દાહોદ જીલ્લો જાણે નશાના વાવેતર માટે એપી સેન્ટર બન્યુ હોય તેમ છેલ્લા એક માસમા લાખો રુપિયાનુ નશા(ગાંજા)નુ વાવેતર SOG એ ઝડપી પાડયુ હતુ. પીપલોદ ગામ (Pipalod village) ના માલગુણ ફળીયામાં મગનભાઈ પટેલે તેમના ખેતરમાં નશા (ગાંજા)નુ વાવેતર (planting) કરેલ હોવાની બાતમી SOG પીઆઇ એચ. પી. કરણને મળતા દરોડો પાડ્યો હતો જેમાં ઘરની પાછળના ભાગે ખેતરમા ગાંજાના લીલા છોડ નંગ 192 જેનુ વજન 255 કિલો 610 ગ્રામ તેમજ સુકવેલ ગાંજા 10 કિલો 200 ગ્રામ એમ કુલ મળી 265 કિલો 210 ગ્રામ જેની કિંમત રુપિયા 26,58,100 (છબીસ લાખ અઠ્ઠાવન હજાર સૌ રુપીયા )નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. જયારે મંગળ ઉર્ફે મંગળભાઇ ઉર્ફે મગનભાઈ ભુરાભાઇ પટેલને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
5 માસમાં 4.92 કરોડનો લીલા ગાંજા (marijuana) નો જથ્થો જપ્ત કર્યો છે. જેમાં 11 સપ્ટેમ્બર 2020એ સાગડાપાડામાં 65870નો 6578 કિલો, 22 ઓક્ટોબર 2021એ હાંડી ગામે 3 ખેતરમાંથી 2.74 કરોડનો 2745 કિલો, 30 ઓક્ટોબર 2021એ કુણધાથી ખેતરમાંથી 9.40 લાખનો 94 કિલો, 4 ડિસેમ્બર 2021ના રોજ સાલિયા ગામે ખેતરમાંથી 1.14 કરોડનો, 12 ફેબ્રુઆરીએ વરોડથી 2.92 લાખનો 30 કિલો ગાંજો જપ્ત કર્યો છે.
દાહોદ જિલ્લામાં ખેતરમાં શાકભાજી અને વિવિધ પાકની આડમાં ગાંજાની ખેતી મોટા પ્રમાણમાં કરાતી હોવાનો પર્દાફાશ થઇ રહ્યો છે. ત્યારે અત્યાર સુધી ખેતરમાં લહેરાતો લીલો ગાંજો જ મળી આવ્યો હતો. 12 ફેબ્રુઆરીના રોજ વરોડ ગામમાં છાપો મારતાં લીલા ગાંજા સાથે પ્રથમ વખત 2 કિલો સુકો ગાંજો મળ્યો હતો ત્યારે પીપલોદમાં પણ છાપા દરમિયાન 10 કિલોથી વધુ સુકો ગાંજો પકડાયો છે. જે મોટી માત્રા હોવાનું કહેવાઇ રહ્યું છે.
આ પણ વાંચોઃ Surat: જિલ્લા સંકલન બેઠકમાં લોક સમસ્યા ઉકેલવામાં ધારાસભ્યોને કોઈ રસ ન હોય તેવા દૃશ્યો સામે આવ્યા