DANG : જિલ્લામાં ઝરમર વરસાદ વચ્ચે કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠયું છે. કુદરતે મનમૂકીને સાપુતારામાં સૌંદર્ય વિખેર્યું હોય તેવા દ્રશ્યો દેખાતા ગુજરાત પ્રવાસન વિભાગે પ્રવાસન મંત્રી જવાહર ચાવડાની ઉપસ્થિતિમાં કોવિડ ગાઈડલાઇન્સ મુજબ કેટલાક નિયમો સાથે મોન્સૂન ફેસ્ટિવલ 2021ની શરૂઆત કરી દીધી છે.
કોરોનાની પ્રથમ લહેરમાં ચુસ્ત લોકડાઉનને લઈને વર્ષ 2020માં મોનસૂન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું ન હતું. જેના કારણે પ્રવાસીઓના નારાજ થયા હતા. જોકે આ વર્ષ ત્રીજી લહેરની આશંકા વચ્ચે પણ સાપુતારા આવતા પર પ્રવાસીઓને મનોરંજન પૂરું પાડવા માટે ખાસ કેટલાક નિયમો સાથે મોનસૂન ફેસ્ટીવલનું આયોજન કર્યું છે.
મોટા ડોમમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત ન થાય એ રીતે અને ખુલ્લા આકાશ નીચે ઓડિટોરિયમ 150 લોકો બેસીને રંગારંગ અને સાંસ્કૃતિ કાર્યક્રમ માણી શકે એ મુજબનું આયોજન કરવામાં આવ્યું છે. 150થી વધારે લોકોના પ્રવેશ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
ફરજિયાત માસ્ક સાથે મર્યાદિત સંખ્યામાં પ્રવાસીઓએ કાર્યક્રમની મજા માણી હતી. ફેસ્ટિવલ સાથે લોકોને રોજગારી મળી રહે તે માટે ખાસ બોટિંગ હાઉસ નજીક હસ્તકલા બજાર ખુલ્લું મુકવામાં આવ્યું છે. જેમાં પ્રવાસીઓ ગ્રામીણ લોકોએ બનાવેલ વસ્તુઓ ખરીદી શકે તેમ આયોજન કરવામાં આવ્યું છે. ફેસ્ટિવલમાં ઉપસ્થિત પ્રવાસન મંત્રી જવાહર ચાવડાએ કહ્યું હતું કે ગત વર્ષે મોન્સૂન ફેસ્ટિવલ કરી શક્યા ન હતા જોકે આ વર્ષે આયોજન કર્યુ અહીંયા આવીને જોતા એવું લાગે છે કે નિર્ણય બરાબર છે.
ઉલ્લેખનીય છે કે 10 વર્ષ પહેલાં સાપુતારા ખાતે પ્રવાસીઓને આકર્ષવા અને સ્થાનિક લોકોને રોજગારી મળી રહે તે માટે શરૂ કરવામાં આવેલ મોનસૂન ફેસ્ટિવલ નો હેતુ સિદ્ધ થયો છે. પહેલા સાપુતારામાં પ્રવાસીઓને બોલાવવા પડતા હતા. જ્યારે આજે ખૂબ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે.
દરચોમાસની સિઝનમાં ડાંગ જિલ્લાનું વાતાવરણ ખીલી ઉઠે છે. ત્યારે અહીં પ્રવાસીઓ પણ મોટી સંખ્યામાં ઉમટી પડે છે. ત્યારે મોન્સુન ફેસ્ટીવલના પ્રારંભથી પ્રવાસીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે.
આ પણ વાંચો : PANCHMAHAL : ભાજપના પૂર્વ સાંસદનો પુત્ર વીજ ચોરી કરતા ઝડપાયો
આ પણ વાંચો : Maharashtra: BMCની ચૂંટણી પહેલા BJP-MNSનું થઈ શકે છે ગઠબંધન, ચંદ્રકાંત પાટીલ અને રાજઠાકરેની મુલાકાત બાદ અટકળો તેજ