ગાંધીનગર મનપાની ચૂંટણીના પરિણામ આવી ગયા છે. જેમાં ભાજપે જંગી બહુમતીથી વિજય મેળવ્યો છે. ગાંધીનગર મનપાની કુલ 44 બેઠકોમાં 41 બેઠક પર ભાજપે જીત મેળવી છે. જયારે કોંગ્રેસને 2 અને આપ પક્ષને 1 બેઠક મળી છે. ત્યારે ગાંધીનગર માનપાની ચૂંટણી ફરી કરાવવા માટે કોંગ્રેસના ઉમેદવાર અને સમર્થકોએ માંગ કરી છે. માંગ સાથે EVM માં ચેડાં કરાયા હોવાના આક્ષેપ પણ મુકવામાં આવી રહ્યા છે. આ માંગ સાથે કોંગ્રેસી ઉમેદવારો અને તેમના સમર્થકો ધારાસભ્ય સી જે ચાવડાને રજૂઆત કરવા પહોંચ્યા હતા.
ગાંધીનગરની ચૂંટણીના પરિણામ બાદ રજૂઆત કરવા આવેલા કોંગ્રેસના ઉમેદવારોની રજૂઆત સી જે ચાવડાએ સાંભળી હતી. આ બાદ સી જે ચાવડાએ કહ્યું કે, ‘મનપાના પ્રત્યેક વોર્ડમાંથી લોકોનું સમર્થન લઇને એફિડેવિટ કરાવીશું અને આ પરિણામને હાઇકોર્ટમાં પડકારીશું’.
જાહેર છે કે ગાંધીનગરમાં ભાજપને પહેલીવાર સ્પષ્ટ બહુમતિ મળી છે. એટલું જ નહીં પાટનગરની 44 પૈકી 41 બેઠકો પર કેસરિયો લહેરાયો છે. જેમાં 11 પૈકી 8 વોર્ડમાં ભાજપની આખી પેનલ જીતી છે. ભાજપને ગત ચૂંટણી કરતા બમણાથી વધુ બેઠક મળી છે. ત્યારે કોંગ્રેસનો આક્ષેપ છે કે EVM માં ચેડાં કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: અરવલ્લીની ભિલોડા તા.પં.ની ઉબસલ બેઠક પેટા ચૂંટણીમાં AAPની જીત, અપક્ષ પાસેથી બેઠક છિનવી
આ પણ વાંચો: Election Results 2021: ભાજપની અભૂતપૂર્વ જીત પર જેપી નડ્ડાની ટ્વિટ, ગુજરાતના લોકોનો માન્યો આભાર