Corona Update: મોટેરાના મોદી સ્ટેડિયમમાં મેચ જોવા ગયેલા IIMના 5 વિદ્યાર્થીઓને કોરોના

|

Mar 26, 2021 | 1:25 PM

IIM કેમ્પસમાંથી ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. જેમાં 40 લોકો કોરોના પોઝિટિવ નીકળ્યા છે. 38 વિદ્યાર્થીઓમાંથી 5 એવા વિદ્યાર્થીઓ છે જેઓ મેચ જોવ ગયા હતા.

Corona Update: મોટેરાના મોદી સ્ટેડિયમમાં મેચ જોવા ગયેલા IIMના 5 વિદ્યાર્થીઓને કોરોના
પ્રતિકાત્મક તસ્વીર

Follow us on

દેશભરમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. તેની મોટી અસર ગુજરાત રાજ્ય પર પણ જોવા મળી રહી છે. ગુજરાતમાં ઘણા શહેરોમાં કોરોનાનો આતંક ફેલ્યો છે. અમદાવાદ શહેરમાં રોજના રેકોર્ડ બ્રેક આંકડા આવી રહ્યા છે. ત્યારે આ સમયે એક ખુબ મોટા ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદના IIM કેમ્પસમાં કુલ 40 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. જેમાં 38 વિદ્યાર્થીઓ શામેલ છે. તમને જાણીને વધુ આશ્ચર્ય થશે કે આ લીસ્ટમાં મેચ જોવા ગયેલા વિદ્યાર્થીઓનું નામ પણ શામેલ છે.

જી હા 12 માર્ચના રોજ IIM કેમ્પસમાથી 6 વિદ્યાર્થીઓ મેચ જોવા ગયા હતા. જેમાંથી 5 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ નીકળ્યા છે. સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર આ પાંચ વિદ્યાર્થીઓએ પરીક્ષામાં બેસવા માટે માહિતી છુપાવી હતી.

મેચ જોવા ગયેલા 5 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

છેલ્લા કેટલાક દિવસોથી વધી રહેલા કોરોનાના કેસને કારણે રાજ્ય સરકારે ઘણા કડક પગલા લીધા છે. પરંતુ આ પહેલા જ્યારે મેચ રમાઈ રહી હતી, અને મેચમાં પ્રેક્ષકો ભેગા થઇ રહ્યા હતા ત્યારે સામાન્ય લોકોએ પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો. લોકોએ સોશિયલ મીડિયામાં મેચમાં એકઠા થઇ રહેલા હજારો લોકો અને કોરોનાના ફેલાવાને લઈને કટાક્ષ અને આકરા પ્રહારો કર્યા હતા. અને હવે જ્યારે IIMમાંથી મેચ જોવા ગયેલા 6માંથી 5 લોકો કોરોના સંક્રમિત નીકળ્યા છે. ત્યારે આ ખુબ ચિંતાનો વિષય છે.

IIM કેમ્પસમાં 10 થી વધુ માઈક્રો કંટેનમેન્ટ ઝોન

ખાનગી અખબારના અહેવાલ મુજબ 6 વિદ્યાર્થી મેચ જોવા ગયા હતા. અને તેમાંથી 5 કોરોના પોઝિટિવ નીકળ્યા છે. આ સહીત કુલ કેસ 40 થઇ ગયા છે. એમાં 2 પ્રોફેસર પણ પોઝિટિવ મળી આવ્યા છે. આ બાબત કેમ્પસ અને શહેરના લોકો માટે પણ ખુબ ચિંતાજનક છે. જાણવા મળેલી માહિતી અનુસાર IIM કેમ્પસમાં 10 થી વધુ ડોમને માઈક્રો કંટેનમેન્ટ ઝોન જાહેર કરાયા છે.

ગુજરાતમાં ઓલ ટાઈમ હાઈ કેસ

ગુજરાતમા Corona એ તરખાટ મચાવ્યો છે. જેમાં ગુરુવારે એટલે કે 25 માર્ચના રોજ છેલ્લા 24 કલાક દરમ્યાન કોરોનાના નવા 1961 ઓલ ટાઈમ હાઇ કેસ નોંધાયા હતા. જ્યારે સાત લોકોનાં મોત થયા હતા. ગુજરાતમાં Corona ના સતત વધી રહેલા કેસો વચ્ચે આ આંકડામાં કોરોનાથી 1405 દર્દીઓ સાજા થયા છે. આ ઉપરાંત કોરોનાના એક્ટિવ કેસનો આંક 9372 થયો હતો. જ્યારે 81 લોકો વેન્ટિલેટર પર છે અને 9281 લોકો સ્ટેબલ છે. આ ઉપરાંત રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4473 થવા પામ્યો હતો. તેમજ આજે મૃત્યુ પામેલા સાત લોકોમાં સુરતમાં 4, મહીસાગરમાં 2 અને અમદાવાદમાં 1 વ્યકિતનું મૃત્યુ થયું છે. આ આંકડા 25 માર્ચના છે.

Next Article