Dang: ગિરિમથક સાપુતારામાં ફરી એકવાર કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું, પ્રવાસીઓનો ધસારો વધ્યો

|

Feb 09, 2022 | 9:38 AM

કોરોનામાં લોકડાઉન અને બીજી લહેરમાં અહીંના ટુરીઝમને ઘણી અસર પહોંચી હતી. પ્રવાસીઓનું આગમન થતા અહીંના સ્થાનિક લોકોની રોજગારી ઠપ થઇ ગઇ હતી. જેના કારણે અહીંના લોકોની આર્થિક સ્થિતિ પણ કથળવા લાગી હતી.

Dang: ગિરિમથક સાપુતારામાં ફરી એકવાર કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું, પ્રવાસીઓનો ધસારો વધ્યો
Dang: Natural beauty flourishes once again in Saputara,

Follow us on

ગુજરાત (Gujarat)નો ડાંગ (Dang) જિલ્લો કુદરતી સૌદર્યથી ભરપુર છે. ડાંગ જિલ્લામાં ખાસ કરીને સાપુતારા (Saputara)માં પ્રકૃતિ સોળેકળાએ ખીલી ઉઠેલી હોય છે. દૂર દૂરથી આવતા પ્રવાસીઓ આ કુળદરતી સૌંદર્યને માણવા આવે છે. જોકે શિયાળાની ગુલાબી ઠંડીમાં પણ અહીંનો નજારો આહલાદક બને છે. છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં વાદળછાયુ વરસાદ અને કમોસમી વરસાદના પગલે ડાંગમાં વાતાવરણ ખીલી ઉઠ્યુ છે.

છેલ્લા ઘણાં સમયથી વાતાવરણમાં સતત ફેરફાર થતા રહ્યા છે. ક્યારેક કમોસમી વરસાદ તો ક્યારેક પવનના જોરને કારણે પ્રકૃતિની મહેર એવા ડાંગ જિલ્લામાં ધુમ્મસવાળુ વાદળછાયું વાતાવરણ જોવા મળે છે. બદલાતા વાતાવરણ વચ્ચે ગિરિમથક સાપુતારામાં ફરી એકવાર કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે, પર્વતીય હારમાળા વચ્ચે શાંત સરોવરની આસપાસ પશુ પક્ષીઓ વસંત ઋતુની મજા લેતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. ફૂલ ગુલાબી ઠંડીમાં સાપુતારા ખાતે વહેલી સવારે સુર્યોદય અને સાંજે સૂર્યાસ્ત જોવા માટે લોકો દૂર દૂરથી આવે છે.

 

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

ડાંગ જિલ્લામાં ખાસ કરીને સાપુતારાના પ્રવાસે લોકો આવતા હોય છે. અહીંના પહાડોનો અદભુત નજારો, અહીં વાંસમાંથી બનાવાતી વસ્તુઓની કળા, સાપુતારાના સરોવરમાં બોટિંગ જેવી વસ્તુઓનો પ્રવાસીઓ ભારે આનંદ ઉઠાવતા હોય છે.

ડાંગ જિલ્લામાં બદલાયેલા વાતાવરણની સાથે ધુમ્મસવાળુ વાતાવરણ પણ જોવા મળી રહ્યુ છે. તેની સાથે હવે અહીં પ્રવાસીઓનું આગમન શરુ થઇ ગયુ છે. આવા વાતાવરણને માણવા અહીં દુરદુરથી લોકો આવતા હોય છે.

કોરોનામાં લોકડાઉન અને બીજી લહેરમાં અહીંના ટુરીઝમને ઘણી અસર પહોંચી હતી. પ્રવાસીઓનું આગમન થતા અહીંના સ્થાનિક લોકોની રોજગારી ઠપ થઇ ગઇ હતી. જેના કારણે અહીંના લોકોની આર્થિક સ્થિતિ પણ કથળવા લાગી હતી. ત્રીજી લહેરમાં ગુજરાતમાં લોકડાઉન તો લાગ્યુ નથી. જો કે કેટલાક પ્રતિબંધોને કારણે પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો હતો. હવે કોરોનાના કેસ ધીમે ધીમે ઘટી રહ્યા છે ત્યારે અહીંના કુદરતી સૌંદર્યનો નજારો માણવા ધીરે ધીરે ડાંગમાં પ્રવાસીઓનું આગમન શરુ થઇ ગયુ છે.

આ પણ  વાંચો-

અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનું કેરળના જંગલોમાં ઘડાયું હતું ષડયંત્ર, જાણો આ ઘટનાના અન્ય તથ્યો

આ પણ વાંચો-

કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહ 19 ફેબ્રુઆરીએ સુરત આવશે,બાજીપૂરામાં સહકાર સંમેલનમાં હાજરી આપશે

 

Next Article