Coronavirus Update : રાજયમાં સ્મશાનના કર્મચારીઓને કોરોના વૉરિયર્સનો દરજ્જો, મૃત્યુ પર મળશે રુપિયા 25 લાખની સહાય

|

May 13, 2021 | 1:38 PM

કોરોનાની બીજી લહેરમાં સમગ્ર દેશમાં અસર જોવા મળી રહી છે. કોરોના સંક્રમણના પ્રસારને રોકવા માટે કેન્દ્ર સાથે રાજ્યની સરકાર દ્વારા પણ પોતાના સ્તર પર જરુરી પગલા લેવામાં આવી રહ્યા છે.

Coronavirus Update : રાજયમાં સ્મશાનના કર્મચારીઓને કોરોના વૉરિયર્સનો દરજ્જો, મૃત્યુ પર મળશે રુપિયા 25 લાખની સહાય
ફાઇલ ફોટો - Vijay Rupani

Follow us on

Coronavirus Update :  કોરોનાની બીજી લહેરમાં સમગ્ર દેશમાં અસર જોવા મળી રહી છે અને સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો નોંધાઇ રહ્યો છે. કોરોના સંક્રમણના પ્રસારને રોકવા માટે કેન્દ્ર સાથે રાજ્યની સરકાર દ્વારા પણ પોતાના સ્તર પર જરુરી પગલા લેવામાં આવી રહ્યા છે. આ તમાામ વચ્ચે Vijay Rupani સરકારે બુધવારે સ્મશાનના કર્મચારીઓના હિતને ધ્યાનમાં રાખીને નિર્ણય લીધો છે.

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણીએ રાજ્યના સ્મશાન ગૃહના કર્મચારીઓને 1 એપ્રિલ 2020 ના  પ્રભાવથી કોરોના વોરિયર્સનો દરજ્જો આપવાનો નિર્ણય લેવામાં આવ્યા છે. સાથે જ તેમણે સરકારી નિયમો અંતર્ગત મળનારા લાભ આપવાનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી વિજય રુપાણીએ આજે કોરોનાને લઇ સરકારની કોર કમિટિની બેઠકમાં નિર્ણય લીધો છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આ સંબંધમાં સીએમોની તરફથી આપવામાં આવેલી જાણકારી પ્રમાણે, સરકાર આ નિર્ણય પછી સ્મશાન ગૃહમાં ડ્યૂટી કરનરા એવા કોઇ કર્મચારીનું કોરોનાના કારણે નિધન થાય છે, તો તેમના પરિવાર અથવા ઉત્તરાધિકારીને રાજ્ય સરકાર 25 લાખ રુપિયાની સહાયતા એ જ રીતે આપશે, જેવી રીતે તેઓ અન્ય કોરોના વોરિયર્સને આપે છે.

આપને જણાવી દઇએ કે, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ સંક્રમણના કુલ 11,017 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે આ અવધિમાં કોરોનાથી 102 લોકોએ પોતોનો જીવ ગુમાવ્યો છે. જ્યારે 15,246 લોકોને હૉસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે, કુલ 8,731 લોકોના મૃત્યુ નોંધાયા છે.

Next Article