Cyclone Biparjoy Breaking: વાવાઝોડાને કારણે રેલ વ્યવહાર પ્રભાવિત, 137 ટ્રેન પૈકી 90 ટ્રેન રદ રહેશે

|

Jun 12, 2023 | 6:02 PM

Ahmedabad: બીપરજોય વાવાઝોડાની પશ્ચિમ રેલવે પર અસર જોવા મળી રહી છે. વાવાઝોડાને કારણે કેટલીક ટ્રેન શોર્ટ ટર્મિનલ કરવામાં આવી છે જ્યારે કેટલીક ટ્રેન રદ કરવામાં આવી છે. 137 જેટલી ટ્રેન પર વાવાઝોડાની અસર જોવા મળી રહી છે અને 90 જેટલી ટ્રેન રદ કરવામાં આવી છે

Cyclone Biparjoy Breaking: વાવાઝોડાને કારણે રેલ વ્યવહાર પ્રભાવિત, 137 ટ્રેન પૈકી 90 ટ્રેન રદ રહેશે
train cancelled

Follow us on

બીપરજોય વાવાઝોડા (Biparjoy Cyclone)ને કારણે રેલ વ્યવહાર પણ પ્રભાવિત થયો છે. પશ્ચિમ રેલવે દ્વારા અગમચેતીના ભાગરૂપે 137 જેટલી ટ્રેન પૈકી 90 ટ્રેન રદ કરવામાં આવી છે. તો કેટલીક ટ્રેનને શોર્ટ ટર્મિનલ કરવામાં આવી છે. ગાંધીધામ અને ભુજ સ્ટેશન પર હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવ્યા છે. ગાંધીધામમાં 02836 239002 નંબર પર સંપર્ક કરી શકાશે. જ્યારે ભુજ સ્ટેશન માટે 9724093837 નંબર પર સંપર્ક કરી શકાશે. મુસાફરોને અગવડતા ન પડે અને ટ્રેનની વિગત મેળવી કે તે માટે હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો : Pakistan : સિંધના દરિયાકાંઠે ચક્રવાત બિપરજોય ત્રાટકવાની સંભાવના, વહીવટીતંત્ર હાઈ એલર્ટ પર

137 પૈકી 90 ટ્રેન રદ, અમુક ટ્રેનને શોર્ટ ટર્મિનલ કરાઈ

પશ્ચિમ રેલવેના બુલેટિન 1 મુજબ વાવાઝોડાને કારણે 137 ટ્રેન પ્રભાવિત થઈ છે. જે પૈકી 90 જેટલી ટ્રેન રદ્દ રહેશે. જ્યારે અન્ય ટ્રેનોને શોર્ટ ટર્મિનલ કરવામાં આવી છે. બુલેટિન 2 મુજબ અન્ય 82 ટ્રેનને અસર થઈ છે. આ 82 પૈકી 34 સંપૂર્ણપણે રદ્દ કરવામાં આવી છે. અન્ય કેટલીક ટ્રેન શોર્ટ ટર્મિનલ કરવામાં આવી છે. તો અમુક ટ્રેન કેટલાક સ્ટેશન સુધી શોર્ટ ટર્મિનલ કરાઈ છે. બુલેટિન 3 મુજબ અન્ય 71 ટ્રેનને અસર થઈ છે. 71 ટ્રેન પૈકી 46 ટ્રેન રદ છે જ્યારે અન્ય શોર્ટ ટર્મિનલ કરવામાં આવી છે. બુલેટિન 4 મુજબ અન્ય 20 ટ્રેનને એસર થઈ છે. જ્યારે 20 ટ્રેનમાંથી 11 ટ્રેન રદ જ્યારે અન્ય શોર્ટ ટર્મિનલ કરાઈ છે.

Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો

આટલા જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

વાવાઝોડાના સંકટ વચ્ચે હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના કેટલાક સ્થળોએ અતિ ભારે વરસાદ વરસી શકે છે. 13 થી 14 જૂન વચ્ચે દ્વારકા, પોરબંદર, જુનાગઢ, અમરેલી, સોમનાથમાં ભારે વરસાદની આગાહી છે. 14થી 15 જૂન વચ્ચે દ્વારકા, પોરબંદર, જામનગર, દ્વારકા, પોરબંદર, રાજકોટ, જુનાગઢમાં અતિ ભારે વરસાદની આગાહી છે. 15 જૂનથી 16 જૂનના રોજ કચ્છ, દ્વારકા, જામનગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ પોરબંદર, મોરબી, રાજકોટ, જુનાગઢમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રના કેટલાક શહેરોમાં વરસાદ વરસી શકે છે. 16 થી 17 જૂન વચ્ચે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે. કચ્છ, મોરબી, અમદાવાદ, ગાંધીનગર અને અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી છે.

Input Credit- Darshal Raval- Ahmedabad

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 5:24 pm, Mon, 12 June 23

Next Article