કોંગ્રેસની ‘એક સાંધે ત્યાં તેર તુટે’ જેવી સ્થિતિ, આ દિગ્ગજ MLA એ ચૂંટણી ન લડવાની કરી જાહેરાત

|

Apr 29, 2022 | 5:44 PM

એક તરફ ચૂંટણી ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરે(Prashant Kishor) કોંગ્રેસમાં જોડાવાનો ઈનકાર કર્યો છે,તેની વચ્ચે કોંગ્રેસ ગઢના દિગ્ગજ નેતાએ આગામી ચૂંટણી લડવાનો ઈનકાર કરતા કોંગ્રેસની મુશ્કેલી વધતી જોવા મળી રહી છે

કોંગ્રેસની એક સાંધે ત્યાં તેર તુટે જેવી સ્થિતિ, આ દિગ્ગજ MLA એ ચૂંટણી ન લડવાની કરી જાહેરાત
Mohansinh Chhotubhai Rathva

Follow us on

આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Election 2022) લઈને દરેક રાજકીય પાર્ટી એક્શનમાં જોવા મળી રહી છે. ભાજપના મોદી સહિતના દિગ્ગજ નેતાઓ ગુજરાતની (Gujarat) મુલાકાત કરી રહ્યા છે. બીજી તરફ કોંગ્રેસ પણ કમર કસી રહી છે. પરંતુ હાલની સ્થિતિને જોઈએ તો કોંગ્રસની ‘એક સાંધે..ત્યાં તેર તુટે…’ જેવી સ્થિતિ છે.કોંગ્રેસનો ગઢ ગણાતા છોટાઉદ્દેપુર (Chhota Udepur) વિધાનસભા બેઠકના ધારાસભ્ય મોહનસિંહ રાઠવાએ (Mohansinh Rathva)આગામી ચૂંટણીમાં ન લડવાની જાહેરાત કરી છે.

સૌથી વધારે વાર ધારાસભ્ય તરીકે રહ્યાનો રેકોર્ડ

તમને જણાવી દઈએ કે, ગુજરાત વિધાનસભામાં સૌથી વધારે વાર ધારાસભ્ય તરીકે રહ્યાનો રેકોર્ડ મોહનસિંહ રાઠવાના નામે છે. હવે તેઓ વિધાનસભાની 2022ની ચૂંટણી નહીં લડે એવી જાહેરાત કરી દીધી છે. કોંગ્રેસમાં ચૂંટણી પહેલા દિગ્ગજ કહેવાતા નેતાએ પીછહટ કરતા કોંગ્રેસની ચિંતા વધી છે.

11 વખત કોંગ્રેસના ધારાસભ્ય તરીકે રહી ચૂક્યા છે રાઠવા

મોહનસિંહ રાઠવા 11 વખત કોંગ્રેસના ધારાસભ્ય તરીકે રહી ચૂક્યા છે. સાથે જ સૌથી વધુ વખત ધારાસભ્ય બનવાનો રેકોર્ડ એમના નામે છે. મોહનસિંહે રાઠવાએ  વિધાનસભાનમાં 1972થી અત્યાર સુધી સતત લગભગ 55 વર્ષ સુધી તેણે વિધાનસભાના સભ્ય તરીકે 11 વખત ધારાસભ્ય તરીકેનો કાર્યકાળ સંભાળ્યો છે. પરંતુ ગુજરાતના યુવાનો રાજકારણમાં આવે તે માટે તેણે આ પહેલ કરી છે.

Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ

એક તરફ ચૂંટણી ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરે કોંગ્રેસમાં જોડાવાનો ઈનકાર કર્યો છે,ઉપરાંત હાર્દિક પટેલ (Hardik Patel) પણ પાર્ટીને લઈને નારાજ જોવા મળી રહ્યો છે.તેની વચ્ચે કોંગ્રેસ ગઢના દિગ્ગજ નેતાએ આગામી ચૂંટણી લડવાનો ઈનકાર કરતા કોંગ્રેસની મુશ્કેલી વધતી જોવા મળી રહી છે. તમને જણાવું રહ્યું કે, મોહનસિંહનું આદિવાસી વિસ્તારમાં સારૂ પ્રભુત્વ રહ્યું છે. વર્ષ 1972માં પહેલી વખત તેઓ ચૂંટણી લડ્યા હતા. એ સમયથી તેઓ સતત  ધારાસભ્ય પદે ચૂંટાતા આવ્યા છે.

આ કારણે કોંગ્રેસી નેતાએ પીછહઠ કરી

યુવાનોને રાજકારણમાં તક આપવાના હેતુંથી તેમણે ચૂંટણી નહીં લડવાનું એલાન કર્યું છે. પોતાના મત વિસ્તારમાં પણ મોહનસિંહ રાઠવાનો એક પ્રકારનો દબદબો રહ્યો છે. 11 વખત તેમણે કોંગ્રેસમાંથી જીત મેળવી છે. હવે યુવાનો આગળ આવે એ માટે તેમણે પોતાનું પદ છોડ્યું છે.

 

આ પણ વાંચોઃ Surat : ગ્લોબલ ટેન્ડરને પગલે શહેરના રસ્તાઓ પર હવે 450 ઈલેક્ટ્રીક બસો દોડશે

આ પણ વાંચોઃ પીપાવાવ પોર્ટ પર 24 કલાકથી ગુજરાત ATS અને DRIનું મેગા સર્ચ ઓપરેશન, સેમ્પલ લઈ એફએસએલમાં મોકલવામાં આવ્યા

Published On - 5:09 pm, Fri, 29 April 22

Next Article