Dahod માં જામ્યો વરસાદી માહોલ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

|

Sep 22, 2021 | 10:42 AM

દાહોદ જિલ્લાના લીમડી, ઝાલોદ, સહિત સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે . તેમજ સતત પડી રહેલા વરસાદના પગલે દાહોદની લીમડી સોસાયટી વિસ્તારમાં પાણી ભરાયા છે.

ગુજરાત(Gujarat) માં હવામાન વિભાગની(IMD)આગાહી અનુસાર રાજ્યમાં સતત મેઘમહેર વરસી રહી છે. જેમાં દાહોદ(Dahod)જિલ્લાના લીમડી, ઝાલોદ, સહિત સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે . તેમજ સતત પડી રહેલા વરસાદના પગલે દાહોદની લીમડી સોસાયટી વિસ્તારમાં પાણી ભરાયા છે. જ્યારે વિશ્વકર્મા, શિવ સોસાયટી, કાતિ કંચન સોસાયટી વિસ્તારમાં પણ પાણી ભરાયા છે. જેના લીધે લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે.

આ ઉપરાંત છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં અનેક સ્થળોએ સારો વરસાદ પડ્યો છે. જેમાં રાજ્યના 32 જિલ્લાના 183 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં સપ્ટેમ્બરમાં અત્યાર સુધીમાં સરેરાશ 12 ઈંચ વરસાદ પડ્યો છે. તેમજ સૌથી વધુ વરસાદ જાંબુઘોડામાં સાડા છ ઈંચ વરસાદ નોંધાયો છે.

તેમજ બોડેલીમાં સવા પાંચ, કપરડામાં પાંચ, જેતપુરમાં પોણા પાંચ ઈંચ વરસાદ ખાબક્યો છે. તેમજ ધોરાજીમાં સવા ચાર, ધરમપુરમાં 4, વિસાવદરમાં પોણા ચાર, વાલિયામાં પણ પોણા ચાર ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે વાઘોડિયામાં 3, દેડિયાપાડામાં 3, માંડવી, પોસિના, ક્વાંટ,પારડીમાં ત્રણ ઈંચ વરસાદ પડ્યો છે.

આ ઉપરાંત માંગરોળ, બેચરાજી, નડીયદ, મહુવા, ચિખલીમાં અઢી ઈંચ વરસાદ થયો છે. રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો 78.75 ટકા વરસાદ થયો છે. જેમાં ઉત્તર ગુજરાતમાં 77 ટકા, દક્ષિણ ગુજરાતમાં 78 ટકા, સૌરાષ્ટ્રમાં 89 ટકા વરસાદ પડ્યો છે.

જ્યારે હવામાન વિભાગે  આજે પણ રાજ્યના અનેક  જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે.

આ પણ વાંચો : Panchmahal : જાંબુઘોડા તાલુકામાં આભ ફાટ્યું, નદીઓમાં ધોડાપૂર

આ પણ વાંચો : Surat : પીએમના જન્મદિવસે 2.05 લાખ લોકોને વેક્સિનનો રેકોર્ડ, પછીના 4 દિવસમાં ફક્ત 18,711 લોકોને જ વેક્સીન

Published On - 10:25 am, Wed, 22 September 21

Next Video