Dahod : પીએમ મોદીના જન્મ દિવસની ઉજવણીના ભાગરૂપે અનેક સ્થળોએ કોરોના રસીકરણ સેન્ટર શરૂ કરાયા

|

Sep 17, 2021 | 2:19 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસે દેશભરમાં દોઢ કરોડ લોકોને રસી આપવાનો લક્ષ્યાંક છે ત્યારે દાહોદ તંત્ર પણ આ કાર્યમાં જોડાયું છે .

ગુજરાત(Gujarat)ના દાહોદ (Dahod)એસટી બસ સ્ટેન્ડ ઉપર વડાપ્રધાન મોદીના(Pm Modi)જન્મ દિવસની આગલી રાતથી જ ઉજવણી શરુ કરવામાં આવી છે. જેમાં વેક્સિન મુકવાની શરુઆત જીલ્લા કલેકટર અને જીલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતીમાં કરવામાં આવી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના જન્મ દિવસે દેશભરમાં દોઢ કરોડ લોકોને રસી આપવાનો લક્ષ્યાંક છે ત્યારે દાહોદ તંત્ર પણ આ કાર્યમાં જોડાયું છે .

જેમાં દાહોદ એસટી બસ સ્ટેન્ડ પર જ વેકસિનેશન સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે . તેમજ આવતા જતાં મુસાફરોને નોંધણી કરીને વેક્સિન આપવામાં આવી રહી છે. દેશમાં ચાલી રહેલા કોરોના વેકસિનેશન અભિયાનને વેગ આપવા માટે પીએમ મોદીના જન્મ દિવસની ઉજવણી જોડે તેને સાંકળવામાં આવ્યું છે. જેના ભાગ રુપે દાહોદ એસટી બસ સ્ટેન્ડ ઉપરાંત જીલ્લાના તમામ એસટી બસ સ્ટેન્ડ અને હોસ્પિટલમા આજે મોડે સુધી વેક્સિનેશનની કામગીરી ચાલુ રહેશે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં પણ પીએમ મોદીના 71મા જન્મ દિવસની ઉજવણી કરશે.પીએમ મોદીના જન્મ દિવસ પર રાજ્યમાં દિવ્યાંગો માટે મોબાઇલ વાન સેવા શરૂ કરાશે અને મફતમાં કૃત્રિમ અંગો દાન અપાશે.એક સ્વૈચ્છિક સંસ્થાના પ્રયાસ દ્વારા રાજ્યના દિવ્યાંગોને આ સેવા મળશે.અને રોજના 10 દિવ્યાંગોને મફતમાં અંગ લગાવામાં આવશે.મહત્વનું છે કે સ્વૈચ્છિક સંસ્થા દ્વારા 71 દિવ્યાંગોને કૃત્રિમ અંગ કરશે અને વડનગરથી આ સેવાનો પ્રારંભ થશે

સદીના મહાનાયક અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 71મો જન્મ દિવસ છે. નરેન્દ્ર મોદીના જન્મ દિવસને યાદગાર બનાવવા માટે ભાજપે દેશભરમાં જોરદાર આયોજન કર્યું છે. સેવા અને સમર્પણની ભાવના હેઠળ ભાજપે દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું છે

આ પણ વાંચો :  Surat માં પીએમ મોદીના જન્મ દિવસની અનોખી ઉજવણી, રાત્રીથી જ રેલ્વે સ્ટેશન રસીકરણ શરૂ કરાયું

આ પણ વાંચો : PM Modi Untold Stories : મગર પકડવાથી લઇને પીએમ બનવાની ભવિષ્યવાણી સુધી, પીએમ મોદીની કેટલીક અજાણી વાતો

 

Published On - 8:23 am, Fri, 17 September 21

Next Video