Monsoon 2022: ગુજરાતમાં ચોમાસુ જામ્યુ, મધ્ય અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં મેઘમહેર

|

Jun 26, 2022 | 6:13 PM

આજે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ કેટલાક વિસ્તારમાં સારો એવો વરસાદ નોંધાયો છે. આજે દાહોદ (Dahod), તાપી, દેવભૂમિ દ્વારકા, સંઘપ્રદેશ દાદરા નગરહવેલી સહિતના વિસ્તારમાં વરસાદ (Rain) વરસ્યો છે.

Monsoon 2022: ગુજરાતમાં ચોમાસુ જામ્યુ, મધ્ય અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં મેઘમહેર
Monsoon 2022

Follow us on

ધીમે ધીમે ચોમાસુ (Monsoon 2022) ગુજરાતમાં જામતુ જઇ રહ્યુ છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના (Saurashtra) અમુક વિસ્તારોમાં ધોધમાર વરસાદ (Rain) વરસી રહ્યો છે. ત્યારે આજે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ કેટલાક વિસ્તારમાં સારો એવો વરસાદ નોંધાયો છે. આજે દાહોદ (Dahod), તાપી, દેવભૂમિ દ્વારકા, સંઘપ્રદેશ દાદરા નગરહવેલી સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. કેટલાક સ્થળે સામાન્ય તો કેટલાક સ્થળે ભારે પવન સાથે મેઘમહેર ઉતરી છે.

દાહોદ જિલ્લામાં સવારથી જ વાતાવરણમાં આવ્યો પલટો આવ્યો હતો. જે પછી લીમડીમાં ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડી હતી અને ધૂળની ડમરી ઉડતા રાહદારી અને વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. તો ઝાલોદ અને આસપાસના વિસ્તારોમાં પવન સાથે વરસાદ પડ્યો હતો. બીજી તરફ તાપી જિલ્લાના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. વાપી, વ્યારા ધોધમાર વરસાદ વરસ્યો. જે પછી નદી-નાળાઓમાં વરસાદી પાણીની આવક થઇ છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેઘાવી માહોલ રચાયો છે. કલ્યાણપુર અને રાવલમાં ભારે પવન ફૂંકાયો હતો. જે પછી ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદનું આગમન થયુ હતુ. દરિયાઈ વિસ્તારોમાં પણ તેજ પવન ફૂંકાયો. તો બીજી તરફ સંઘપ્રદેશ દાદરા નગરહવેલીમાં ભારે વરસાદ વરસ્યો. સેલવાસ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

હવામાન વિભાગની આગાહી

જો કે આગામી ત્રણ દિવસ સુધી સારો વરસાદ નહીં પડે તેવી હવામાન વિભાગે આગાહી (IMD) કરી છે. બીજી તરફ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં ભારે વરસાદ (heavy Rains) પડશે. જ્યારે દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદ પડશે. તો સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથમાં વરસાદની સંભાવના છે. જ્યારે ખેડા અને ગાંધીનગર શહેરમાં હળવો વરસાદ પડી શકે છે. તો ઉતર ગુજરાત અને કચ્છમાં ઉનાળા જેવી ગરમીનો વર્તારો શરૂ થઈ ગયો છે. જો કે હજુ આગામી ત્રણ દિવસ લોકોને ગરમીનો સામનો કરવો પડશે.

મધ્ય ગુજરાતમાં કેવુ રહેશે વાતાવરણ ?

દાહોદમાં ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 39 રહેશે. તેમજ દાહોદવાસીઓને ગરમીથી રાહત મળશે, કારણ કે 57 ટકા જેટલુ વાદળછાયુ વાતાવરણ રહેશે. બીજી તરફ છોટાઉદેપુરમાં ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 39 રહેશે. તો ખેડાની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 30 અને મહતમ તાપમાન 42 રહેશે. તેમજ 54 ટકા જેટલુ ભેજ વાતાવરણ રહેશે, પણ વરસાદ થવાની કોઈપણ શક્યતા નથી. જ્યારે ખેડામાં ન્યૂનતમ તાપમાન 29 અને મહતમ તાપમાન 42 રહેશે. તો પંચમહાલમાં ન્યૂનતમ તાપમાન 28 અને મહતમ તાપમાન 33 જોવા મળશે, પણ વરસાદની શક્યતા નહિવત જોવા મળી રહી છે.

મહત્વનું છે કે સૌરાષ્ટ્રમાં મેઘમહેર યથાવત છે. ગઈકાલે અમરેલી, રાજકોટ અને જૂનાગઢ પર મેઘરાજા મહેરબાન રહ્યા. સૌથી વધુ જૂનાગઢનાવ વિસાવદરમાં પોણા બે ઈંચ વરસાદ પડ્યો. તો માળિયાહાટીમાં પણ મેઘરાજા મન મુકીને વરસ્યા. આ ઉપરાંત માણાવદરમાં પણ દોઢ ઈંચ વરસાદ વરસ્યો. તો રાજકોટના ઉપલેટામાં દોઢ ઈંચ અને ધોરાજીમાં અડધો ઈંચ વરસાદ વરસ્યો. તો આ તરફ અમરેલીના લાઠીમાં એક ઈંચ અને બગસરામાં અડધો ઈંચ વરસાદ પડ્યો હતો.

Next Article