કોરોના(Corona Third Wave)ની ત્રણ લહેરોએ સમગ્ર વિશ્વને હચમચાવી નાખ્યું હતું. કરોડો લોકો માત્ર બીમારી નહિ પરંતુ બીમારી ફેલાતી અટકાવવા લગાવાયેલા પ્રતિબંધ અને તેના કારણે અર્થતંત્રને પહોંચેલી માઠી અસરથી ગંભીરરીતે પ્રભાવિત થયા હતા. પહેલી અને બીજી લહેર દરમ્યાન મૃતકઆંક ઊંચો રહ્યો પરંતુ ત્રીજી લહેરમાં માત્ર એક વય જૂથને કોરોના એ સૌથી વધુ હાનિ પહોંચાડી હતી. ભરૂચના સ્પેશિયલ કોવીડ સ્મશાનના ડેટા અનુસાર ત્રીજી લહેરમાં 90 ટકા મૃતક 80 વર્ષથી વધુ વયના છે.
કોરોનાની ત્રીજી લહેર હાલમાં તેના અંતિમ તબક્કામાં હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ લહેર બાદ સંક્રમિતઓની સંખ્યા ખુબ વધુ રહી પરંતુ મોટાભાગના દર્દીઓ સામાન્ય લક્ષણ અને થોડી સારવાર બાદ સ્વસ્થ થવામાં સફળ રહયા હતા. ત્રીજી લહેર દરમ્યાન મોટાભગના દર્દીઓ ઓમઇક્રોન વેરિએન્ટથી સંક્રમિત હતા. આ વેરિએન્ટનો વાયરસ દર્દીઓના ફેફસાને ગંભીર સ્તરે સંક્રમિત કરતો ન હતો અને તેના કારણે દર્દીઓને ઓક્સિજન અને વેન્ટિલેટર સહિતની સુવિધાઓની ખાસ જરૂર પડી ન હતી.
બીજી લહેર દરમ્યાન ડેલ્ટા વેરિએન્ટે સૌથી વધુ નુકસાન પહોચાડ્યું હતું. પહેલી લહેરદરમ્યાન કડક લોકડાઉનના કારણે સંક્રમણ મહદ અંશે નિયંત્રિત રાખવામાં સફળતા મળી હતી. ત્રીજી લહેર વર્ષ 2022 ની શરૂઆત સાથે પીક ઉપર નજરે પડવા લાગી હતી. આ લહેરને ભલે ગંભીર માનવામાં આવતી ન હોય પણ તેની અસરો ચોક્કસ સામાન્ય પણ ન હતી. આરોગ્ય તંત્રના સરકારી આંકડા અનુસાર કોરોનાની ત્રીજી લહેર દરમ્યાન 27 દર્દીઓના મોત નિપજ્યા હતા.
ત્રીજી લહેર દરમ્યાન કોવિડ સ્મશાનના આંકડા |
|||||
મહીનો | મૃતકોની સંખ્યા | ઉંમર 80 થી વધુ | ઉંમર 70 થી 80 | ઉંમર 70 થી ઓછી વય | વેક્સીન નથી લીધી |
ફેબ્રુઆરી 22 | 7 | 4 | 1 | 2 | 2 |
જાન્યુઆરી 22 | 7 | 4 | 4 | 0 | 6 |
ડિસેમ્બર 21 | 0 | 0 | 0 | 0 | 0 |
નવેમ્બર 21 | 1 | 0 | 1 | 0 | 0 |
ભરૂચમાં મૃત્યુ પામનાર મોટા ભાગના દર્દી વૃદ્ધ હતા. આ પૈકી ૯૦ ટકાથી વધુ દર્દીઓ ૮૦ વર્ષથી વધુ વયના હતા. આ લહેર માત્ર વૃદ્ધો માટે જ કેમ જોખમી સાબિત થઇ તે જાણવા અમે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન અંકલેશ્વરના સેક્રેટરી અને ફિઝઝીશિયન ડો. નિલેશ દેસાઈનો સંપર્ક કર્યો હતો. ડો. દેસાઈએ જણાવ્યું હતું કે કોરોનાની ત્રીજી લહેર દરમ્યાન ફેફસામાં સંક્રમણની અસર ગંભીર મોટાભાગના દર્દીઓમાં દેખાઈ નથી. જે દર્દીઓ મૃત્યુ પામ્યા તે કોમોર્બિડ (comorbid) હતા.
દર્દીઓ 80 વર્ષથી ઉપરની વયના દર્દીઓની ઉંધુ મૂરના કારણે તેમના અંગનોની કાર્યક્ષમતામાં ઘટાડો થયો હતો છે. આ ઉપરાંત ડાયાબિટીસ, બ્લડપ્રેસર અને કિડની તેમજ લીવર જેવા અંગોની બીમારીના કારણે ઈમ્યુનીટીમાં ઘટાડો થયો હોય છે ત્યારે ઇન્ફેક્શન બાદ આ અંગો બરાબર કામ ન કરવાથી મોતની જોખમ વધી જાય છે.
કોરોના જયારે પ્રવેશ્યો ત્યારે તે એપેડેમિક કહેવાયો જે સ્થાનિક સ્તરે સંક્રમણ ફેલાવી રહ્યો હતો બાદમાં તે વૈશ્વિક સ્તરે પેંડેમીક સ્ટેજમાં હતો અને હવે તે એન્ડેમિક સ્ટેજમાં છે જે તેનો અંતિમ તબક્કો માનવામાં આવે છે.
કોવિડ સ્મશાનના સંચાલક ધર્મેશ સોલંકીએ જણાવ્યું હતું કે તંત્રની મદદ માટે તેમની ટિમ શક્ય તેટલા દેતા એકત્રિત કરવાનો પ્રયાસ કરે છે. ત્રીજી લહેરના 50 ટકા દર્દીઓએ કોરોના વિરોધી વેક્સીન લીધી ન હતી.
આ પણ વાંચો : BHARUCH : 31 જાન્યુઆરીએ બે બસ સળગાવી દેવાના મામલામાં AIMIM જિલ્લા પ્રમુખ સહીત 8 ની ધરપકડ
આ પણ વાંચો : True Story: અને અભય ચુડાસમાની આંખમાં ચમક આવી ગઈ, અમદાવાદ બૉમ્બ બ્લાસ્ટ પર છેવટે કડી મળી જ ગઈ
Published On - 5:37 pm, Wed, 16 February 22