ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસને નહિ મળે વિપક્ષનું પદ, અધ્યક્ષ દ્વારા લેવાયો નિર્ણય

|

Feb 22, 2023 | 8:05 PM

ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસને વિપક્ષનું પદ નહિ મળે આ નિર્ણય વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા લેવામાં આવ્યો છે.જેમાં જણાવવામાં આવ્યું છે કે ગુજરાત વિધાનસભાના સંસદીય નિયમો પ્રમાણે કોંગ્રેસ પાસે પૂરતું સંખ્યાબળ નથી. જેમાં નિયમ પ્રમાણે 10 ટકા સંખ્યાબળ ફરજિયાત છે. જ્યારે વિપક્ષના પદ માટે કોંગ્રેસ દ્વારા મોડી માંગણી કરવા હોવાની વાત સામે આવી છે.

ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસને નહિ મળે વિપક્ષનું પદ, અધ્યક્ષ દ્વારા લેવાયો નિર્ણય
Gujarat assembly

Follow us on

ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસને વિપક્ષનું પદ નહિ મળે આ નિર્ણય વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા લેવામાં આવ્યો છે.જેમાં જણાવવામાં આવ્યું છે કે ગુજરાત વિધાનસભાના સંસદીય નિયમો પ્રમાણે કોંગ્રેસ પાસે પૂરતું સંખ્યાબળ નથી. જેમાં નિયમ પ્રમાણે 10 ટકા સંખ્યાબળ ફરજિયાત છે. જ્યારે વિપક્ષના પદ માટે કોંગ્રેસ દ્વારા મોડી માંગણી કરવા હોવાની વાત સામે આવી છે.

જો કે આ પૂર્વે, ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રહેલ અમિત ચાવડાને વિધાનસભાના કોંગ્રેસ દળના નેતા તરીકે જવાબદારી સોંપાઈ છે તો ઉપનેતા તરીકે શૈલેષ પરમારની પસંદગી કરાઈ છે. અમિત ચાવડાની વિધાનસભા નેતા તરીકે પસંદગી થતા જ કોંગ્રેસ પ્રદેશ કાર્યાલયે તેમના સમર્થકોએ ઉજવણી કરી હતી.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

અમિત ચાવડાએ જણાવ્યું  હતું કે વિધાનસભા ચૂંટણીમાં મળેલ જનાદેશનો સ્વીકાર કરી કોંગ્રેસ પ્રજાના પ્રશ્નોને રચનાત્મક રીતે વાચા આપવાનું કામ કરશે. સરકાર સારા કાયદા લાવશે તો તેનું સમર્થન કરીશું, પરંતુ જો ભ્રષ્ટાચાર અને લોકોના અધિકારોનું હનન થશે તો કોંગ્રેસ સડકથી લઈ વિધાનસભા સુધી પ્રજાના પ્રશ્નોને વાચા આપવાનું કામ કરશે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં કોંગ્રેસને મળી માત્ર 17 બેઠકો

નિયમ મુજબ નેતા વિપક્ષનું પદ મેળવવા પર્યાપ્ત બેઠકો કોંગ્રેસ મેળવી શક્યું નથી અને માત્ર 17 બેઠકો જ કોંગ્રેસને મળી છે, ત્યારે સરકાર કોંગ્રેસને અધિકૃત નેતા વિપક્ષનું પદ આપશે કે નહીં એને લઈ વિસંગતતાઓ છે. જો સરકાર નેતા વિપક્ષનું પદ નહીં આપે તો રાજભવનમાં સરકારી બંગલો અને સરકારી ગાડી નહીં મળે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આવતીકાલ તારીખ 23 ફેબુઆરીના રોજ પ્રારંભ થશે. આ સત્રની શરૂઆત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધનથી શરૂ થશે. બજેટ સત્રના પ્રારંભે સૌ પ્રથમ દિવંગત સભ્યોને શ્રદ્ધાંજલિ અપાશે અને ત્યારબાદ બપોરે રાજ્ય સરકાર ગુજરાત જાહેર પરીક્ષા વિધેયક 2023 ગૃહમાં રજૂ કરશે.

પેપરલીક વિરોધી બિલને રાજ્ય સરકાર સર્વાનુમતે પસાર કરવાનો પ્રયાસ કરી શકે છે.  તો  બજેટ સત્ર દરમિયાન 24 ફેબ્રુઆરીએ ભૂપેન્દ્ર પટેલ સરકાર પોતાનું બીજુ બજેટ રજૂ કરશે અને નાણાપ્રધાન કનુ પટેલ વિધાનસભામાં  નાણા પ્રધાન તરીકે બીજું બજેટ રજૂ કરશે. તો 29 માર્ચ સુધી બજેટ સત્ર ચાલશે, જ્યારે બજેટ સત્રમાં બિનઅધિકૃત વિકાસ નિયંત્રણ સુધારા વિધેયક 2023 પણ રજૂ કરવામાં આવશે.

નોંધનીય છે કે ગુજરાતીઓની નજર આ  બજેટ ઉપર રહેશે કે બહુમતી સાથે સત્તામાં આવ્યા બાદ ભૂપેન્દ્ર પટેલની સરકાર  ગુજરાતીઓ માટે બજેટ 2023-24માં નવું શું લઇને આવશે.   ખાસ કરીને  ખેડૂતો માટે, શિક્ષણ માટે, પ્રવાસન માટે , રોજગારીની યોજનાઓ , મૂડીરોકાણ અંગે  બજેટમાં  શું નવું આપવામાં આવે છે.

આ  પણ વાંચો : Ahmedabad: સ્વામિનારાયણ મંદિર મણિનગર ખાતે ઘનશ્યામ મહારાજનો 79 મો વાર્ષિક પાટોત્સવ ઉજવાયો,રાજોપચાર વિધિ પૂર્વક અભિષેક કરાયો

 

Published On - 7:40 pm, Wed, 22 February 23

Next Article