superstition)ના કારણે કુપ્રથાઓ ખોટી માન્યતાઓ સાથે ઘર કરી ગઈ છે. એવીજ એક ક્રુર પ્રથા જેમાં કોઇ પણ મહિલાને ગામના લોકો દ્વારા આર્થિક સામાજીક કે શારીરિક બિમારી માટે જવાબદાર ગણી અને “ડાકણ” તરીકે જાહેર કરવામાં આવે છે જે મહિલા સાથે ગામના અને તેના પોતાના પરિવારના લોકો ક્રૂરતા પૂર્વકનો વ્યવહાર કરતા હોય છે.
આવી મહિલાને પ્રતાડિત કરવામાં આવે છે. કેટલાક કિસ્સાઓ મહિલાઓને શારિરીક હાનિ પહોચાડવામાં આવે છે તેમજ આ અત્યાચારોના કારણે મૃત્યુ પણ નિપજાવવામાં આવે છે. ઘણી વખત સ્ત્રીને એટલી હદે પ્રતાડિત કરવામાં આવે છે કે, તેનાથી કેટલીક સ્ત્રી પોતે આત્મહત્યા સુધીનું પગલુ લઇ જીવનનો અંત લાવી દેતી હોય છે. ડાંગ જીલ્લામાં આવા કિસ્સાઓની 154 જેટલી પીડિત મહિલાઓ તરફથી પોલીસ ને અરજી અને ફરિયાદો કરવામાં આવી છે. તેથી આ દુષણને નેસ્તનાબુદ કરવા પોલીસ વિભાગના ‘‘ સુરક્ષા સેતુ સોસાયટી ” અંતર્ગત સામાજીક જાગૃતી અભિયાનના ભાગ રૂપે સાર્વજનિક નવરાત્રી મહોત્સવમાં “ડાકણ પ્રથા” નાબુદી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં 60 થી વધુ મહિલાઓ હિંમત ભેર ઉપસ્થિત રહેતા પોલીસ વિભાગે તેમનું સન્માન કર્યું હતું.
આહવા પોલીસ પરિવાર દ્વારા આયોજિત સાર્વજનિક ગરબા ઉત્સવમાં ડાકણ પ્રથા જેવા કુરિવાજો દૂર કરવા માટે ડાંગના લોકોએ શપથ લીધાહતા . આ જનજાગૃતિ કાર્યક્રમ ડાંગ પોલીસ વિભાગના અધિકારીઓ , ડાંગ જિલ્લાના રાજા ધનરાજસિંહ સૂર્યવંશી અને જિલ્લાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
વનવિસ્તાર ભવ્ય ઈતિહાસ, પરંપરાઓ અને રીતરિવાજોમાં તરબોળ છે, આ તે ભૂમિ છે જેમાં મીરાબાઈની ભક્તિથી લઈને રાણી પદ્મિની સુધીની શૌર્યગાથાઓ છે. પરંતુ કેટલીક પ્રચલિત ખોટી પ્રથાઓ પણ છે જેણે સમાજને કલંકિત કર્યો છે. આવી જ એક દુષ્ટ પ્રથા છે ડાકણ પ્રથા પણ માનવામાં આવે છે. મહિલાઓને ડાકણ કહીને ઘરની બહાર ફેંકી દેવામાં આવે છે. તેણીને માર મારવામાં આવે છે અને શેરીઓની આસપાસ ફેરવવામાં આવે છે. તેના પર જાતીય અત્યાચાર ગુજારવામાં આવે છે.આ પ્રથા અટકાવવા તંત્ર મક્કમ બન્યું છે.