સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દલા તલવાડી જેવી સ્થિતિ: જુનિયર ઈજનેરને જ બનાવી દીધા બાંધકામ સમિતિના નિષ્ણાત

|

Oct 17, 2021 | 9:16 PM

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જુનિયર ઈજનેરને બાંધકામ સમિતિના નિષ્ણાત બનાવી દેતા વિવાદ સર્જાયો છે. આ અચંબો જગાવે તેવા નિર્ણયના કારણે સૌ કોઈ ચોંકી ગયા છે. તેમજ વિરોધ પણ કરી રહ્યા છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વધુ એક વિવાદ સર્જાયો છે. યુનિવર્સિટીએ જુનિયર ઈજનેરને બાંધકામ સમિતિના નિષ્ણાત બનાવી દેતા સૌ કોઈ ચોંકી ગયા છે. તેમજ આ બાબતે વિવાદ પણ જન્મ્યો છે. યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય નિદત બારોટે કુલપતિને ફરિયાદ કરીને આ નિમણૂક રદ કરવાની માગણી પણ કરી છે. સાથે જ બાંધકામ ક્ષેત્રનો બહોળો અનુભવ ધરાવતી વ્યક્તિને પસંદ કરવા માટે રજૂઆત કરી છે.

જણાવી દઈએ કે હાલ જુનિયર એન્જિનિયર તરીકે આશિષ ઉપાધ્યાય કાર્યરત છે. તેમને બાંધકામ સમિતિના નિષ્ણાત બનાવી દેવામાં આવ્યા છે. નિષ્ણાત બનાવી દેતા હવે તેમની પાસે જુદા-જુદા 3 હોદ્દા આવી ગયા છે. જુનિયર એન્જિનિયર તરીકે તેઓ મેજરમેન્ટ બુકની ચકાસણી કરશે અને બાંધકામનું બિલ મંજૂર કરવા નોંધ કરશે. આ ઉપરાંત ડેપ્યુટી એન્જિનિયર તરીકે તેઓ પોતે મૂકેલી નોંધને મંજૂર કરશે. આ સાથે બાંધકામ નિષ્ણાત તરીકે તેઓ પોતે મૂકેલી તેમજ મંજૂર કરેલી નોંધ મંજૂર કરાવશે. અને ત્યારબાદ કોન્ટ્રાક્ટરને પેમેન્ટ કરવા માટેનો આદેશ પણ પોતે જ કરશે.

આ સ્થિતિ જોતા દલા તલવાડીની વાર્તા યાદ આવી જાય એમ છે. ‘વાડીઓ વાડી ચીભડા લઉં બે ચાર, અરે લો ને દસ બાર’ જેવી સ્થિતિ સર્જાઈ રહી હોય તેવો ભાસ થઇ રહ્યો છે. જાતે જ બુક ચકાસણીથી પેમેન્ટનું કાર્ય કોઈ એક જ વ્યક્તિ કરતુ હોય તો સ્વાભાવિકપણે આ વાત તેની સાથે યાથાર્ત ઠરે છે.

 

આ પણ વાંચો: CM એ કડક સૂરમાં અધિકારીઓને કરી ટકોર: સામાન્ય માણસોનું કામ નીતિ નિયમોને કારણે અટકવું ન જોઈએ

આ પણ વાંચો: ગુજરાતમાં કોરોનાના કેસોમાં ઘટાડો, 17 ઓક્ટોબરે માત્ર 10 નવા કેસ નોંધાયા, 16 દર્દીઓ સાજા થયા

Next Video