કોરોના વધતા કેસોને પગલે શક્તિપીઠ અંબાજી (Ambaji) હવે 31 જાન્યુઆરી સુધી ભક્તો માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વધતા કોરોના સંક્રમણને લઈ મંદિર ટ્રસ્ટ દ્વારા આ નિર્ણય લેવાયો છે. ભક્તો મા અંબાના ઓનલાઈન દર્શન કરી શકશે.
અગાઉ 23 જાન્યુઆરી સુધી મંદિર બંધ કરવાની જાહેરાત કરાી હતી. ત્યારે અંબાજી મંદિર તારીખ 15 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી, 2022 સુધી દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો.
અંબાજી મંદિર વ્યવસ્થાપક સમિતિ દ્વારા શ્રી અંબાજી મંદિર, ગબ્બર મંદિર, 51 શક્તિપીઠ પરિક્રમા માર્ગના મંદિરો, ટ્રસ્ટ હસ્તકના પેટા મંદિરો 31 જાન્યુઆરી 2022 સુધી દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ દરમિયાન સોશિયલ મીડિયાના માધ્યમથી સવાર સાંજની આરતીનું જીવંત પ્રસારણ કરવામાં આવશે.
અંબાજી મંદિર 31 જાન્યુઆરી સુધી બંદ રહેશે
ત્રીજી લહેર વચ્ચે મંદિર ના કપાટ 31 સુધી બંદ રહેશે
15 થી 22 જાન્યુઆરી સુધી અંબાજી મંદિર બંદ રાખવાની જાહેરાત કરાઈ હતી
આજે અંબાજી મંદિર ટ્રસ્ટ તરફથી અખબારી યાદી જાહેર કરાઈ
ટ્રસ્ટ ના અન્ય મંદિરો પણ બંદ રહેશે pic.twitter.com/56N8khXHzm
— Ambaji temple official, Gujarat, India (@TempleAmbaji) January 22, 2022
શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી તથા બનાસકાંઠા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા તમામ શ્રદ્ધાળુઓને અપીલ કરવામાં આવી છે કે ઘરે બેઠા ઓનલાઈન જિવંત પ્રસારણનો લાભ લે અને વૈશ્વિક મહામારીને અટકાવવામાં કાર્યમાં સહભાગી બનીએ.
આ પણ વાંચોઃ નવો વિવાદ : સુરત ડાયમંડ બુર્સમાં લલચામણી ઓફરે મુંબઈ ડાયમંડ બુર્સના અગ્રણીઓને કેમ કર્યા નારાજ ?
આ પણ વાંચોઃ રાજ્યમાં ફરી કમોસમી વરસાદ, વડોદરા અને છોટા ઉદેપુર જિલ્લામાં વહેલી સવારથી ઝરમર શરૂ