Breaking News : વિધાનસભા ચૂંટણીમાં પક્ષ વિરોધી કામ કરનાર સામે કોંગ્રેસની કાર્યવાહી, 33 નેતાઓને સસ્પેન્ડ કરાયા

|

Jan 20, 2023 | 1:20 PM

નર્મદા જિલ્લા પ્રમુખ હરેન્દ્ર વાણંદને પણ કોંગ્રેસમાંથી (Congress) સસ્પેન્ડ કરાયા છે. પૂર્વ ધારાસભ્ય પીડી વસાવાને કોંગ્રેસ પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ સસ્પેન્ડ કરાયા છે. તો કોંગ્રેસ ઉમેદવારના વિરોધમાં કામ કરનાર સામે કાર્યવાહી કરાઇ છે.

Breaking News : વિધાનસભા ચૂંટણીમાં પક્ષ વિરોધી કામ કરનાર સામે કોંગ્રેસની કાર્યવાહી, 33 નેતાઓને સસ્પેન્ડ કરાયા
Gujarat Congress

Follow us on

વિધાનસભા ચૂંટણીમાં પક્ષ વિરોધી કામ કરનાર સામે કોંગ્રેસની લાલ આંખ કરી છે. કોંગ્રેસે 33 નેતાઓને સસ્પેન્ડ કર્યા છે. સુરેન્દ્રનગર કોંગ્રેસ પ્રમુખ રૈયાભાઈ રાઠોડને પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા છે. નર્મદા જિલ્લા પ્રમુખ હરેન્દ્ર વાણંદને પણ કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરાયા છે. પૂર્વ ધારાસભ્ય પીડી વસાવાને કોંગ્રેસ પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ સસ્પેન્ડ કરાયા છે. તો કોંગ્રેસ ઉમેદવારના વિરોધમાં કામ કરનાર સામે કાર્યવાહી કરાઇ છે. 5 સભ્યોની શિસ્ત સમિતિએ સાથે મળીને આ નિર્ણય લીધો છે.

વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને ખૂબ જ ઓછી બેઠક પ્રાપ્ત થઇ છે. જેથી કોંગ્રેસે એ બાબત સ્પષ્ટ કરી લીધી છે કે જો કડક હાથે કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં કોંગ્રેસને વધારે નુકસાન થઇ શકે છે. આ જ બાબતને ધ્યાન પર લઇને કોંગ્રેસની શિસ્ત સમિતી દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. શિસ્ત સમિતી અત્યાર સુધીમાં 71 અરજીઓ પ્રાપ્ત થઇ છે. આ પૈકી 95 નેતાના નામ હતા કે જેમણે વિધાનસભા ચૂંટણી દરમિયાન પક્ષ વિરોધી કામગીરી કરી હતી. આ તમામ લોકોને શિસ્ત સમિતી દ્વારા સાંભળવામાં પણ આવ્યા હતા અને આ તમામ લોકોની ભૂમિકા શું હતી એ તમામ બાબતો શિસ્ત સમિતીએ સાંભળી હતી.

શિસ્ત સમિતીએ આ તમામ નેતાને સાંભળીને મહત્વનો નિર્ણય લીધો છે. કુલ 33 નેતાઓને કોંગ્રેસે સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે. આ સિવાયના મહામંત્રી સુધીનું પદ ધરાવતા છ નેતાઓ પણ સામેલ છે. આ છ લોકોને કોંગ્રેસમાં જે જવાબદારી સોંપવામાં આવી હતી તે હોદ્દા પરથી તેમને મુક્ત કરવામાં આવ્યા છે.

હજુ 18 નામો બાકી છે કે જેમને સાંભળવાના બાકી છે. તેમને સાંભળ્યા બાદ તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. તેમની અંદર પણ કેટલાક પૂર્વ ધારાસભ્ય, કેટલાક પ્રમુખ અને કેટલાક મહામંત્રીના નામ સામેલ છે. આ તમામ લોકો સામે પણ આગામી સમયમાં કાર્યવાહી કરવામાં આવશે. સુરેન્દ્રનગર કોંગ્રેસ પ્રમુખ રૈયાભાઈ રાઠોડને પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા છે. નર્મદા જિલ્લા પ્રમુખ હરેન્દ્ર વાણંદને પણ કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરાયા છે. પૂર્વ ધારાસભ્ય પીડી વસાવાને કોંગ્રેસ પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ સસ્પેન્ડ કરાયા છે. આ તમામ લોકોને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ કાર્યવાહીથી એક નિર્દેશ એવો પણ આપવાનો છે કે પક્ષ વિરોધી કામગીરીને કોંગ્રેસ આગામી સમયમાં સાંખી નહીં લે.

Published On - 12:49 pm, Fri, 20 January 23

Next Article