Bharuch: કેમિકલ કંપનીઓથી ખેડૂતોને દર વર્ષે 2 હજાર કરોડનું નુકસાન? અર્જુન મોઢવાડિયાએ માંડ્યો મોરચો

|

Sep 23, 2021 | 7:47 PM

Bharuch: કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ ભરૂચમાં બેફામ બનેલી કેમિકલ કંપનીઓ સામે મોરચો માંડ્યો હતો. અને ખેડૂતો માટે વળતરની માંગ કરી.

કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ ભરૂચમાં બેફામ બનેલી કેમિકલ કંપનીઓ સામે મોરચો માંડ્યો હતો. તેમણે કહ્યું કે ભરૂચમાં 2 લાખ એકર જમીન કેમિકલયુક્ત પાણીને પગલે બિનફળદ્રુપ બની ગઈ છે. અને ખેડૂતોને દર વર્ષે 2 હજાર કરોડનું નુકસાન થઇ રહ્યું છે. અર્જુન મોઢવાડિયાએ ભરૂચમાં બેફામ બનેલી કેમિકલ કંપનીઓ સામે મોરચો માંડ્યો. અને પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેઓએ કેમિકલ કંપનીના પાપે ખેડૂતોને થઇ રહેલા નુકસાન મુદ્દે પ્રહાર કર્યો છે. મોઢવાડિયાએ માંગ કરી છે કે કેમિકલ કંપનીઓ ખેડૂતોને એકર દીઠ 1 લાખ રૂપિયાનું વાર્ષિક વળતર ચૂકવવામાં આવે.

અર્જુન મોઢવાડિયાએ કહ્યું હતું કે, આ કેમિકલ કંપનીઓ જે પોલ્યુશન કરે છે તેની સામે સરકાર સખત કાર્યવાહી કરે. અને તેની પહેલા ખેડૂતોને જે નુકસાન થયું છે તેનું વળતર ચુકવવામાં આવે. એટલું જ નહીં એકર દીઠ 40 હજાર રૂપિયા એક વર્ષના લેખે ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે તેવી અર્જુન મોઢવાડિયાએ માંગ કરી હતી. જાહેર છે કે કેમિકલ જમીનને કેટલું નુકસાન કરે છે તે સૌને ખબર જ છે. આવામાં ભરૂચમાં વધેલી કેમિકલની ફેક્ટરીઓ ખેડૂતો માટે ચિંતાજનક બની છે.

આ પણ વાંચો: સાંસદ નારણ કાછડિયાના આક્ષેપના જવાબ આપતા નીતિન પટેલ થયા ભાવુક, જાણો શું કહ્યું

આ પણ વાંચો: મોટો નિર્ણય: હવે વેક્સિન નહીં લીધી હોય તો અમદાવાદની હોટલ અને રેસ્ટોરન્ટમાં પણ નો એન્ટ્રી

Next Video