
Cyclone Biparjoy : ગુજરાતના(Gujarat) દરિયાકાંઠા વિસ્તારમાં વાવાઝોડાની અસર શરૂ થઈ છે. જેના પગલે આગામી 5 દિવસ વરસાદી માહોલ જામશે.અરબ સાગરમાં ઉદ્દભવેલું બિપરજોય વાવાઝોડાની તીવ્રતા પહેલા કરતા વધી છે. અગાઉ વાવાઝોડું 6 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું હતુ, જે હવે 13 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું છે.વાવાઝોડાને કારણે દક્ષિણ ગુજરાતના 42 ગામો સતર્ક કરવામાં આવ્યા છે. તેમજ NDRFની 11 ટીમો એલર્ટ પર છે.
દરિયામાં મોજા ઉછળ્યા છે તેમજ અનેક બીચ પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યા છે.
હવામાન વિભાગનું માનીએ તો આગામી 5 દિવસમાં વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠે ટકરાય તેવી કોઇ જ શક્યતા નથી.વાવાઝોડું અરબી સમુદ્રમાં ઉત્તરથી પશ્ચિમ ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે.જેના કારણે દરિયાકાંઠે ભારે પવન ફૂંકાય તેવી શક્યતા છે
બિપરજોયની અસરના પગલે રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદી માહોલ જામશે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 5 દિવસમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં કડાકા ભડાકા સાથે વરસાદ વરસી શકે છે.તો બિપરજોય વાવાઝોડાને પગલે રાજ્યમાં ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટી પણ રહેશે.
આ સ્થિતિને જોતા માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.તો 5 દિવસની આગાહીમાં વાવાઝોડાની અસરને પગલે પ્રથમ બે દિવસ 35થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે.જ્યારે છેલ્લા દિવસે 70 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.
Published On - 7:10 am, Sat, 10 June 23