વડોદરા શહેરના તમામ 21 પોલીસ સ્ટેશનના ડી સ્ટાફનું વિસર્જન થશે, વડોદરા પોલીસ કમિશનરે તમામ DCPને આપી સૂચના

|

Feb 08, 2022 | 6:42 AM

પોલીસ કમિશનર શમશેર સિંઘની સૂચનાથી એડિશનલ પોલીસ કમિશનર ચિરાગ કોરડીયાએ તમામ ઝોન ડીસીપીને સુચના આપી છે.

વડોદરા શહેરના તમામ 21 પોલીસ સ્ટેશનના ડી સ્ટાફનું વિસર્જન થશે, વડોદરા પોલીસ કમિશનરે તમામ DCPને આપી સૂચના
Vadodara Police Commissioner Shamsher Singh (File Photo)

Follow us on

વડોદરા શહેર (Vadodara City) પોલીસમાં અચાનક જ લેવાયેલા એક નિર્ણયથી ભૂકંપ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. વડોદરા શહેરના તમામ 4 ઝોન ડીસીપીને મોડી રાત્રે અચાનક જ એક સૂચના આપવામાં આવી છે. એડિશનલ પોલીસ કમિશનર ચિરાગ કોરડીયાએ (Additional Commissioner of Police Chirag Cordia) વડોદરા શહેરના તમામ 21 પોલીસ મથકોના ડી સ્ટાફનું તાત્કાલિક વિસર્જન કરવા સૂચના આપી છે. આ સૂચનાને ગંભીરતાથી લઇ તમામ DCP દ્વારા ડી સ્ટાફના (D Staff) વિસર્જનની પ્રક્રિયા શરૂ પણ કરી દેવાઇ છે.

મોડીરાત્રે અચાનક 21 પોલીસ મથકોના ડી સ્ટાફને વિખેરી નાખવાના નિર્ણય પાછળ પાણીગેટ પોલીસ સ્ટેશનની હદમાં બે દિવસ પૂર્વે પાડવામાં આવેલા સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા છે. આ દરોડામાં પાણીગેટ પોલીસ મથકની હદમાં ચાલતો જુગારધામ ઝડપાયો હતો. ત્યાર બાદ પોલીસ કમિશ્નર શમશેર સિંઘ દ્વારા કરાવવામાં આવેલી ગુપ્ત તપાસમાં ડી સ્ટાફના બે કર્મચારીઓની ભૂમિકાની ખૂલી હતી. આ તપાસમાં કેટલીક ચોંકાવનારી હકીકતો ઉપરાંત દારૂ અને અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓ ફૂલીફાલી રહી હોવાનું પણ ધ્યાને આવ્યુ હતુ. જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.

આ તમામ મુદ્દાઓ પર પોલીસ કમિશનર શમશેરસિંઘ દ્વારા ઉચ્ચ અધિકારીઓ સાથે પરામર્શ કરી 21 પોલીસ મથકોના ડી સ્ટાફની ભૂમિકાની સમીક્ષા કરી હતી. ત્યારબાદ તેઓએ એડિશનલ પોલીસ કમિશનર ચિરાગ કોરડીયાને સૂચના આપી કે તેઓ તમામ ઝોન ડીસીપીને સૂચના આપે કે પોતાના તાબાના તમામ પોલીસ મથકોના ડી સ્ટાફને તાત્કાલિક અસરથી વિખેરી નાંખે.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

ડી સ્ટાફની રચના, વિસર્જન, નિમણૂક અને બદલી સહિતના નિર્ણયોની સત્તા DCPને હોય છે. જેથી પોલીસ કમિશનરે DCPને આ સૂચના આપવા જણાવ્યુ હતુ. સાથે જ નવા ડી સ્ટાફમાં નવી નિમણૂકોમાં નવયુવાન, ખંતિલા, ઈમાનદાર, કાર્યક્ષમ અને બિન વિવાદાસ્પદ તથા ગુનાખોરી પર અંકુશ લાવી શકે, ગુનેગારોને રાડ પડાવી શકે અને ડિટેક્શનમાં કાબેલિયત ધરાવતા હોય તેવા યુવાન પોલીસ કર્મીઓની જ ભરતી કરવા સૂચના આપવામાં આવી છે.

નવા ડી સ્ટાફની રચના કરવા માટે કેવા કર્મચારીઓ ને લેવા તેનો જે સંકેત આપવામાં આવ્યો છે તેનાથી સ્પષ્ટ થાય છે વડોદરા શહેર પોલીસના અલગ પોલીસ મથકોના ડી સ્ટાફના લાંબા સમયથી કેટલાક કટકીબાજ કર્મચારીઓ કામ કરી રહ્યા હતા. જેના કારણે ભ્રષ્ટાચાર વધતો જતો હતો અને ગુનેગારો બેફામ બનતા જતા હતા. પોલીસની છબી ન બગડે અને આ તમામ કામગીરી પર અંકુશ લાવવા તમામ ડી સ્ટાફનું વિસર્જન કરવા આદેશ આપવામાં આવ્યો છે.

નોંધનીય છે કે થોડા સમય પૂર્વે જ પોલીસ કમિશનર દ્વારા લાંબા સમયથી એક જ પોલીસ મથકની અંદર ફરજ બજાવતા કર્મચારીઓ મોટાપાયે બદલીઓ કરી દીધી હતી અને ત્યારબાદ આ એક બીજો મોટો નિર્ણય છે કે જેને કારણે પોલીસ મથકમાં ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓના સામ્રાજ્યનો અંત આવી શકે છે.

આ પણ વાંચો-

અમદાવાદઃ 8 ફેબ્રુઆરીએ વર્ષ 2008 સિરીયલ બ્લાસ્ટ કેસનો આવી શકે છે ચૂકાદો

આ પણ વાંચો-

રાજકોટ : ક્રાઇમ બ્રાંચ પર વધુ એક આક્ષેપ, ધારાસભ્યના લેટરની સત્યતા તપાસવા ડીજીપી વિકાસ સહાયને તપાસ સોંપાઇ

Published On - 6:15 am, Tue, 8 February 22

Next Article