GMC ની ચૂંટણી ફરી કરાવવાની માંગ સાથે કોંગ્રેસના ઉમેદવારનો BJP પર આક્ષેપ, ધારાસભ્ય સી જે ચાવડાએ કહી આ વાત

ગાંધીનગર મનપાની કુલ 44 બેઠકોમાં કોંગ્રેસને 2 બેઠક મળી છે. ત્યારે ગાંધીનગર માનપાની ચૂંટણી ફરી કરાવવા માટે કોંગ્રેસના ઉમેદવાર અને સમર્થકોએ માંગ કરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 05, 2021 | 5:19 PM

ગાંધીનગર મનપાની ચૂંટણીના પરિણામ આવી ગયા છે. જેમાં ભાજપે જંગી બહુમતીથી વિજય મેળવ્યો છે. ગાંધીનગર મનપાની કુલ 44 બેઠકોમાં 41 બેઠક પર ભાજપે જીત મેળવી છે. જયારે કોંગ્રેસને 2 અને આપ પક્ષને 1 બેઠક મળી છે. ત્યારે ગાંધીનગર માનપાની ચૂંટણી ફરી કરાવવા માટે કોંગ્રેસના ઉમેદવાર અને સમર્થકોએ માંગ કરી છે. માંગ સાથે EVM માં ચેડાં કરાયા હોવાના આક્ષેપ પણ મુકવામાં આવી રહ્યા છે. આ માંગ સાથે કોંગ્રેસી ઉમેદવારો અને તેમના સમર્થકો ધારાસભ્ય સી જે ચાવડાને રજૂઆત કરવા પહોંચ્યા હતા.

ગાંધીનગરની ચૂંટણીના પરિણામ બાદ રજૂઆત કરવા આવેલા કોંગ્રેસના ઉમેદવારોની રજૂઆત સી જે ચાવડાએ સાંભળી હતી. આ બાદ સી જે ચાવડાએ કહ્યું કે, ‘મનપાના પ્રત્યેક વોર્ડમાંથી લોકોનું સમર્થન લઇને એફિડેવિટ કરાવીશું અને આ પરિણામને હાઇકોર્ટમાં પડકારીશું’.

જાહેર છે કે ગાંધીનગરમાં ભાજપને પહેલીવાર સ્પષ્ટ બહુમતિ મળી છે. એટલું જ નહીં પાટનગરની 44 પૈકી 41 બેઠકો પર કેસરિયો લહેરાયો છે. જેમાં 11 પૈકી 8 વોર્ડમાં ભાજપની આખી પેનલ જીતી છે. ભાજપને ગત ચૂંટણી કરતા બમણાથી વધુ બેઠક મળી છે. ત્યારે કોંગ્રેસનો આક્ષેપ છે કે EVM માં ચેડાં કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: અરવલ્લીની ભિલોડા તા.પં.ની ઉબસલ બેઠક પેટા ચૂંટણીમાં AAPની જીત, અપક્ષ પાસેથી બેઠક છિનવી

આ પણ વાંચો: Election Results 2021: ભાજપની અભૂતપૂર્વ જીત પર જેપી નડ્ડાની ટ્વિટ, ગુજરાતના લોકોનો માન્યો આભાર

Follow Us:
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
g clip-path="url(#clip0_868_265)">