વાવાઝોડા મોન્થાએ ઓડિશા અને આંધ્રપ્રદેશમાં વેર્યો વિનાશ, 100 કિમીની ઝડપે ફુંકાયો પવન, જાણો ગુજરાતમાં શું અસર

ચક્રવાત મંગળવારે રાત્રે આંધ્રપ્રદેશના મછલીપટ્ટનમ કિનારે ત્રાટક્યું હતું. મંગળવારે સાંજે 7:30 વાગ્યાથી લગભગ 1 વાગ્યા સુધી, લગભગ 5:30 કલાક સુધી લેન્ડફોલ ચાલ્યો હતો. આ સમય દરમિયાન, 90-100 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો, જે 110 કિમી પ્રતિ કલાક સુધી પહોંચ્યો.

વાવાઝોડા મોન્થાએ ઓડિશા અને આંધ્રપ્રદેશમાં વેર્યો વિનાશ, 100 કિમીની ઝડપે ફુંકાયો પવન, જાણો ગુજરાતમાં શું અસર
| Updated on: Oct 29, 2025 | 10:58 AM

ભારતમાં વાવાઝોડા મોન્થાના કારણે વાતાવરણમાં ભારે અસર જોવા મળી રહી છે.  આંધ્રપ્રદેશના કાકીનાડામાંથી પસાર થયા પછી, ચક્રવાત મોન્થા બુધવારે સવારે ઓડિશાના ગંજમના ગોપાલપુર બીચ પર પહોંચ્યો. ગંજમના પાણીમાં 80-100 કિમી પ્રતિ કલાકની ઝડપે ઊંચા મોજા અને પવન ફૂંકાઈ રહ્યા છે. IMD અનુસાર, લેન્ડફોલ પછી પણ, આગામી છ કલાક સુધી તેની અસર ચાલુ રહેશે.

આંધ્રપ્રદેશ પછી, ઓડિશાના આઠ જિલ્લાઓ: ગંજમ, ગજપતિ, રાયગડા, કોરાપુટ, મલકાનગિરી, કંધમાલ, કાલાહાંડી અને નબરંગપુરમાં મોન્થાને કારણે ભારે વરસાદ અને વાવાઝોડાની શક્યતા છે. ત્યાંની સરકારે આ જિલ્લાઓમાંથી 11,000 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે. 30,000 લોકોને સ્થળાંતર કરવાની તૈયારી ચાલી રહી છે. 30 ODRF ટીમો અને પાંચ NDRF ટીમો તૈનાત કરવામાં આવી છે.

‘મોન્થા’ની ગુજરાતમાં શું અસર થશે ?

ચક્રવાત મોન્થાએ ગુજરાતમાં પણ તણાવ વધાર્યો છે. અરબી સમુદ્રમાં બનેલા ઓછા દબાણવાળા ક્ષેત્રની અસરને કારણે, રાજ્યના ઘણા જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ 30 ઓક્ટોબર સુધી રાજ્યભરમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે.

ચક્રવાત મંગળવારે રાત્રે આંધ્રપ્રદેશના મછલીપટ્ટનમ કિનારે ત્રાટક્યું હતું. મંગળવારે સાંજે 7:30 વાગ્યાથી લગભગ 1 વાગ્યા સુધી, લગભગ 5:30 કલાક સુધી લેન્ડફોલ ચાલ્યો હતો. આ સમય દરમિયાન, 90-100 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો, જે 110 કિમી પ્રતિ કલાક સુધી પહોંચ્યો.

ચક્રવાત મોન્થાએ ઓડિશા અને આંધ્રપ્રદેશમાં ભારે વિનાશ મચાવ્યો છે. મછલીપટ્ટનમ કિનારે ત્રાટક્યા બાદ, 90-100 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાયો અને ભારે વરસાદે સામાન્ય જનજીવનને ખોરવી નાખ્યું. હજારો હેક્ટર પાક નાશ પામ્યો, વૃક્ષો પડી ગયા અને ઘરો ધરાશાયી થયા. 76,000 લોકોને રાહત શિબિરોમાં ખસેડવામાં આવ્યા છે.

ચક્રવાત મોન્થાએ આંધ્રપ્રદેશ અને ઓડિશામાં જનજીવનને નોંધપાત્ર રીતે ખોરવી નાખ્યું છે. ઓડિશાના 15 થી વધુ જિલ્લાઓ પ્રભાવિત થયા છે. ફક્ત આંધ્રપ્રદેશમાં જ 38,000 હેક્ટર પાક સંપૂર્ણપણે નાશ પામ્યો છે. વધુમાં, 1.38 લાખ હેક્ટર બાગાયતી પાકનો નાશ થયો છે.

કુલ 120 ટ્રેન રદ કરવામાં આવી

હવામાન વિભાગે પહેલાથીવરસાદ અને વાવાઝોડાની ચેતવણી જાહેર કરી હતી. દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળોએ જવા માટે તાકીદ કરવામાં આવી હતી. ચક્રવાત શરૂ થયા પછી, 76,000 લોકોને રાહત શિબિરોમાં ખસેડવામાં આવ્યા છે. મોન્થાને કારણે સોમવાર અને મંગળવારે કુલ 120 ટ્રેન રદ કરવામાં આવી છે. ચક્રવાત મોન્થાએ આંધ્રપ્રદેશના મછલીપટ્ટનમમાં વીજ પુરવઠો સંપૂર્ણપણે ખોરવી નાખ્યો છે.

16 ફ્લાઇટ્સ પણ રદ કરવામાં આવી

ઉપરાંત, વિશાખાપટ્ટનમથી ચાલતી 32 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. તેવીરીતે, વિજયવાડા એરપોર્ટથી 16 ફ્લાઇટ્સ પણ રદ કરવામાં આવી છે. મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ જણાવ્યું હતું કે 3,778 ગામોમાં ભારે વરસાદની આગાહી છે.

ચક્રવાત મોન્થાથી કયા રાજ્યો પ્રભાવિત થશે?

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચક્રવાત મોન્થાની અસર દેશભરના અનેક રાજ્યોમાં અનુભવાઈ રહી છે. તોફાનને કારણે કેરળ, કર્ણાટક, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ઝારખંડમાં આગામી ત્રણ દિવસ સુધી વરસાદ પડી શકે છે. અન્ય અનેક રાજ્યોમાં હજુ પણ વરસાદ પડી રહ્યો છે.

દેશ અને દુનિયાના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 8:43 am, Wed, 29 October 25