ગુજરાતના 10 જિલ્લામાં 18થી 45 વર્ષના લોકોને, ગુજરાતના સ્થાપના દિવસ 1 લી મેથી અપાશે કોરોનાની વેક્સિન

|

Apr 30, 2021 | 3:46 PM

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, જે યુવાનોએ cowin.gov.in પોર્ટલ પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યું હશે, તે પૈકીના અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, કચ્છ, મહેસાણા, ભરૂચ અને ગાંધીનગર જિલ્લાના યુવાનોને જ SMS મળશે, અને SMSમાં દર્શાવેલી તારીખે, સ્થળે અને સમયે જે તે સેન્ટર પર જઈને તેમણે વેક્સિન લેવાની રહેશે.

ગુજરાતના 10 જિલ્લામાં 18થી 45 વર્ષના લોકોને, ગુજરાતના સ્થાપના દિવસ 1 લી મેથી અપાશે કોરોનાની વેક્સિન
File Image

Follow us on

ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ તા. ૧લી મેથી રાજ્યના કોરોનાનું વધુ સંક્રમણ ધરાવતા ૧૦ જિલ્લાઓમાં ૧૮ વર્ષથી વધુ વયના યુવાનોને રાજ્ય સરકાર વિનામૂલ્યે વેક્સિન ( corona vaccine) આપશે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ આ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકારની મદદથી ગુજરાતમાં આવતીકાલથી યુવાનોના વેક્સિનેશનનો આરંભ થઈ રહ્યો છે.

ગુજરાતના મુખ્ય પ્રધાન વિજયરૂપાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતના ૧૮ વર્ષથી વધુ વયના યુવાનો કોરોના સામે સુરક્ષિત રહે એ હેતુ જલદીમાં જલદી વેક્સિનેશન શરૂ થાય તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. ગુજરાતે ભારતના સ્વદેશી વેક્સિન ઉત્પાદકોને અઢી કરોડ વેક્સિન ડોઝ માટે ઓર્ડર આપી દીધો છે. વધુને વધુ વેક્સિન ડોઝ મળે તે માટે ગુજરાત સરકાર સતત આ બંને કંપનીઓના પરામર્શમાં છે. આજે સાંજ સુધીમાં ૩ લાખ વેક્સિન ડોઝ હવાઇ માર્ગે ગુજરાત આવી રહ્યા છે અને આવતીકાલથી ૧૦ જિલ્લાઓમાં યુવાનોના વેક્સિનેશનનો શુભારંભ થઈ જશે.

વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, જ્યાં કોરોનાનું સંક્રમણ વધારે છે એવા ૧૦ જિલ્લાઓ  અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, કચ્છ, મહેસાણા, ભરૂચ અને ગાંધીનગરમાં આવતીકાલે, ગુજરાતના સ્થાપના દિવસે સવારે ૯ વાગ્યાથી ૧૮ વર્ષથી વધુ વયના યુવાનોને રાજ્ય સરકાર વિનામૂલ્યે વેક્સિન આપશે.

આજનું રાશિફળ તારીખ : 20-05-2024
દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી

વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, મે મહિના દરમિયાન ગુજરાતને વેક્સિનના ૧૧ લાખ ડોઝ મળશે. હજુ વધુ જથ્થો પ્રાપ્ત થાય તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. જેમ-જેમ વેક્સિન ઉપલબ્ધ થશે તેમ-તેમ વધુને વધુ જિલ્લાઓમાં યુવાનોના વેક્સિનેશનનો તબક્કાવાર આરંભ કરાશે.

સમગ્ર દેશમાં આવતીકાલથી ૧૮થી ૪૪ વયજૂથમાં વેક્સિનેશનનો ચોથા તબક્કાનો આરંભ થઈ રહ્યો છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, જે યુવાનોએ cowin.gov.in પોર્ટલ પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યું હશે તે પૈકીના આ દસ જિલ્લાના યુવાનોને જ SMS મળશે, અને SMSમાં દર્શાવેલી તારીખે, સ્થળે અને સમયે જે તે સેન્ટર પર જઈને તેમણે વેક્સિન લેવાની રહેશે. વેક્સિનેશન માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન ફરજિયાત છે. સ્થળ પર રજીસ્ટ્રેશનની કોઈ જોગવાઇ નથી એટલે જેમણે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું હોય અને જેમને SMS મળ્યો હોય તે યુવાનો જ વેક્સિન લેવા માટે જાય. ગુજરાતમાં વેક્સિનેશનની કામગીરી ખૂબ જ સુચારુ રૂપે થઈ રહી છે. એટલે આ કામગીરીમાં કોઈ અવ્યવસ્થા ન સર્જાય એ સૌએ જોવાનું રહેશે.

Published On - 2:31 pm, Fri, 30 April 21

Next Article