રાજકોટમાં રોજની 15 કરોડની જ્વેલરીનું વેચાણ, પુષ્ય નક્ષત્ર અને ધનતેરસ પહેલા જ્વેલરીનું વેચાણ વધ્યું

|

Oct 25, 2021 | 4:24 PM

ગત વર્ષે તહેવારોની મોસમ સોની વેપારીઓ માટે સદંતર નિષ્ફળ ગઇ હતી, માત્ર ૨૦ થી ૨૫ ટકા જ વેપાર નોંધાયો હતો ઝવેરીઓના જણાવ્યા મુજબ દર વખતે Dussehra થી અને દિવાળીના સમયગાળામાં સોનાના વેપારમાં વૃદ્ધિ નોંધાઈ છે.

રાજકોટમાં હાલ અંદાજે રોજની 15 કરોડ રૂપિયાની જ્વેલરીનું વેચાણ થઈ રહ્યું છે. જ્વેલર્સો માટે પુષ્ય નક્ષત્ર અને ધનતેરસ સૌથી અગત્યનો દિવસ ગણાય છે. સામાન્ય દિવસો કરતાં વધારે દાગીનાનું વેચાણ થાય છે. પરંતુ કોરોનાકાળમાં લગ્ન ધામધૂમથી ઉજવી શકાયા ન હતાં. જેમના લગ્ન મોકૂફ થયા હતાં તેઓ પણ લગ્ન કરી રહ્યાં છે માટે હવે જ્વેલરીની ખરીદી પણ નીકળી રહી છે. ઈબ્જાના પ્રમુખની વાત માનીએ તો, લગ્નસરાની સિઝનને ધ્યાનમાં રાખીને લોકો ખરીદી કરતાં થયા છે.

ઘણા સમયથી સુસ્ત બનેલી સોની બજારના તેજીનો ઝળહળાટ પથરાતાં ઝવેરીઓના ચહેરા પર ચળકાટ જોવા મળી રહ્યો છે. Dussehra નું પર્વ સુધરી જતા હવે દિવાળીનો તહેવાર પણ સોની બજાર માટે ખીલી ઉઠે તેવી વેપારીઓને આશા છે.

ગત વર્ષે તહેવારોની મોસમ સોની વેપારીઓ માટે સદંતર નિષ્ફળ ગઇ હતી, માત્ર ૨૦ થી ૨૫ ટકા જ વેપાર નોંધાયો હતો ઝવેરીઓના જણાવ્યા મુજબ દર વખતે Dussehra થી અને દિવાળીના સમયગાળામાં સોનાના વેપારમાં વૃદ્ધિ નોંધાઈ છે. પરંતુ કોરોનાના લીધે તેને ફટકો પડો હતો. ત્યારે આ વખતે દિવાળી પછી લગાળાની સિઝન શરૂ થવા જઈ રહી છે જેની ખરીદી માર્કેટમાં નોંધાઈ છે. આજે Dussehra ના પર્વ પર લોકોએ સોનાની જવેલરી ઉપરાંત ચાંદીની લગડીની ખૂબ ખરીદી કરી હોવાનું જવેલરીના વેપારીઓ જણાવી રહ્યાં છે.

 

આ પણ વાંચો : Char Dham Yatra: હિમવર્ષા વચ્ચે ચારધામ યાત્રા ફરી શરૂ, ગંગોત્રી-યમુનોત્રી સહિતના વિસ્તારોમાં ઠંડીમાં થયો વધારો

 

 

 

Next Video