Dahod ની સ્માર્ટ સીટી માટેની કમિટીમાં સ્થાનિક ધારાસભ્યનો સમાવેશ કરવા માંગ

|

Mar 10, 2022 | 5:33 PM

લોકડાઉન જાહેર થયા બાદ આદિવાસી વિસ્તાારમાં ઓનલાઈન શિક્ષણ શરૂ થયું, પરંતુ મોબાઈલ નેટવર્ક ન પકડાય, મોંઘા સ્માર્ટ ફોન ન હોય ત્યારે ઓનલાઈન શિક્ષણ ક્યાં થી શક્ય બને આદિવાસી વિસ્તારોમાં શિક્ષણ ખતમ થઈ ગયું છે.

Dahod ની સ્માર્ટ સીટી માટેની કમિટીમાં સ્થાનિક ધારાસભ્યનો સમાવેશ કરવા માંગ
Gujarat Dahod City (File Image)

Follow us on

ગુજરાત વિધાનસભા(Gujarat Assembly)ગૃહમાં પૂરક માંગણીઓ પરની ચર્ચામાં ભાગ લેતાં દાહોદ(Dahod)વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય વજેસિંગ પણદાએ જણાવ્યું હતું કે, દાહોદ શહેર છેલ્લા પાંચ વર્ષથી સ્માર્ટ સીટી(Smart City)તરીકે જાહેર થયેલ છે, તેના માટે કરોડો રૂપિયા વપરાયા છે, પરંતુ દાહોદ શહેર ચારેકોર ખાડા પાડીને ખોદી નાંખવામાં આવ્યું છે. દાહોદ સ્માર્ટ સીટી નહીં પરંતુ ખાડા સીટી બની ગયું છે. સ્માર્ટ સીટીની કમિટી બની તેમાં વિસ્તારના સ્થાનિક ધારાસભ્યનો સમાવેશ થવો જોઈતો હતો પરંતુ ઈરાદાપૂર્વક બહાર ધારાસભ્યને ઈરાદાપૂર્વક રાખવામાં આવ્યા. છાબ તળાવ બનાવવા માટે રૂા. 110 કરોડ ફાળવવામાં આવ્યાા છે. આટલી રકમમાંથી તો આવા 10 તળાવ ખોદાઈ જાય. સ્માર્ટ સીટીના નામે 10-10 ફુટે સાઈન બોર્ડ લગાવવામાં આવ્યા છે અને આ સાઈન બોર્ડમાં પણ મોટાપાયે ભ્રષ્ટાચાર થયો છે.

આદિવાસી વિસ્તારોમાં શિક્ષણ ખતમ થઈ ગયું

સંકલન સમિતિમાં કઈ કંપનીઓને કયા પ્રોજેક્ટ‍ના કામ સોંપાયા તેવા પ્રશ્ન પૂછાય તો અધિકારીઓ જવાબ આપતા નથી. દાહોદની સ્માસર્ટ સીટી માટેની કમિટીમાં વિસ્તારના સ્થાનિક ધારાસભ્ય તરીકે સમાવેશ કરવા વજેસિંગ પણદાએ માંગણી કરી હતી.તેમજ બે વર્ષ અગાઉ લોકડાઉન જાહેર કરવામાં આવેલ. રાજ્યના ખૂણેખૂણેથી દાહોદ જિલ્લાના આદિવાસીઓ પગપાળા ચાલતા વતનમાં આવેલા, છતાં સરકારે કોઈ સુનવાઈ કરી નથી. દાહોદ જિલ્લામાં કોરોનામાં અઢી-ત્રણ હજાર લોકોના મૃત્યુ થયા, તેમાં પણ કેટલાય મૃતકોના પરિવારજનોને આજદિન સુધી રૂપિયા 50 હજારની સહાય પણ ચૂકવવામાં આવી નથી. લોકડાઉન જાહેર થયા બાદ આદિવાસી વિસ્તાારમાં ઓનલાઈન શિક્ષણ શરૂ થયું, પરંતુ મોબાઈલ નેટવર્ક ન પકડાય, મોંઘા સ્માર્ટ ફોન ન હોય ત્યારે ઓનલાઈન શિક્ષણ ક્યાં થી શક્ય બને આદિવાસી વિસ્તારોમાં શિક્ષણ ખતમ થઈ ગયું છે.

વલસાડમાં આદિવાસીઓને બુલેટ ટ્રેનનો જુદો ભાવ

વનબંધુ કલ્યાણ યોજનાની વાતો થાય છે પરંતુ દાહોદ જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં કોઈ સુવિધા નથી. લોકો આજે પણ શિક્ષણ માટે વલખા મારે છે, પાણી માટે વલખા મારે છે, સિંચાઈના પાણી માટે વલખા મારે છે. હવે વનબંધુ કલ્યાાણ યોજના ફેઝ-૨ આવે છે. હવે ફેઝ-૨માં શું થાય છે ? એ ભગવાન જ જાણે.આદિવાસી વિસ્તારોમાંથી જુદા-જુદા પ્રોજક્ટો  બનાવીને આદિવાસીઓની જમીન પડાવી લેવાનું સરકારનું ષડયંત્ર છે અને તેમાં પણ એકને ખોળ અને બીજાને ગોળ. વલસાડમાં આદિવાસીઓને બુલેટ ટ્રેનનો જુદો ભાવ અને દાહોદ જિલ્લામાં આદિવાસીઓને જુદો ભાવ. આદિવાસીઓ પાસેથી સસ્તાા ભાવે જમીન પડાવી લેવામાં આવે છે. આદિવાસીઓ જમીનના બદલે જમીન જ માંગશે, નહીંતર આંદોલન કરતા-લડાઈ કરતા વિચારશે નહીં.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

આ પણ વાંચો : રાજ્ય સરકારે માસ્કને આવકનું સાધન બનાવ્યું, બે વર્ષમાં 249.10 કરોડથી વધુની રકમ વસુલી લીધી

આ પણ વાંચો : SURAT : રોહિત માર્કેટના વેપારી પાસેથી રૂપિયા 10.27 લાખની સાડીની ઠગાઇ, બે આરોપીની પોલીસે કરી ધરપકડ

 

Published On - 5:30 pm, Thu, 10 March 22

Next Article