અમરેલીમાં સી.આર.પાટીલના નિવેદન બાદ કોંગ્રેસનો પલટવાર, કહ્યું ભાજપનો જુથવાદ છુપાવવાનો  કિમીયો

|

Nov 18, 2021 | 8:14 PM

કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે ભાજપાના પ્રદેશ અધ્યક્ષે અમરેલી ખાતે કરેલુ નિવેદન હકીકતમાં ભાજપમાં ચાલતી સત્તાની હુંસાતુસી, ચરમસિમાએ જુથવાદ અને ભાજપાના ચાર જુથોની લડાઈ થી ધ્યાન ભટકાવવા માટેનો કીમીયો છે.

અમરેલીમાં સી.આર.પાટીલના નિવેદન બાદ કોંગ્રેસનો પલટવાર, કહ્યું ભાજપનો જુથવાદ છુપાવવાનો  કિમીયો
Gujarat Congress

Follow us on

ગુજરાતમાં(Gujarat)  ભાજપના પ્રમુખ સી. આર. પાટીલે (CR Paatil)  કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેર                  ( Ambarish Der ) માટે જગ્યા ખાલી રાખી હોવાની વાત કરીને રાજકીય ગરમાવો લાવી દીધો છે. જેમાં ગુજરાતમાં વર્ષ 2022ની વિધાનસભા ચુંટણી પૂર્વે ભાજપ ફરી એકવાર તોડજોડના રાજકારણમાં સક્રિય હોવાના સંકેત પણ આપી દીધા છે. તેમજ તેની સાથે જ કોંગ્રેસ માટે પણ મુશ્કેલી ઉભી કરી દીધો છે. જેના પગલે કોંગ્રેસે પણ આ મુદ્દે ભાજપ પર પલટવાર શરૂ કરી દીધો છે.

આ અંગે પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષના લોકપ્રિય જનપ્રતિનિધિ ધારાસભ્ય અમરીષભાઈ ડેર અંગે ભાજપાના પ્રદેશ અધ્યક્ષે અમરેલી ખાતે કરેલુ નિવેદન હકીકતમાં ભાજપમાં ચાલતી સત્તાની હુંસાતુસી, ચરમસિમાએ જુથવાદ અને ભાજપાના ચાર જુથોની લડાઈ થી ધ્યાન ભટકાવવા માટેનો કીમીયો છે.

તેમણે વધુમાં કહ્યું કે નવ નિયુક્તી સમયે ભાજપાના અધ્યક્ષે કરેલી જાહેરાતમાં કોંગ્રેસ પક્ષના કોઈ વ્યક્તિ – ધારાસભ્યોને ભાજપમાં લેવામાં નહિ આવ તેવા નિવેદનથી ઉલ્ટા નિવેદન જ બતાવે છે કે સૌરાષ્ટ્રમાં જે રીતે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને વરિષ્ઠ મંત્રીઓ – વરિષ્ઠ સાથીઓ સાથે થઈ રહેલા અપમાનજનક વ્યવહારથી ભાજપામાં ઊકળતા ચરૂની સ્થિતી છે.

જાણો સ્વાસ્થ્ય માટે સફેદ અને કાળા મરી, બંન્નેમાંથી ક્યાં છે ફાયદાકારક
આજનું રાશિફળ તારીખ : 22-01-2025
રિંકુ સિંહની ભાવિ પત્ની આ ખાસ વ્યક્તિની છે મોટી ફેન
Jaggery with Black Solt Benefits : ગોળ અને સંચળ ખાવાથી શરીરમાં દેખાશે આ ફેરફાર
Peanuts : મગફળી ખાધા પછી તરત જ પાણી પીધું તો ગયા સમજજો, જાણો કારણ
રિંકુ સિંહનું કરોડોનું ઘર કોના નામે છે?

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં મંદી – મોંઘવારી – મહામારીથી જનતા પરેશાન છે અને ભાજપાની ખેડૂત વિરોધી, ગ્રામ્ય વિરોધી, યુવા વિરોધી અને જનવિરોધી નીતિઓ સામે ગુજરાતની જનતામાં પારાવાર આક્રોશ છે.

બીજીબાજુ, કોંગ્રેસપક્ષના જન જાગરણ અભિયાનને પ્રજાકીય જનસમર્થન – જનઆર્શિવાદ મોટા પાયે મળી રહ્યા છે તેનાથી પણ ભાજપાના પ્રદેશ અધ્યક્ષને સ્થિતિનો અંદાજ મળી ગયો હોય તેના લીધે આવા નિવેદન કરતા હોય તેવુ દેખાઈ રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત ભાજપના પ્રમુખ સી. આર. પાટીલે અમરેલીના બાબરીયાધારના સમુહ લગ્નમાં સી.આર.પાટીલે કહ્યું હતું કે, મારા પક્ષના ઘણાં લોકો અમરિશ ડેરના મિત્રો છે. અમે અમરિશ ડેર માટે હજુ ખાસ જગ્યા રાખી છે. સાથે જ પાટીલે હસતા હસતા કહ્યું હતું કે, ડેરને તો મારે એક દિવસ ખખડાવવા પડશે, ખખડાવવાનો મારો અધિકાર છે.

જેમાં સી.આર.પાટીલના નિવેદન બાદ અમરિશ ડેરે કહ્યું હતું કે, ચૂંટણીમાં તમામ પક્ષો જીતી શકે તેવા ઉમેદવારને પોતાના પક્ષમાં લાવવાનો પ્રયાસ કરતા હોય છે. તેમણે જે કહ્યું હશે તે જવાબદારી પૂર્વક કહ્યું હશે. આ ઉપરાંત મુકેશ પટેલ સાથેની મુલાકાત મુદ્દે પણ તેમણે સ્પષ્ટતા કરી હતી કે, મુકેશ પટેલ મારા મિત્ર છે એટલે મુલાકાત થઈ હતી.

ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલાં રાજ્યકક્ષાના પ્રધાન મુકેશ પટેલ પણ અમરિશ ડેરને મળ્યા હતા. મુકેશ પટેલની મુલાકાત અને પાટીલના નિવેદનથી અમરેલીનું રાજકારણ ગરમાયું છે.

આ પણ વાંચો : અમદાવાદ : કાંકરિયા કાર્નિવલને લઇને હજુ અસમંજસ, AMCની સ્ટેન્ડિગ કમિટીમાં આટલો પ્રોપર્ટી ટેક્સ માફ થયો

આ પણ વાંચો : ખેડા : આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી, આત્મનિર્ભર કાર્યક્રમ મુખ્યમંત્રીની ઉપસ્થિતમાં યોજાયો

Published On - 7:52 pm, Thu, 18 November 21

Next Article