ગત પાંચ વર્ષમાં અનેક માર્ગ, પૂલ ગૃહનું કામ શરુ થયું હતું. જેમાંથી ઘણા કર્યુઓ પૂર્ણ થઇ ગયા છે અને કેટલાક હજુ ચાલુ છે. એવામાં આ પાંચ વર્ષમાં પાસ થયેલા અને તૈયાર થઇ ગયેલા માર્ગ, મકાન અને પુલના લોકાર્પણની રીબીન કાપવાનો લાહવો નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળવા જઈ રહ્યો છે. એટલું જ નહીં અમુક કામોનું ખાતમુહુર્ત પણ CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે થવાના છે.
લોકાર્પણમાં તમને જણાવીએ તો તારાપુરથી વાસદનો ૪૮ કિલોમીટર લાંબા સિક્સ લેનનું લોકાર્પણ CM કરશે. જે ૧૦૦૫ કરોડના ખર્ચે તૈયાર થયો છે. આ ઉપરાંત ૨.૮૦ કરોડના ખર્ચે છોટાઉદેપુર જીલ્લાના સંખેડા ખાતે તૈય્રાર થયેલા વિશ્રામગૃહનું પણ લોકાર્પણ થવા જઈ રહ્યું છે. સાથે જ બહુચરાજી-મોઢેરા રોડ ઉપર ૧૨.૫૬ કરોડ રૂપિયાના ખર્ચે પુષ્પાવતી નદી પર પુલનું લોકાર્પણ કરવામાં આવશે.
આ કામોમાં તારાપુર-વાસદ સિક્સ લેન હાઈવેથી લોકોની ઘણી સમસ્યાઓ હલ થશે. આ માર્ગ સૌરાષ્ટ્રને દક્ષિણ ગુજરાત સાથે જોડતો સૌથી ટુંકો માર્ગ છે. આ ઉપરાંત અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે અને અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવેને પણ આ હાઈવે જોડશે. આ માર્ગ થકી યાતાયાતમાં ઘણી સગવડ મળી રહેશે. તમને જણાવી દઈએ કે આ રસ્તાની લંબાઇ ૪૮ કિ.મી. છે. કે જે ૧૦૦૫ કરોડના ખર્ચે તૈયાર થશે. આ માર્ગમાં ૨૪ અંડરપાસ ૩ રેલ્વે ઓવર બ્રિજ તેમજ ૩૩ કિલોમીટરનો સર્વિસ રોડ હશે. ૧ ટોલપ્લાઝા સહીત માર્ગમાં ઘણી સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે.
સાથે ખાતમુહૂર્તની વાત કરવામાં આવે તો અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ કામોના ખાતમુહુર્ત કરવામાં આવશે. જેમાં વિરમગામ-લખતર (વિઠ્ઠલાપુરથી લખતર) ૩૧ કિલોમીટર ફોરલેન માર્ગનું ખાતમુહૂર્ત થશે. જે ૧૨૫ કરોડના ખર્ચે તૈયાર થયો છે. આ સાથે જ ૬.૫૦ કરોડના ખર્ચે ભાવનગર ખાતે અતિથિગૃહના વિસ્તરણની કામગીરીનું પણ ખાત મુહૂર્ત થઇ રહ્યું છે. કચ્છ જીલ્લામાં પણ ગાંધીધામ ખાતે ફ્લાયઓવરના બાંધકામનું ખાત મુહૂર્ત થશે. કે જે ૩૨ કરોડના ખર્ચે તૈયાર થવાનો છે. વળી કચ્છ જીલ્લામાં જ ૨૮ કરોડના ખર્ચે નખત્રાણા તાલુકાના જુદા-જુદા રસ્તાઓનું રીસરફેસીંગનું પણ ખાત મુહૂર્ત થવા જઈ રહ્યું છે.
આ પણ વાંચો: કેન્દ્રીય કેબિનેટે કાપડ ઉદ્યોગ માટે MITRA યોજનાને મંજુરી આપી, દેશમાં 7 મોટા ટેક્ષ્ટાઇલ પાર્ક બનશે