ગુજરાતમાં ઠંડીનુ મોજૂ યથાવત, નલિયા 3.6 ડીગ્રી સાથે સૌથી ઠંડુ શહેર

|

Jan 14, 2022 | 2:19 PM

હિમાલયના પર્વતીય વિસ્તાર અને કાશ્મીરમાં પડી રહેલ હિમ વર્ષાને કારણે, ગુજરાત સહીત ઉતર ભારત સહીતના વિસ્તારોમાં ગાત્રો થીજાવતી ઠંડી પડી રહી છે

ગુજરાતમાં ઠંડીનુ મોજૂ યથાવત, નલિયા 3.6 ડીગ્રી સાથે સૌથી ઠંડુ શહેર
Cold wave still prevails in Gujarat (symbolic image)

Follow us on

ગુજરાતમાં (Gujarat ) છેલ્લા એક સપ્તાહથી પડી રહેલી કડકડતી ઠંડી (Cold) યથાવત રહેવા પામી છે. આજે 14મી જાન્યુઆરીના રોજ સૌથી વધુ ઠંડી નલિયામાં (Naliya) નોંધાઈ છે. નલિયામાં વિતેલી રાત્રે ઠંડીનો પારો 3.6 ડીગ્રીએ સ્થિર થવા પામ્યો છે.

હવામાન વિભાગે (Meteorological Department) કરેલી આગાહી મુજબ ગુજરાતમાં ઠંડીનુ મોજૂ ફરી વળ્યુ છે. ગુજરાતના અનેક શહેરોમાં ઠંડીનો પારો 10 ડીગ્રીની નીચે સરકી ગયો છે. ગાંધીનગર ગિફ્ટ સિટીમાં (Gandhinagar Gift City) ઠંડીનો પારો 5.7 ડીગ્રીએ અટક્યો છે. તો અમદાવાદ શહેરમાં (Ahmedabad city) ઠંડીનું પ્રમાણ 9.5 ડીગ્રી નોંધાયુ છે. ઉતર ગુજરાતના ડિસા (Deesa) અને પાટણમાં (Patan) ઠંડીનું પ્રમાણ 7.7 ડીગ્રી નોંધાયુ છે.

સૌરાષ્ટ્રમાં વધુ ઠંડી
સૌરાષ્ટ્રમાં સુસવાટા મારતા પવનને કારણે કડકડતી ઠંડી અનુભવાઈ રહી છે. રાજકોટમાં ઠંડીનો પારો 9 ડીગ્રીએ પહોચી ગયો હતો. તો ભૂજમાં 9.8 ડીગ્રી ઠંડી નોંધાઈ છે. પોરબંદરમાં 10.1 ડીગ્રી, સાસણગીર અને વેરાવળમાં 14 ડીગ્રી ઠંડી નોંધાઈ છે. દ્વારકામા 13.3 ડીગ્રી ઠંડી નોંધાઈ છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

દક્ષિણ ગુજરાતમાં ઠંડીમાં આંશિક રાહત
ઉતર ગુજરાત અને સૌરાષ્ટ્રની સરખામણીએ દક્ષિણ ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ ઓછુ રહ્યુ છે. સુરતમાં ઠંડીનો પારો 14.2 ડીગ્રીએ અટક્યો હતો. સિલવાસામાં 14.2 ડીગ્રી ઠંડી નોંધાઈ હતી.

અનેક શહેરમાં સામાન્ય તાપમાન કરતા વધુ ઠંડી
નલિયામાં આજે શુક્રવારે નોંધાયેલ ઠંડી સામાન્ય તાપમાન કરતા 6 ડીગ્રી ઓછુ તાપમાન છે. અમદાવાદ, વડોદરા, દ્વારકા, કંડલા અને રાજકોટમાં સામાન્ય તાપમાન કરતા 3 ડીગ્રી ઓછુ તાપમાન નોંધાયુ છે.

હિમાલયના પર્વતીય વિસ્તાર અને કાશ્મીરમાં પડી રહેલ હિમ વર્ષાને કારણે, ગુજરાત સહીત ઉતર ભારત સહીતના વિસ્તારોમાં ગાત્રો થીજાવતી ઠંડી પડી રહી છે. જેના કારણે સામાન્ય જનજીવન ઉપર પણ અસર વર્તાઈ રહી છે. ભારતીય હવામાન વિભાગે (Meteorological Department), ગુજરાતના કેટલાક વિસ્તાર સહીત ઉતર ભારતમાં ઠંડીનું પ્રમાણ યથાવત રહેવાની આગાહી કરી છે.

ગુજરાતના વિવિધ શહેરમાં ઠંડીનુ પ્રમાણ

આ પણ વાંચોઃ

મકરસંક્રાંતિ પર કોરોનાનુ ગ્રહણ : ગંગા નદીમાં સ્નાન કરવા પર પ્રતિબંધ, કોરોનાના જોખમને પગલે આ રાજ્યમાં કડક નિયંત્રણો લાગુ

આ પણ વાંચોઃ

UP Assembly Election: ભાજપે CECની બેઠકમાં 94 ઉમેદવારોના નામ ફાઇનલ કર્યા, એક ડઝન ધારાસભ્યોની ટિકિટ કાપી

Published On - 1:56 pm, Fri, 14 January 22

Next Article