દાહોદ : દેવગઢ બારીયાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મયોગીઓની સંવેદનશીલતા, ગરીબ બાળાને દત્તક લીધી

|

Mar 23, 2022 | 3:11 PM

આ દીકરીની આવી દયનીય હાલત જોઈને ડો. શર્માએ પૂછપરછ કરી. આ છોકરીનું નામ સોનલ હતું. તે ભણવા માટે શાળામાં પણ જતી નહતી. તેના ખાવાપીવાનું પણ કંઈ નક્કી નહતું. ડોકટર શર્માએ પીએચસીના નિશાબેનને તેમના ઘરે મોકલી વધુ માહિતી મેળવી.

દાહોદ : દેવગઢ બારીયાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મયોગીઓની સંવેદનશીલતા, ગરીબ બાળાને દત્તક લીધી
Dahod: Employees of Devgarh Baria Primary Health Center adopted a poor child

Follow us on

Dahod: રસ્તા પર ભટકતી માસુમ સોનલ હવે શાળાએ ભણવા જશે, સોનલના માવતર બનતા દેવગઢ બારીયાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મયોગીઓ, પીએચસીના ગાયનેકોલોજિસ્ટ ડો. પરેશ શર્મા એ સોનલને દત્તક લઈ તેની સાચી માતા બન્યા.

વહીવટી તંત્રની સંવેદનશીલતા તેના કર્મયોગીઓ પર નિર્ભર છે. જો અધિકારી -કર્મચારી સંવેદનશીલતા સાથે કામ કરશે તો નાનામાં નાના માણસની પણ સમસ્યાઓ તેઓ સમજી અને ઉકેલી શકશે. આજે દાહોદના (Dahod)આરોગ્ય વિભાગના (Department of Health) કર્મયોગીઓની સંવેદનાની વાત કરવાની છે.

દેવગઢ બારીયાના (Devgarh Baria)ગુના પીએચસીના ડો. પરેશ શર્મા. વ્યવસાયે ડોકટર એટલે તબીયતનું ધ્યાન રાખવા નિયમત સવારે ચાલવા જાય. સવાર સવારમાં કેટલાક સ્થાનિક બાળકો પણ રસ્તામાં તેમને સાથ આપે. તેમના રોજિંદા ક્રમમાં તેમનું ધ્યાન એક આઠેક વર્ષની બાળકી પર ગયું. તેની હાલત અત્યંત દયનિય હતી. કપડા ફાટેલાં અને ગંદા. શરીર પણ કુપોષિત. પગમાં ચંપલ પણ નહીં. હા. પણ ચહેરા પર માસૂમિયત ઝલકતી હતી.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

આ દીકરીની આવી દયનીય હાલત જોઈને ડો. શર્માએ પૂછપરછ કરી. આ છોકરીનું નામ સોનલ (SONAL) હતું. તે ભણવા માટે શાળામાં પણ જતી નહતી. તેના ખાવાપીવાનું પણ કંઈ નક્કી નહતું. ડોકટર શર્માએ પીએચસીના નિશાબેનને તેમના ઘરે મોકલી વધુ માહિતી મેળવી. આ દીકરીના માવતર પણ અતિગરીબ હતા.

ડો. શર્માએ તાત્કાલિક સોનલને દત્તક લેવાનો નિર્ધાર કર્યો. તેઓ સોનલને આરોગ્ય કેન્દ્ર પર લેતા આવ્યા. અહીંના કર્મચારીઓ પણ સોનલની સેવાચાકરીમાં લાગી ગયા. નિશાબેને સોનલને નવડાવી-સ્વચ્છ કરી. માથામાં તેલ નાખીને માથું ઓળી આપ્યું. સોનલ માટે નવા કપડાની ત્રણ ચાર જોડી લાવી દેવાઈ. નવા પગરખા પણ આવી ગયા. હવે ડોકટર શર્માએ તેમના માવતરને મળીને સોનલને શાળામાં પ્રવેશ માટે પણ સમજાવ્યા છે. એક બે દિવસમાં સોનલ હવે શાળાએ ભણવા જશે.ડો. શર્મા ગાયનેકોલોજિસ્ટ છે પણ તેઓ અને આરોગ્ય તંત્રના કર્મચારીઓ સોનલની ખરી માતા બન્યા છે.

આ પણ વાંચોઃ  ભાવનગર જિલ્લાના રમેશભાઈએ પાણી બચાવવા માટે કરેલા કામોની નોંધ લેવાઈ, દિલ્હીમાં ‘જળ પ્રહરી’ રાષ્ટ્રીય સન્માન અપાશે

આ પણ વાંચોઃ સ્કૂલોમાં હજુ પણ મધ્યાહ્ન ભોજન બંધ, ભાવનગરની સંસ્થા દરરોજ 50 હજાર વિદ્યાર્થીઓને પૌષ્ટિક આહાર પૂરો પાડે છે

Published On - 3:10 pm, Wed, 23 March 22

Next Article