Surat ના રસ્તા બદસુરત: ‘ગાડી તો તૂટી ગઈ, મારી કમર પણ તૂટી જશે’, સામાન્ય નાગરિકનો SMC ને કટાક્ષ

|

Sep 20, 2021 | 2:24 PM

Surat : સુરત શહેરમાં વરસાદના કારણે રોડ રસ્તા ની હાલત અત્યંત ખરાબ થઇ ગયેલી જોવા મળી રહી છે. શહેરના મોટા ભાગના રોડની સ્થિતિ ખરાબ જોવા મળી રહી છે.

ગુજરાતમાં ઠેર ઠેર વરસાદથી રસ્તા ધોવાયા (Road Condition) હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. સુરત શહેરમાં પણ આવા જ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વરસાદના (Heavy Rain) કારણે રોડ રસ્તા ની હાલત અત્યંત ખરાબ થઇ ગયેલી જોવા મળી રહી છે. શહેરના મોટા ભાગના રોડની સ્થિતિ ખરાબ જોવા મળી રહી છે. જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. એટલું જ નહીં આ રસ્તાઓને લઈને ભારે રોષ પણ નાગરીકોમાં જોવા મળી રહ્યો છે.

સુરત શહેરના (Surat City) રોડ પર મસ મોટા ખાડા જોવા મળી રહ્યા છે. વરસાદમાં રોડનું ધોવાણ થયું છે. અને આનાથી થતી હેરાનગતિ સ્થાનિક લોકોને ભોગવવી પડી રહી છે. વાહનચાલકોને આ કારણે અક્સમાતનો ભોગ બનવું પડે છે. લોકોનું કહેવું છે કે પોશ વિસ્તારના ખાડા તુરંત ભરી દેવામાં આવે છે જ્યારે અમુક રસ્તાઓ તરસ તંત્ર ધ્યાન નથી આપતું. લોકો રોડ ધોવાણથી પરેશાન છે ત્યારે રોડ રસ્તાની ગુણવત્તાને લઈને લોકો સવાલ ઉભો કરી રહ્યા છે.

આવી જ હાલત રાજ્યના લગભગ દરેક શહેરમાં જોવા મળી રહી છે. નવસારી શહેર અને જિલ્લામાં પણ રસ્તાઓના ગાબડાં ને લઈને સવાલ ઉઠ્યા હતા. નવસારીમાં ખાડા ઉપરાંત કેટલાક રસ્તાઓ નગરપાલિકાની કામગીરીને કારણે ખોદી નાખવામાં આવ્યા છે. રસ્તાઓના ખાડા પુરાવા માટે અગાઉ પણ તેમાં પુરણ કરવામાં આવ્યું હતું. પરંતુ વરસાદના બીજા રાઉન્ડમાં ફરી રસ્તા એવાને એવા થઈ જતાં લોકોને આવન-જાવનમાં ઘણી મુશ્કેલી પડે છે. મહત્વનું છે કે નિશ્ચિત મુદત સુધી રસ્તાઓના સમારકામની જવાબદારી જે તે કોન્ટ્રાકટરની હોય છે. પરંતુ તૂટેલા રસ્તાઓના સમારકામ હજી સુધી શરુ નહીં થયા હોવાથી સ્થાનિકો રોષે ભરાયા છે.

 

આ પણ વાંચો: Somnath મંદિરના શિલ્પ કાર્યનું થ્રી-ડી ટેકનિકથી સ્કેનિંગ કરાશે, વર્ચ્યુઅલ ડોક્યુમેન્ટ તૈયાર થશે

આ પણ વાંચો: ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે ગૃહમંત્રી અમિત શાહની દિલ્હીમાં શુભેચ્છા મુલાકાત લીધી

Next Video