Cyclone Biparjoy : સૌરાષ્ટ્રના દરિયાકાંઠે 4 નંબરનું સિગ્નલ લગાવાયુ, 15મી જૂને માંડવીના દરિયાકાંઠે ટકરાય તેવી શક્યતા

|

Jun 11, 2023 | 11:45 AM

ગુજરાતમાં વાવાઝોડાની અસરને પગલે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે 4 નંબરનું સિગ્નલ લગાવાયું છે. જેમાં ઓખા, સલાયા, સિક્કા, બેડી, રોજી, પોરબંદર, નવલખી દરિયાકાંઠે 4 નંબરનું સિગ્નલ લગાવાયું છે. 2 નંબરનું સિગ્લન બદલીને હવે 4 નંબરનું સિગ્નલ લગાવાયું છે.

Cyclone Biparjoy : સૌરાષ્ટ્રના દરિયાકાંઠે 4 નંબરનું સિગ્નલ લગાવાયુ, 15મી જૂને માંડવીના દરિયાકાંઠે ટકરાય તેવી શક્યતા
Cyclone Biparjoy 4 Number Signal

Follow us on

Cyclone Biparjoy : ગુજરાતમાં(Gujarat) વાવાઝોડાની અસરને પગલે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે 4 નંબરનું સિગ્નલ લગાવાયું છે. જેમાં ઓખા, સલાયા, સિક્કા, બેડી, રોજી, પોરબંદર, નવલખી દરિયાકાંઠે 4 નંબરનું સિગ્નલ લગાવાયું છે. 2 નંબરનું સિગ્લન બદલીને હવે 4 નંબરનું સિગ્નલ લગાવાયું છે. હાલ  વાવાઝોડુ પોરબંદરથી 480 કિલોમીટર, દ્વારકાથી 530 કિલોમીટર અને કચ્છ નલિયાથી 610 કિલોમીટર દૂર છે.  તેમજ ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં તેની અસર વર્તાઇ  તેવી શકયતા છે.

સંભવિત વાવાઝોડાના ખતરાને લઇને ગુજરાત સરકાર એલર્ટ બની છે. ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલ રૂમ એક્ટિવ કરાયો છે.હવામાન વિભાગની આગાહી અંતર્ગત દરિયા કિનારાના વિસ્તારોમાં મોનીટરીંગ કરાઈ રહ્યુ છે.આ સાથે જિલ્લા કલેક્ટર અને DDOને વાવાઝોડા અંગેની SOP પણ આપવામાં આવી છે. જયારે એરફોર્સની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.

આ ઉપરાંત ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અરબ સાગરમાં ઉદભવેલું બિપરજોય વાવાઝોડું વધારે તીવ્ર બન્યું છે. આ વાવાઝોડાની દિશા હાલ ગુજરાત અને પાકિસ્તાન વચ્ચે છે.આગામી 24 કલાકમાં વાવાઝોડું ક્યાં જશે તેની દિશાની જાણકારી મળશે. તો આગામી 24 કલાકમાં વાવાઝોડું વધારે મજબૂત બનશે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

વાવાઝાડોથી કોઈ નુકસાન ન થાય તે માટે NDRF, સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસના જવાનો સતર્ક છે. ગુજરાતના દરિયાકાંઠાના ગામ અને વિસ્તારોમાંથી જરૂર પડે લોકોનું સલામત સ્થળોએ સ્થળાંતર પણ કરવામાં આવશે. આ માટે વહીવટી તંત્રએ સલામત રોકાણના સ્થળો, ભોજનની વ્યવસ્થાની તૈયારી કરી છે.તો વીજળી, સિંચાઈ સહિતના વિવિધ સરકારી વિભાગો સતર્ક છે. અને અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા આદેશ કરાયો છે.

આ ઉપરાંત ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અરબ સાગરમાં ઉદભવેલું બિપરજોય વાવાઝોડું વધારે તીવ્ર બન્યું છે. આ વાવાઝોડાની દિશા હાલ ગુજરાત અને પાકિસ્તાન વચ્ચે છે.આગામી 24 કલાકમાં વાવાઝોડું ક્યાં જશે તેની દિશાની જાણકારી મળશે. તો આગામી 24 કલાકમાં વાવાઝોડું વધારે મજબૂત બનશે.

ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 11:23 am, Sun, 11 June 23

Next Article