રાજકોટ: રસીકરણ માટે તૈયારીઓ પૂરજોશમાં, આરોગ્ય વિભાગ તૈયાર કરી રહ્યું છે ડેટા

રાજકોટમાં કોરોનાની રસીને લઈને તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. રાજકોટ જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ સતત કાર્યરત છે અને ડેટા એકઠો કરવામાં આવી રહ્યો છે. આરોગ્ય વિભાગની યાદી તૈયાર થઈ જાય અને રસીને પહોંચી જાય ત્યારબાદ ડેટાબેંકમાંથી મોબાઈલ નંબર કાઢીને મેસેજ કરવામાં આવશે. જે વ્યક્તિને મેસેજ આવશે તેમણે નિર્ધારિત કેન્દ્ર પર જઈને રસીનો ડોઝ લેવાનો રહેશે. […]

રાજકોટ: રસીકરણ માટે તૈયારીઓ પૂરજોશમાં, આરોગ્ય વિભાગ તૈયાર કરી રહ્યું છે ડેટા
File Image
| Edited By: | Updated on: Dec 17, 2020 | 6:45 PM

રાજકોટમાં કોરોનાની રસીને લઈને તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. રાજકોટ જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ સતત કાર્યરત છે અને ડેટા એકઠો કરવામાં આવી રહ્યો છે. આરોગ્ય વિભાગની યાદી તૈયાર થઈ જાય અને રસીને પહોંચી જાય ત્યારબાદ ડેટાબેંકમાંથી મોબાઈલ નંબર કાઢીને મેસેજ કરવામાં આવશે. જે વ્યક્તિને મેસેજ આવશે તેમણે નિર્ધારિત કેન્દ્ર પર જઈને રસીનો ડોઝ લેવાનો રહેશે. રસીનો ડોઝ આપતા પહેલા જે તે વ્યક્તિના આધારકાર્ડની પણ ખરાઈ કરવામાં આવશે. પહેલો અને બીજો ડોઝ પૂર્ણ થયા બાદ મોબાઈલ પર મેસેજમાં એક લિંક મોકલાશે જેના પરથી રસી લેવાયાનું પ્રમાણપત્ર પણ મળશે.

આ પણ વાંચો: Delhi CM કેજરીવાલે વિધાનસભામાં ત્રણેય કૃષિ કાયદાઓની નકલ ફાડી

 

 

 

Published On - 5:56 pm, Thu, 17 December 20