Cyclone Biparjoy : ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં વાવાઝોડાની અસર શરૂ, આગામી 5 દિવસ વરસાદી માહોલ જામશે, જુઓ Video

|

Jun 10, 2023 | 8:15 AM

બિપરજોય વાવાઝોડું હાલ પોરબંદરના દરિયાકાંઠેથી 760 કિલોમીટર દૂર છે. બિપરજોય વાવાઝોડાની અસરને પગલે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે.

Cyclone Biparjoy : ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં વાવાઝોડાની અસર શરૂ, આગામી 5 દિવસ વરસાદી માહોલ જામશે, જુઓ  Video
Cyclone Biparjoy Effect Gujarat

Follow us on

Cyclone Biparjoy : ગુજરાતના(Gujarat)  દરિયાકાંઠા વિસ્તારમાં વાવાઝોડાની અસર શરૂ થઈ છે. જેના પગલે આગામી 5 દિવસ વરસાદી માહોલ જામશે. અરબ સાગરમાં ઉદ્દભવેલું બિપરજોય વાવાઝોડાની તીવ્રતા પહેલા કરતા વધી છે. અગાઉ વાવાઝોડું 6 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું હતુ.

તમારા મગજને શાર્પ કરવાની 10 સરળ રીતો
132 કરોડ રૂપિયાનો માલિક છે અશ્વિન, ઘરની કિંમત જાણીને ચોંકી જશો
ડિનર પહેલાં અને ડિનર પછી દારૂ પીવામાં શું તફાવત છે, દરેકે જાણવું જોઈએ
પૂર્વ દિશામાં પગ રાખીને સૂવાથી શું થાય છે ?
ગુજરાતી સિંગર અરવિંદ વેગડાના ગીત વગર ખેલૈયાની નવરાત્રી અધુરી છે, જુઓ ફોટો
આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન

જે હવે 13 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું છે.બિપોરજોય વાવાઝોડું હાલ પોરબંદરના દરિયાકાંઠેથી 760 કિલોમીટર દૂર છે. બિપોરજોય વાવાઝોડાની અસરને પગલે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે.

હવામાન વિભાગનું માનીએ તો આગામી 5 દિવસમાં વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠે ટકરાય તેવી કોઇ જ શક્યતા નથી.વાવાઝોડું અરબી સમુદ્રમાં ઉત્તરથી પશ્ચિમ ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે.જેના કારણે દરિયાકાંઠે ભારે પવન ફૂંકાય તેવી શક્યતા છે

બિપરજોયની અસરના પગલે રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદી માહોલ જામશે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 5 દિવસમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં કડાકા ભડાકા સાથે વરસાદ વરસી શકે છે.તો બિપરજોય વાવાઝોડાને પગલે રાજ્યમાં ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટી પણ રહેશે.

આ સ્થિતિને જોતા માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.તો 5 દિવસની આગાહીમાં વાવાઝોડાની અસરને પગલે પ્રથમ બે દિવસ 35થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે.જ્યારે છેલ્લા દિવસે 70 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.

ગાંધીનગર શહેર સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 6:26 am, Sat, 10 June 23

Next Article