Cyclone Biparjoy Breaking : સૌરાષ્ટ્ર અને કચ્છ કોસ્ટલ એરિયામા ઓરેન્જ એલર્ટ અપાયુ, પ્રતિ કલાક 2 કિમીની ઝડપે આગળ વધી રહ્યું છે વાવાઝોડું

|

Jun 12, 2023 | 10:01 AM

વહીવટી તંત્રએ દરિયાકાંઠાની નજીક રહેતા લોકોને કોઈ પણ દુર્ઘટનાથી બચવા સાવચેત રહેવા તાકીદ કરી છે. ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળે વાવાઝોડા સમયે અને ત્યારબાદ લોકોએ કઈ સાવચેતી રાખવી તેનો નાગરિકોને અનુરોધ કરાયો છે.

Cyclone Biparjoy Breaking : સૌરાષ્ટ્ર અને કચ્છ કોસ્ટલ એરિયામા ઓરેન્જ એલર્ટ અપાયુ, પ્રતિ કલાક 2 કિમીની ઝડપે આગળ વધી રહ્યું છે વાવાઝોડું

Follow us on

Cyclone Biparjoyને લઈ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓમાં તંત્ર સતર્ક છે. સૌરાષ્ટ્ર અને કચ્છ કોસ્ટ એરિયામા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. વહીવટી તંત્રએ દરિયાકાંઠાની નજીક રહેતા લોકોને કોઈ પણ દુર્ઘટનાથી બચવા સાવચેત રહેવા તાકીદ કરી છે. ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળે વાવાઝોડા સમયે અને ત્યારબાદ લોકોએ કઈ સાવચેતી રાખવી તેનો નાગરિકોને અનુરોધ કરાયો છે.

આ પણ વાંચો-  Gujarati Video : જૂનાગઢના માંગરોળનાં શેરીયાજ બારા ગામમાં 25 ફૂટ ઉંચા મોજા ઉછળતા દરિયાના પાણી ઘરોમાં ઘૂસ્યા

રાજ્યમાં વાવાઝોડાની સ્થિતિને પહોંચી વળવા માટે સરકારે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. રાજ્યના કચ્છ, જામનગર, દેવભૂમિદ્વારકા, મોરબી, સોમનાથ સહિત 6 જિલ્લામાં વાવાઝોડાની સૌથી મોટી અસર જોવા મળશે. જેને લઇ આ તમામ જિલ્લાના અધિકારીઓ અને હવામાન વિભાગના અધિકારીઓ સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલે બેઠક કરી હતી.  અને સ્થિતિ અને તેને પહોંચી વળવા માટેની તૈયારીઓની સમીક્ષા કરી હતી.

ચહલ બાદ આ સ્ટાર ક્રિકેટર પણ લેશે છૂટાછેડા?
કેનેડામાં આ ધર્મના લોકો છે સૌથી વધુ, અહીં જુઓ આખું List
Elaichi Benefits : રાત્રે સૂતા પહેલા 2 ઈલાયચી ચાવો, ફાયદા જાણીને તમે ચોંકી જશો.
દુનિયાના 8 દેશો જ્યાં કોઈ Income Tax નથી લાગતો
ઉંમર પ્રમાણે દરરોજ કેટલી બદામ ખાવી જોઈએ? જાણી લો
Phone Tips: ફોનમાં 1.5GB ડેટા પણ ચાલશે આખો દિવસ ! બસ કરી લો આ સેટિંગ

બીજી તરફ આર્મી, નેવી અને એરફોર્સના અધિકારીઓ સાથે પણ સરકાર સંપર્કમાં છે. આર્મી, નેવી અને એરફોર્સના અધિકારીઓએ પણ સ્થિતિ પ્રમાણે મદદ કરવાની ખાતરી આપી છે. એટલું જ નહિં અસરગ્રસ્ત જિલ્લાઓના કલેક્ટરને પણ મુખ્યપ્રધાનોએ કેટલીક સૂચનાઓ અને આદેશ કર્યા છે. બને તેટલા વધુ પ્રમાણમાં શેલ્ટર હાઉસ તૈયાર કરવા સૂચના અપાઇ છે અને સ્થિતિ પ્રમાણે લોકોનું સ્થળાંતર કરવા પણ આદેશ કર્યા છે. એટલું જ નહિં દરિયાકાંઠાના વિસ્તારોમાં સ્થાનિકોને કોઇપણ પ્રકારની મુશ્કેલી ન થાય તે માટે પણ તંત્ર તૈયાર હોવાનું કહ્યું.

દરિયાકાંઠાના વિસ્તારોમાં NDRFની 12 ટીમો તૈનાત કરાઇ છે. જ્યારે બે જિલ્લામાં ત્રણ ટીમો રિઝર્વમાં રાખવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે. જિલ્લા મુજબ વાત કરીએ તો, કચ્છ અને રાજકોટ જિલ્લામાં બે-બે ટીમોને તૈનાત કરવાનો નિર્ણય કર્યો છે. તો જામનગર, એક, દેવભૂમિદ્વારકા અને ગીરસોમનાથમાં એક-એક ટીમો તૈનાત કરવામાં આવી છે. મોરબીમાં પણ એક ટીમ સ્ટેન્ડ બાય રખાઇ છે. એટલું જ નહિં વડોદરામાં એક અને રાજકોટમાં બે ટીમ રિઝર્વ રાખવામાં આવી છે. જેથી જો સ્થિતિ વધુ કફોડી બને તો આ ટીમની પણ મદદ લઇ શકાય.

 

Published On - 9:43 am, Mon, 12 June 23

Next Article