Dang : સાપુતારામાં નયનરમ્ય નજારા સાથે ચિંતા ઉપજાવનારા દ્રશ્યો પણ સામે આવ્યા, ફરવા જાવ તો આટલું ધ્યાન રાખજો

|

Jun 26, 2022 | 2:08 PM

ચોમાસામાં અલૌકિક દર્શયોને માણવા સાપુતારા ખાતે આવતા પ્રવાસીઓ આંનદ અને ઉત્સાહમાં ક્યારેક અકસ્માતનો ભોગ પણ બને છે. ડાંગ વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા કોઈ દુર્ઘટના ન બને એ માટે વિવિધ સ્થળોએ સુરક્ષા કર્મચારીઓ (Security guard) મુકવામાં આવ્યા છે.

Dang : સાપુતારામાં નયનરમ્ય નજારા સાથે ચિંતા ઉપજાવનારા દ્રશ્યો પણ સામે આવ્યા, ફરવા જાવ તો આટલું ધ્યાન રાખજો
સાપુતારામાં લોકો જોખમી રીતે હરતા ફરતા જોવા મળ્યા

Follow us on

ડાંગ (Dang) જિલ્લામાં ચોમાસા (Monsoon) દરમિયાન ફરવા આવતા પ્રવાસીઓને મજા આવે અને તેમનો પ્રવાસ જીવનમાં યાદગાર ક્ષણ બની રહે તે માટે ગુજરાત પ્રવાસન વિભાગે વધુ સુવિધા સાથે નવા પોઇન્ટ્સ બનાવ્યા છે. જેમાં સાપુતારા (Saputara) ખાતે ટેબલ પોઈન્ટ ઉપર બનાવેલ સેલ્ફી પોઇન્ટ જયાંથી એક સાથે બોટિંગ હાઉસ, સનરાઈઝ પોઈન્ટ, માલેગાંવ તેમજ ચારે બાજુ લીલાછમ પર્વતો ઉપર સંતાકૂકડી રમતા વાદળો વચ્ચે ઉભા રહેવાનો આનંદ કઈક અલગ છે. જો કે ચોમાસામાં આવા અલૌકિક દર્શયોને માણવા સાપુતારા ખાતે આવતા પ્રવાસીઓ આંનદ અને ઉત્સાહમાં ક્યારેક અકસ્માતનો ભોગ પણ બને છે. ડાંગ વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા કોઈ દુર્ઘટના ન બને એ માટે વિવિધ સ્થળોએ સુરક્ષા કર્મચારીઓ (Security guard) મુકવામાં આવ્યા છે. છતાં કેટલાક પ્રવાસીઓ (Tourists) આવા સુરક્ષા ગાર્ડની વાતો ન માની ફોટો કે સેલ્ફી લેવા જીવ જોખમમાં મુકતા નજરે પડે છે.

સાપુતારામાં શનિવારે રોજ આવા જ કેટલાક દ્રશ્યો જોવા મળ્યા હતા, જેમાં સેલ્ફી પોઇન્ટ ઉપર સુરક્ષા માટે બનાવેલી રેલિંગ ઉપર એક સાથે પાંચ લોકો બેસીને સેલ્ફી લઈ રહ્યા હતા, બીજી તરફ હજારો ફૂટ ઉપર રોપવેમાં સવાર પ્રવાસીઓ પણ મસ્તીમાં નિયમો ભૂલી ગયા હતા અને એક રોપવે કેબિનમાંથી બીજી કેબિનમાં બેસેલા લોકો એક બીજાને હાથ મળવવા માટે પ્રયત્ન કરતા સ્પષ્ટ જોવા મળ્યા હતા, આ બંને દ્રશ્ય મોટા અકસ્માતને આમંત્રણ આપતા હોય તેવુ લાગી રહ્યુ છે. આ બન્ને તસ્વીર સર્પગંગા તળાવ પાસેના એક દુકાન ધારકરિતેશભાઈ પટેલના કેમેરામાં કેદ થઈ છે, આ પ્રકારની હરકત સાપુતારામાં આવતા અન્ય પ્રવાસીઓ માટે પણ જોખમી બની શકે છે.

પ્રવાસીઓ પોતાની જવાબદારી સમજે એ જરૂરી: વેપારી

સાપુતારામાં વેપાર કરતા રિતેશ પટેલ કહે છે કે, ચોમાસામાં સાપુતારા ખાતે આવતા સહેલાણીની સંખ્યા લાખોમાં હોય છે, અહીંયા લોકો મિત્ર મંડળ અને પરિવાર સાથે આવે છે. ત્યારે ભીડમાં એકબીજાને શોધવા પણ ક્યારેક મુશ્કેલ બની જતા હોય છે, આવા સમયે સુરક્ષા માટે માત્ર વહીવટી તંત્ર ઉપર આશા રાખવી યોગ્ય નથી. કુદરતી સૌંદર્યની મજા માણવા આવતા લોકોએ આંનદમાં આવી જઇ એવી કોઈ હરકત ન કરવી જોઈએ, જેનાથી કોઈ દુર્ઘટનાનો ભોગ બની જવાય, પ્રવાસન વિભાગ સુવિધા આપે છે પણ સાવધાની આપણાં હાથમાં છે. એટલે પ્રવાસીઓ પોતે જવાબદારી સમજે એ જરૂરી છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

દરેક પોઇન્ટ ઉપર સુરક્ષા વધારવામાં આવશે : પૂર્ણેશ મોદી

મીડિયા સમક્ષ રાજ્યના પ્રવાસન મંત્રી પૂર્ણેશ મોદીએ કહ્યું હતું કે, સાપુતારામાં હાલ વિકાસ ઝડપભેર આગળ વધી રહ્યો છે, અહીંયા ફરવા આવતા લોકોને વધુ સુવિધા મળી રહેતા ચોમાસામાં પ્રવાસીઓનો ધસારો વધે છે, આવા સમયે ઉત્સાહમાં આવી જઈ સેલ્ફી લેવા કે અન્ય કારણસર કોઈ દુર્ઘટના ન બને એ માટે અમે સુરક્ષાના વધુ પ્રયત્નો કરીશું.

અગાઉ અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે: પ્રવાસી

સુરતના કામરેજથી પરિવાર સાથે ફરવા આવેલ રાકેશ પટેલે કહ્યુ કે, સાપુતારા અને તેની આસપાસના સ્થળોએ અગાઉ અનેક બનાવ બન્યા છે જેમાં સેલ્ફી લેવાના ચક્કરમાં કોઈએ જીવ ગુમાવ્યો હોય. ત્યારે પ્રવાસીઓની સુરક્ષા માટે થઈને બીજાના જીવ જોખમમાં મૂકે તેવા લોકો માટે માત્ર સૂચના આપવાથી કઈ નહિ થાય. આવા લોકોને દાખલારૂપ દંડ કરવામાં આવે તે જરૂરી છે.

(વીથ ઇનપુટ-રોનક જાની, ડાંગ)

Next Article