CORONA : બીજી લહેર ઓછી થઇ રહી છે, 80 ટકા દર્દીઓ પેરાસિટામોલ અને પૌષ્ટિક આહારથી થઇ રહ્યાં છે સાજા : ડૉ. તેજસ પટેલ

|

May 04, 2021 | 1:38 PM

CORONA ના કેસ વધતાની સાથે જ લોકો રેમડેસિવિર ઇન્જેક્શન અને ઓક્સિજન માટે ભાગદોડ કરી રહ્યા છે. પરંતુ, CORONAના 100માંથી 80 દર્દી પેરાસિટામોલ, સંપૂર્ણ આરામ, પૌષ્ટીક આહાર અને પ્રવાહીના ઉપયોગથી સાજા થઇ શકે છે.

CORONA : બીજી લહેર ઓછી થઇ રહી છે, 80 ટકા દર્દીઓ પેરાસિટામોલ અને પૌષ્ટિક આહારથી થઇ રહ્યાં છે સાજા : ડૉ. તેજસ પટેલ
ફાઇલ

Follow us on

CORONA ના કેસ વધતાની સાથે જ લોકો રેમડેસિવિર ઇન્જેક્શન અને ઓક્સિજન માટે ભાગદોડ કરી રહ્યા છે. પરંતુ, CORONAના 100માંથી 80 દર્દી પેરાસિટામોલ, સંપૂર્ણ આરામ, પૌષ્ટીક આહાર અને પ્રવાહીના ઉપયોગથી સાજા થઇ શકે છે. તેમજ માત્ર 8 ટકા જ CORONA દર્દીઓને Ramdesivir અને Tosilizumebની જરૂર પડે છે. આગામી 10થી 15 દિવસમાં લોકો CORONAની અસરમાંથી બહાર નીકળી જશે, છતાંય છ મહિના સુધી CORONA ગાઇડલાઇનનું પાલન કરવું જરૂરી હોવાની ચેતવણી ડો. તેજસ પટેલે ઉચ્ચારી છે.

પદ્મશ્રી ડૉ.તેજશ પટેલ

 

Covid Task Forceના સભ્ય અને ઇન્ટરવેન્શન કાર્ડિયોલોજીસ્ટ ડૉ. તેજસ પટેલ શું કહે છે ?

જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024

રાજ્યની Covid Task Forceના સભ્ય અને ઇન્ટરવેન્શન કાર્ડિયોલોજીસ્ટ ડૉ. તેજસ પટેલ જણાવે છે કે, મેના પ્રથમ અઠવાડિયાથી COVIDના કેસ ઘટવાના શરૂ થઇ ગયા છે. અને, હવે 10-15 દિવસમાં લોકો CORONAની અસરમાંથી બહાર આવી જશે. ત્યાં સુધીમાં બીજા વેવ્સમાં CORONA વાઇરસની મોટાભાગની અસરો સમાપ્ત પણ થઇ જશે. હાલમાં નવા કેસ ઓછા થાય છે, તેમજ રિકવરી રેટ પણ ઘણો સારો છે, જે એક સારી નિશાની છે. આગામી થોડા અઠવાડિયામાં લોકો CORONAમાંથી બહાર નીકળી જશે. પરંતુ, છૂટાછવાયા કેસ ચાલુ રહેશે. જોકે, લોકોએ છ મહિના સુધી MASK, Sanitizer અને Social distanceનું પાલન કરવું પડશે.

માત્ર 20 ટકા દર્દીઓને જ સ્ટીરોઇડ, ઓક્સિજન, રેમડેસિવિરની જરૂર પડે છે : ડૉ. તેજસ પટેલ

COVIDમાં સપડાયેલાં 100માંથી 80 દર્દી પેરાસીટામોલ, પૂરતો આરામ, પૌષ્ટિક આહાર અને પૂરતી માત્રામાં પ્રવાહી લેવાની જરૂર હોય છે. જયારે બાકીના 20 ટકા દર્દીમાંથી ફકત 12થી 14 ટકા દર્દીને સ્ટીરોઇડ કે Oxygen આપવાની જરૂર પડે છે. તેમજ બાકીના 8 ટકામાંથી 6થી7ને જ Ramdesivir અને 1 ટકા દર્દીને Tosilizumebની જરૂર હોય છે. જેથી જરૂર ન હોય ત્યાં સુધી Ramdesivir, Tosilizumeb અને Oxygen માટે દોડાદોડ કરવાની જરૂર નથી.

દવા સાથે પૌષ્ટિક આહાર મહત્ત્વનો ભાગ ભજવે છે : ડૉ. તેજસ પટેલ
COVIDનાં દર્દીએ દવા લેવાની સાથે દિવસ દરમિયાન દર દોઢથી બે કલાકે મગનું પાણી, છાશ, સુપ, ચા-કોફી, દાળનું પાણી જેવા પ્રવાહી લેતા રહેવું જોઇએ. તેમજ બે ટાઇમ દાળ-ભાત, શાક-રોટલી, સલાડ, ખીચડી- કઢી જેવો પૌષ્ટિક આહાર લેવાથી વ્યકિતની રોગપ્રતિકારક શકિતમાં વધારો થાય છે, જેથી સ્વાદ લાગે કે ન લાગે પણ પેટ ભરીને ભોજન લેવું જરૂરી છે.

Next Article