Rajkot: કમોસમી વરસાદની ભારે અસર, જેતપુર APMC માર્કેટ યાર્ડમાં રહેલો પાક પલળી જતા નુકસાન
સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. જેના પગલે રાજકોટના જેતપુરમાં કમોસમી વરસાદથી માર્કેટ યાર્ડમાં ભારે નુકસાન જોવા મળ્યું હતું.
રવિવાર સાંજે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ જોવા મળ્યો. વરસાદ વરસતા સૌ અચંબામાં પડી ગયા હતા. તો ખેડૂતો ફરી ચિંતાગ્રસ્ત બન્યા. કેટલાક ખેડૂતો કે જેમનો પાક તૈયાર છે તેઓનો ઉભો પાક પલળી જતા ચિંતા વધી. તો બીજી તરફ માર્કેટ યાર્ડમાં આવેલો માલ પણ પલળી જતા વેપારીઓને પણ નુકસાન થયાની આશંકા છે.
રાજકોટના જેતપુરમાં કમોસમી વરસાદથી માર્કેટ યાર્ડમાં ભારે નુકસાન જોવા મળ્યું હતું. અચાનક વરસેલા વરસાદમાં યાર્ડમાં પડેલ મગફળી અને ડુંગળી પલળી ગઈ હતી. યાર્ડમાં ખુલ્લામાં પડેલ ખેડૂતો અને વેપારીની મગફળી, ડુંગળીને નુકસાન થવા પામ્યું હતું. સિઝન હવે બદલાઈ રહી છે અને પાક ધીમે ધીમે યાર્ડ તરફ આવી રહ્યો છે ત્યારે વરસાદમાં પાક પલળી જતા વેપારી અને ખેડૂતોની ચિંતા વધી છે.
સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. યાત્રાધામ વીરપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. અતિવૃષ્ટિમાં બચેલ પાક ઉપર કમોસમી વરસાદ થતા ચિંતા વધી ગઈ છે. અમરેલીના વડિયા અને ખાંભા વિસ્તારમાં કમોસમી વરસાદ પડવાથી સૌ ચિંતામાં આવી ગયા છે. ગ્રામ્ય વિસ્તારમાં આ વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદથી ખેડૂતોને પાકમાં ભારે નુકસાન થવાની આશંકા સતાવી રહી છે. જણાવી દઈએ કે ખેડૂતોએ ઉપાડેલ મગફળીના પાથરા ઉપર વરસાદ પડતાં મોટા નુકસાનની ભીતિ વ્યાપી ગઈ છે. મગફળીના તૈયાર પાક ઉપર વરસાદ વરસતા પાકનું ધોવાણ થયાના દ્રશ્યો સર્જાયા છે. જેને લઈને ખેડૂતો ચિંતામાં આવી ગયા છે.
આ પણ વાંચો: Health Tip : તાવ-શરદીમાં ભૂલથી પણ ન ખાતા આ હેલ્ધી ફૂડ, સ્વાસ્થ્ય માટે પડી જશે મોંઘુ
આ પણ વાંચો: 100 કરોડ વેક્સિનેશનની અમદાવાદમાં જોરદાર ઉજવણી, મોદી માસ્ક પહેરીને કાર્યકર્તાઓ જોડાયા ઉજવણીમાં