Cyclone Tauktae Tracker and Updates Gujarat: તાઉ તે વાવાઝોડુ 18 મેના રોજ પોરબંદર અને મહુવાના દરિયાકાંઠાને પસાર કરશેઃ IMD

|

May 16, 2021 | 9:35 AM

Cyclone Tauktae Tracker and Updates Gujarat:ગુજરાતના દરિયાકાંઠે ‘તાઉ તે’ વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. ‘તાઉ તે’ વાવાઝોડું 13 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે.

Cyclone Tauktae Tracker and Updates Gujarat:ગુજરાતના દરિયાકાંઠે ‘તાઉ તે’ વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. ‘તાઉ તે’ વાવાઝોડું 13 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. અરબી સમુદ્રમાં સર્જાયેલું સાયક્લોનીક સ્ટોર્મ વધુ મજબૂત થઇને સિવિયર સાયક્લોનીક સ્ટોર્મમાં તબદીલ થઇ ચૂક્યું છે જે ટૂંક સમયમાં જ વેરી સિવિયર સાયક્લોનીક સ્ટોર્મમાં પરિણમશે.

આ વાવાઝોડું નલિયાથી પોરબંદરની વચ્ચેના ભાગમાં ટકરાય તેવી શક્યતા છે. 17મેએ સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની પણ શક્યતા છે. હવામાન વિભાગના મતે દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર-સોમનાથ, જામનગર, કચ્છમાં વરસાદની આગાહી વ્યક્ત કરી છે. તો દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં પણ ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપી છે. ગુજરાતના તમામ બંદર પર બે નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.

ગુજરાતના દરિયાકાંઠે ‘તાઉ તે’ વાવાઝોડાનો તોળાતો ખતરો ગંભીર રૂપ લઈ રહ્યો છે. ‘તાઉ તે’ વાવાઝોડુ વેરી સિવિયર સાયક્લોનિક સ્ટોર્મમાં પરિવર્તિત થયું છે. ‘તાઉ તે’ 13 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. વેરાવળથી 730 કિમી દૂર છે ‘તાઉ તે’ વાવાઝોડું. હાલમાં પોરબંદર અને મહુવાના દરિયાકાંઠે ત્રાટકશે અને 18 મેના રોજ પોરબંદર અને મહુવાના દરિયાકાંઠાને પસાર કરશે તેવી આગાહી IMD દ્વારા આપવામાં આવી છે. પહેલા પોરબંદર અને નલિયા વચ્ચે ત્રાટકવાનું હતું વાવાઝોડું. સૌરાષ્ટ્ર, કચ્છ, દ. ગુજરાતના દરિયાકાંઠે વરસાદની આગાહી આપવામાં આવી છે તો ગુજરાતના બંદરો પર બે નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. વાવાઝોડાના કારણે 150થી 160 કિમીની ઝડપે ફૂંકાઈ શકે છે પવન.

Next Video